અમદાવાદ એરપોર્ટેનો રેકોર્ડ : એક જ દિવસમાં સૌથી વધુ 37,696 મુસાફરોની અવર-જવર, 267 ફ્લાઈટ મૂવમેન્ટ નોંધાઈ

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરોની અવરજવર બાબતે વધુ એક કિર્તીમાન સ્થાપિત કર્યો છે.12મી ફેબ્રુઆરી 2023ના રોજSVPI એરપોર્ટ પરથી સૌથી વધુ મુસાફરોનીમુસાફરીનોરેકોર્ડ સર્જાયો છે. રવિવારે એરપોર્ટેપર267 ફ્લાઇટ્સ સાથે37696 મુસાફરોને સેવા પૂરી પાડીછે, જે અત્યાર સુધીની સૌથી મોટીસંખ્યા છે.SVPI એરપોર્ટ મેનેજમેન્ટ સર્વોચ્ચ સુરક્ષા ધોરણો સાથેમુસાફરોને સીમલેસ સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં SVPI એરપોર્ટ પર મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવ માટે અનેક માળખાકીય સુવિધાઓ અને સેવાઓમાં ધરખમ વધારોકરવામાં આવ્યો છે. ગુડનેસ ડેસ્ક, ડાયનેમિક ક્યુ મેનેજમેન્ટ અને ફ્લોર વૉકિંગ કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ્સ જેવીસુવિધાઓના કારણે મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં સીમલેસ મુસાફરી કરી શકે છે.

તાજેતરમાંટર્મિનલ ગેટથી ઝડપી પ્રવેશ માટે ડિજિટલ બારકોડ સ્કેનર્સ મૂકવામાં આવ્યા છે તથા વધારાના બેલ્ટ ધરાવતોવિશાળ અરાઇવલ હોલ, અપગ્રેડ Zચેક-ઇન સિસ્ટમ, SHA પૂર્વેનો વિસ્તાર, એક્સ-રે મશીનોમાં વધારો અને સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરઉમેરવામાં આવ્યાછે.વળી ડોમેસ્ટિક ટર્મિનલ પર બે નવા બોર્ડિંગ ગેટ શરૂ કરીતેની ક્ષમતામાં વૃદ્ધિ કરવામાં આવી છે.એટલું જ નહી, વધુક્ષમતા અને કાર્યક્ષમતા સાથે સુરક્ષા હોલ્ડ વિસ્તાર ટૂંક સમયમાં જ કાર્યરત થશે.

વિવિધ શિડ્યુલ્ડ અને નોન-શિડ્યુલ્ડ ફ્લાઇટ્સમાંઅવરજવર કરનાર 37696 મુસાફરો પૈકી 31688 સ્થાનિક જ્યારે6008 આંતરરાષ્ટ્રીય હતા.સમર્પિત જનરલએવીએશન ટર્મિનલને કારણે છેલ્લા એક જ વર્ષમાં નોન-શેડ્યૂલ ફ્લાઇટ મૂવમેન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદથી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોએ જનારાઓમાં દુબઈ, કુવૈત અને અબુ ધાબીનોસામાવેશ થાયછે. દરમિયાન, દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ ટોચના ત્રણ સ્થાનિક સ્થળો છે. SVPIA 33 સ્થાનિક અને 15 આંતરરાષ્ટ્રીય સ્થળોનાનેટલર્ક સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ફૂટપ્રિન્ટમાં સુધારો-વધારો કરવાનું ચાલુ રાખશે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *