Month: July 2019

BULLET TRAIN OF JAPAN
RAKHADPATTI/પ્રવાસકથા

ઉગતા સૂરજના દેશ જાપાનના પ્રવાસે જવું છે?

યુરોપની વિવિધ ટૂર આપણે ત્યાંથી ઉપડે છે. એવી એકાદ મિડિયમ સાઈઝની ટૂરના બજેટમાં જ જાપાન પણ ફરી શકાય છે. દૃષ્ટિ હોય તો જાપાનમાં જોવા જેવુ ઘણું છે! ખાસ તો સાઈલેન્ટ, સિસ્ટમેટિક અને શિસ્તબદ્ધ દેશ કેવો હોય તેનું ઉદાહરણ જાપાન પૂરું પાડે છે.

Read More
lake titicaca
RAKHADPATTI/પ્રવાસકથા

Peru : બટેટાના દેશનો પ્રવાસ કઈ રીતે કરવો?

પેરુ પહાડી દેશ છે અને પહાડી હોય એટલે સપાટ તો ક્યાંથી હોય? આખો દેશ વિવિધ આઠ ઊંચાઈમાં વહેંચાયેલો છે. જમીની ભાગ 12થી 786 મિટરમાં પથરાયેલો છે. તો સૌથી ઊંચી વસાહતો 5 હજાર મિટર સુધીની છે. સરેરાશ કાઢવામાં આવે તો આખો દેશ પાંચ હજાર ફીટ ઊંચો છે (ભારતની સરેરાશ ઊંચાઈ 2 હજાર ફીટ છે). માટે મેદાની પ્રદેશના પ્રવાસીઓને ત્યાં ફરવું જરા અઘરું પડે. શરૃઆતમાં તો શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે. પણ એક વખત માફક આવી ગયા પછી આસમાની ઊંચાઈનો અહેસાસ થાય.

Read More
Book Excerpts/પુસ્તકમાં શું છે? RAKHADPATTI/પ્રવાસકથા

ગુજરાતી પ્રવાસન મેગેઝિન ‘જિપ્સી’ના દસ અંકોમાં શું શું સમાવાયું?

ગુજરાતી ભાષાને ગયા વર્ષે પ્રવાસને સંપૂર્ણ સમર્પિત હોય એવું સામયિક મળ્યું, ‘જિપ્સી ટ્રાવેલર’. જોતજોતામાં દસ અંક પણ આવી ગયા. દસેય અંકની શબ્દ સફર… ભારતમાંથી જેટલા પ્રવાસીઓ દુનિયામાં ફરવા જાય એમાંથી 25 ટકા કરતા વધુ ગુજરાતી હોય છે. બંગાળી અને ગુજરાતી પ્રજા ફરવા માટે વધારે જાણીતી છે. આમેય ‘જીવ્યાં કરતાં જોયું ભલુ’ એ કહેવત એમ જ […]

Read More
E NAGARNU NAM KHANADVPRASTH (9)
Book Excerpts/પુસ્તકમાં શું છે? PERSONAL

એ નગરનું નામ ખાંડવપ્રસ્થની પ્રસ્તાવના – દરિયો છે, માટે દરિયાઈ કથા છે!

સોરાષ્ટ્રના દરિયા કાંઠે દર વર્ષે હોડી સ્પર્ધા યોજાય છે. એ સ્પર્ધાનો જ આ વાર્તામાં આધાર તરીકે ઉપયોગ કર્યો છે. પત્રકારત્વ દરમિયાનની રખડપટ્ટી, વાંચન, અનુભવો બેશક કામે લાગ્યા છે. જેમ કે વાર્તામાં એક ટેકરીનું વર્ણન આવે છે. થોડા વર્ષો પહેલાં રાજસ્થાના ‘સારિસ્કા નેશનલ પાર્ક’માં રખડતી વખતે ત્યાં એક ટેકરી ભારે આકર્ષક લાગી હતી. એ પ્રવાસ આ લખતી વખતે કામ લાગ્યો. એવા બીજા ઘણા પ્રવાસોની મદદથી વર્ણન થઈ શક્યુ છે.

Read More
Accommodation / ઉતારા-ઓરડા RAKHADPATTI/પ્રવાસકથા

માયામીમાં શું શું જોવુ?

મહાસાગર એટલાન્ટિકમાંથી ઉદ્ભવતા દરિયાઈ વાવાઝોડાના માર્ગમાં માયામી પહેલું આવે છે. છતાં પણ અહીંની જડબેસલાક સલામતી-બેકઅપ વ્યવસ્થાને કારણે પ્રવાસીઓને હેરાન થવાના પ્રસંગો બહુ બનતા નથી. માયામીની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. એક સમયે માયામીને અમેરિકાના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ પણ મળ્યો હતો.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

માયામી – ફિલ્મ કથાના શહેરની સફર

તડકામાં ફરતી વખતે ઘણા લોકો સન-સ્ક્રીન લોશન લગાડવાનું પસંદ કરતા હોય છે. એ સન સ્ક્રીન લોશનની શોધ 1944માં બેન્જામિન ગ્રીન નામના માયામીઅને જ કરી હતી. દરિયાકાંઠે સમય પસાર કરતા માયામીના નર-નારીઓની ચામડીને નુકસાન ન થાય એટલા માટે દવાના બિઝનેસમાં સક્રિય બેન્જામિને ઉપાય વિચાર્યો અને એમાંથી લોશનની શોધ કરી નાખી.

Read More
The Legend of Lakshmi Prasad Gujarati translation
Book Excerpts/પુસ્તકમાં શું છે?

ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ -ટ્વિંકલની વાર્તા, ઈશાનનો અનુવાદ

સેલિબ્રિટી હોવા છતાં એ ધરાતળથી વાકેફ છે તેનો અહેસાસ વાર્તાઓમાં વારંવાર થયા કરે છે. તેમના અવલોકનો, ભાષા, કટાક્ષ સાથેની રજૂઆત, શબ્દોની પસંદગી, અસલ ભારતીય કહી શકાય એવા ઉદાહરણો.. વગેરેને કારણે મને તો ટ્વિંકલ ખન્ના હિરોઈન કરતાં લેખિકા તરીકે વધુ પસંદ પડ્યાં છે.

Read More