
શું આસામમાં ગુજરાતી-શાકાહારી ભોજન મળશે? પ્રવાસીઓને મુંઝવતા સવાલનો જવાબ
- waeaknzw
- November 10, 2021
ગુજરાત ભારતના પશ્ચિમ છેડે છે એમ દેશના પૂર્વ છેડે આસામ આવેલું છે. આસામ ત્યાંના પ્રવાસન સ્થળો માટે જગતભરમાં પ્રસિદ્ધ છે. મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ત્યાં જાય છે. એટલે હવે ગુજરાતી પ્રવાસીઓને જોઈએ એવી તમામ સગવડતાઓ આસામમાં વિકસી ચૂકી છે. અહીં શાકાહારી ભોજન તો મળે જ છે, પરંતુ સાથે સાથે જૈન ફૂડ, ડૂંગળી વગરનું ફૂડ પણ […]
Read More
Bonphool Honey : જગતનું સર્વોત્તમ મધ હવે ઘરે બેઠા મેળવી શકાશે, ખરીદવું એ નૈતિક ફરજ પણ છે
- waeaknzw
- November 1, 2021
બજારમાં ઘણી બ્રાન્ડના મધ મળે છે. મધ વિશે થોડી ઘણી જાણકારી હોય તો બજારમાં મળતા મધની શુદ્ધતા વિશે શંકા થયા વગર રહે નહીં. એ શંકા જોકે 2021માં સાચી પડી. જ્યારે લેબોરેટરી તપાસમાં દેશની ઘણી અગ્રણી બ્રાન્ડના મધમાં ગરબડ જોવા મળી. તો પછી મધ ખરીદવું ક્યાંથી?બનફૂલમાંથી.બનફૂલ એ સુંદરવનમાં થતી વન્યપેદાશોની બ્રાન્ડનું નામ છે. એ જાણીતી વાત […]
Read More
સંસ્કારી નગરી Vadodaraમાં ભૂખ લાગે તો ક્યાં જવું ?
- waeaknzw
- March 11, 2021
વડોદરામાં ફરવા નીકળ્યા હોય અને ભૂખ લાગે તો નાસ્તા પાણી માટે કયા જવું ? વડોદરામાં ખાવાલાયક ઘણી વસ્તુ સહલાઈથી મળી રહે છે પણ એક વાર ખાધા પછી યાદ રહી જાય તેવા ફૂડ ઓપ્શન મર્યાદિત છે.
Read More
Madhavrao: અમદાવાદમાં મરાઠી વાનગીનો રસથાળ
- waeaknzw
- January 21, 2021
વડા-પાંઉ, પાંઉ-ભાજી જેવી મરાઠી વાનગીઓ આપણે અજાણ નથી. માધવરાવમાં જોકે બીજી અનેક અવનવી મરાઠી વાનગીઓનો વિકલ્પ મળે છે.
Read More
Bengali sweets : અમદાવાદમાં ગોળના રસગુલ્લા ક્યાં મળશે?
- waeaknzw
- January 7, 2021
રસગુલ્લા આપણા માટે અજાણી વાનગી નથી, પણ ગોળના રસગુલ્લા જરા નવી વાનગી છે. અમદાવાદમાં હમણાં એ વાનગીનું સરનામું મળી આવ્યું.
Read More
જૂનાગઢમાં ખાવા જેવી જગ્યાઓ અને Food options
- waeaknzw
- December 9, 2020
ગિરનારના સાનિધ્યમાં ફેલાયેલા જૂનાગઢમાં ખાવા-પીવાના ઠેકાણાઓની કમી નથી. અહીં એમાંથી કેટલાક સ્થળોની વાત કરી છે
Read More
Drink : ગિરનારી કાવો એટલે જૂનાગઢનું ‘રાષ્ટ્રીય’ પીણું, ક્યારે અને ક્યાં પીવો?
- waeaknzw
- November 14, 2020
જૂનાગઢ રાષ્ટ્ર નથી ને રાજ્ય પણ નથી, જિલ્લો છે એ પણ બે-ત્રણ દિશાએથી કપાયેલો. પણ જો રાષ્ટ્ર હોત તો ત્યાં મળતો કાવો રાષ્ટ્રીય પીણું જાહેર થયું હોત.
Read More
કરમદાનું અથાણું
- waeaknzw
- June 27, 2020
ચોમાસામાં જોવા મળતાં કરમદામાંથી ચટણી-સંભારો તો બને જ છે. પ્રયોગો કરીએ તો વૈવિધ્યપૂર્ણ અથાણું.. વગેરે બની શકે.
Read More
ગોટ વિલેજ : ઉતરાખંડના પહાડી શાક અને ગુજરાતની ભાખરીનો સંગમ
- waeaknzw
- October 26, 2019
અમારી સાથે નાની ચાર વર્ષની અમારી ધ્યાની પણ હતી. તેને અહીંની ખાદ્ય સામગ્રી સ્વાભાવિક રીતે ભાવતી ન હતી, એટલે એ કચકચ કરતી હતી. એ જોઈને રૃચીદેવીએ કહ્યું કે તમે રસોડામાં જઈને જે બનાવવું હોય એ બનાવી શકો છો. હું રસોડામાં ગઈ, ત્યાં બે સ્થાનિક યુવતીઓ કામ કરતી હતી. તેની સાથે તુરંત મૈત્રી થઈ ગઈ. પહાડી ધાન્યની રોટલી, શાક વગેરે બનતાં હતાં. એમણે પૂછ્યું કે તમારે ત્યાં શું બને? મેં પણ વિવિધ ચીજો ગણાવી. એમણે કહ્યું કે તમે અત્યારે કંઈ બનાવી શકો?
Read More
કુંભણિયા ભજીયા – આકાર નથી, સ્વાદ છે
- waeaknzw
- May 24, 2019
બીજી વિશિષ્ટતા જે જોયા પછી સમજાય એ તેના આકારની છે. આ ભજીયાનો કોઈ ચોક્કસ આકાર નથી. આકાશમાં વિવિધ આકારના વાદળ હોય એ રીતે જેવડું ડબકું તેલના તવામાં પડે એવડું અને એવા આકારનું ભજીયું સર્જાય! ફાસ્ટ ફૂડની ભાષામાં કહીએ તો આ ભજીયા ક્રિસ્પી છે. ક્રિસ્પી છે, માટે ટેસ્ટી પણ છે. આકારનું ભલે ઠેકાણું ન હોય, સ્વાદમાં કંઈ ઓછપ વર્તાતી નથી.
Read More
આઝાદ હે, વહીં રહેંગે..
- waeaknzw
- May 7, 2019
અમદાવાદના જૂના, જાણીતા, જાણકાર ખાવાના શોખીન આઝાદથી વાકેફ હશે જ. પણ આઝાદમાં ચાર-પાંચ વખત ગયા પછી કેટલીક વાતો ધ્યાને ચડી છે. જગ્યા સાંકડી હોવા છતાં સતત ભીડ રહે છે, 11 વાગ્યે જાવ કે સાંજે પાંચ વાગે તેનું કારણ ટેસ્ટ ઉપરાંત સર્વિસ છે.
Read More
ઘાસ એટલે કે વાંસ પણ ખાઈશું…
- waeaknzw
- April 29, 2019
વાંસના ગોળ ચકતા આખુ વર્ષ નરમ રહે છે, માટે દાંત વડે કટકો કાપીને ખાવાની અનોખી મજા છે. એનું શબ્દોમાં વર્ણન કરવુ મુશ્કેલ છે, ખાવાનો અનુભવ હોય એ જ મજા સમજી શકે. ભારતમાં કેટલાક વિશિષ્ટ અથાણા બને છે, તેમાં બેશક વાંસના અથાણાનો સમાવેશ થાય છે.
Read More
કર્ણાવતી દાબેલી : શાખા વગરનું ભોજન!
- waeaknzw
- April 27, 2019
કર્ણાવતીમાં દાબેલી ગરમ કરવામાં આવતી નથી, એટલે ઓઈલ કે બટરની જફા (અને એ નામે લેવાતો ભાવ તફાવત) નીકળી જાય છે. દાબેલી કચ્છની વાનગી છે અને કચ્છમાં પણ ઘણા સ્થળોએ દાબેલી ગરમ કર્યા વગર જ અપાય છે. એ જ કદાચ એનો અસલ સ્વાદ છે.
Read More