Month: December 2018

narita international airport
RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ – 20 : હવે ઘરભેગા ક્યારે થવાના?

જાપાની ભાષા સ્વાભાવિક રીતે બધાને ન આવડતી હોય. એટલે પરિચારિકા દેવી હાથમાં ટિકિટ અને પાસપોર્ટનું ક્યું પાનું ઓપન રાખવાનું છે, તેનું ચિત્ર લઈને ઉભી હતી. અમે ગેટ પર પહોંચ્યા ત્યારે દસ જ સેકન્ડમાં અંદર પહોંચી ગયા. કારણવગર તમારો અને એમનો સમય બગડે એવી કોઈ વ્યવસ્થા એ પ્રજાએ રાખી જ નથી.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ – 19 : જાપાની ટોઈલેટ ટેકનોલોજી

જાપાનમાં સરેરાશ ટોઈલેટ રૃમ પણ મોટો હોય છે. જો રેલવે કે કોઈ જાહેર જગ્યાનું ટોઈલેટ હોય તો બધી સૂચના જાપાની ઉપરાંત ચિત્ર સ્વરૃપે પણ રજૂ કરી હોય. કોઈને જાપાની ન આવડે તો ચિત્ર જોઈને સમજી શકે. ટ્રેનમાં તો વળી ટોઈલેટ વિસ્તાર ખાસ્સો મોટો અને મહિલા સાથે બાળકો, નાનું બાળ હોય તો તેને સુવડાવવા માટે અલગ સિટ પણ ખરી.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ – 18 : Japanમાં ગુજરાતી ચાનો સમારોહ

જૂના યુગમાં જ્યારે શોગનો (રાજા)નું શાસન હતું, ત્યારે ટી-સેરેમની ખાસ મહત્ત્વની રહેતી. બે પક્ષ વચ્ચે કંઈ બબાલ હોય તો સમાધાન માટે ટી-સેરેમની યોજાય. એ સેરમની સમય સંજોગો મુજબ અડધીથી દોઢ-બે કલાક સુધી ચાલે.

Read More
TOKYO SHINJUKU DOWNTOWN, SHOPPING AREA
RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ- 17 : ‘મેડ ઈન જાપાન’ ગુજરાતી રોટલી

એ રેસ્ટોરામાં જાપાની લોકો જમવા આવતા હતા. એ દરેક જાપાની તો કંઈ ભારતીય કલ્ચરથી વાકેફ ન હોય ને.. જેમ આપણે મેક્સિકન ટાકો ખાઈ છીએ પણ એ કેવા સંજોગોમાં ખવાય એની જાણકારી ક્યાં હોય છે? એટલે મેનુમાં જાપાની પ્રજાના જ્ઞાનાર્થે વિગત લખી હતી કે ‘પનીર’ એટલે શું? એવી રીતે બીજી (એમના માટે) અજાણી ચીજોના પણ વર્ણન હતા.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ -16 : નથી જોઈતો મારે આ તાજ!

એમ્પેરર માટે ખાસ પ્રથા-રીત-રિવાજ નક્કી થયેલા છે. જે કોઈ શહેનશાહ બને તેમણે એ પ્રમાણે વર્તવું ફરજિયાત છે. એ બધી રીત-ભાતનું પાલન કરવું અઘરું પડે છે. જેમ કે ખાસ પ્રકારનો પોશાક પહેર્યા સિવાય શહેનશાહ કે રાજવી પરિવારના અન્ય સભ્યો બહાર નીકળી શકતા નથી. એટલે કે રાણી સાહિબાએ રોજ રોજ સાડી જેવો ભારેખમ જાપાની ડ્રેસ કિમોનો જ પહેરવો પડે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કલકતામાં જગદીશચંદ્ર બોઝ સાથે ‘મુલાકાત!’

વધુ મજા એ વાતની આવી કે અહીં પૂતળાંની બાજુમાં બેસવા માટે ખુરશી પણ રાખવામાં આવી છે. જગદીશચંદ્ર બોઝની બાજુમાં બેસનારા વિજ્ઞાનીઓ તો એ વખતે કે આજે પણ પેદા થયા ન હતા, પરંતુ અહીં તેમના પૂતળાં પાસે બેસી શકાય એ કંઈ ઓછી મજા છે?

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ-15 : આધુનિક+અર્ધમાનવની મુલાકાત

જાપાનમાં જ એક ભાઈ સોફ્ટબેન્કના સ્ટોરમા ગયા, ત્યારે ક્લાર્કની જવાબદારી ભજવતા રોબોટનું વર્તન એ ભાઈને પસંદ ન પડ્યું. માટે તેણે જાપાની સંસ્કાર પડતાં મુકીને એક પાટું રોબોટને મારી દીધું. પછી તો પોલીસ આવી અને તપાસ કરી તો ખબર પડી કે ભાઈ પીધેલાં હતા.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

એક શિયાળા(નો દિવસ) નલિયામાં…

૨૦૧૨માં નલિયામાં સૌથી ઓછુ તાપમાન ૧ જાન્યુઆરીએ ૩.૨ ડિગ્રી નોંધાયુ હતું. એ તાપમાન મધરાતના બદલે સવારના આઠ આસપાસનું હતું! ૧૯૬૪ની ૧૧મીડિસેમ્બરે નલિયામાં નોંધાયેલું ૦.૬ ડિગ્રીનું તાપમાન નલિયાના ઈતિહાસમાં નોંધાયેલું સૌથી ઓછુ તાપમાન છે. એ પછી જાન્યુઆરી-૨૦૧૧માં ૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ-14 : જગતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કીનો અનુભવ!

ત્યાં યજમાન અમારી રાહ જોઈને ઉભો હતો. અમારી એકલાની નહીં, ત્યાંથી પસાર થતા સૌ કોઈનું એ યજમાન સ્વાગત કરવાં તૈયાર હતો. કેમ કે એ એક રોબોટ હતો. રોબોટ સાથે અદ્ભૂત અનુભવ થયો.. તેની વાત પછીના ભાગમાં.

Read More
PERSONAL

પ્રવાસ લેખનની પારાયણ!

મારા વર્કશોપમાં ઓડિયન્સ મર્યાદિત હશે એ મને ખબર હતી. સ્વાભાવિક રીતે ચંદ્રકાંત બક્ષીને સાંભળવા આવતા હોય એના ચોથા ભાગના લોકો પણ મને સાંભળવા ન આવે. એટલે ઓડિયન્સ ઓછું હશે એ અંગે કોઈ ચિંતા ન હતી.

Read More