ગુજરાતી પ્રવાસન મેગેઝિન ‘જિપ્સી’ના દસ અંકોમાં શું શું સમાવાયું?

ગુજરાતી ભાષાને ગયા વર્ષે પ્રવાસને સંપૂર્ણ સમર્પિત હોય એવું સામયિક મળ્યું, ‘જિપ્સી ટ્રાવેલર’. જોતજોતામાં દસ અંક પણ આવી ગયા. દસેય અંકની શબ્દ સફર…

ભારતમાંથી જેટલા પ્રવાસીઓ દુનિયામાં ફરવા જાય એમાંથી 25 ટકા કરતા વધુ ગુજરાતી હોય છે. બંગાળી અને ગુજરાતી પ્રજા ફરવા માટે વધારે જાણીતી છે. આમેય ‘જીવ્યાં કરતાં જોયું ભલુ’ એ કહેવત એમ જ નથી પડી. રખડપટ્ટીથી મોટું જ્ઞાન બીજું કોણ આપી શકે?
જોકે ગુજરાતી ભાષા પાસે હમણાં સુધી કોઈ સંતોષકારક કહી શકાય એવુ ગુજરાતી ટ્રાવેલ મેગેઝિન ન હતું. અખબારો-સામયિકોમાં ટ્રાવેલ વિભાગો જરૃર આવતા હતા, પણ સંપૂર્ણ પ્રવાસન સમર્પિત, પ્રવાસના વિવિધ પાસાં વિગતવાર આવરી લેતું કોઈ પબ્લિકેશન ન હતું. એ હવે જાણીતી વાત છે કે ડિજટલાઈઝેશનના યુગમાં પ્રિન્ટેડ છાપા-સામયિકો ચલાવવા અઘરા છે. પરંતુ પ્રવાસન વિભાગ સાવ ખાલી હતો, ત્યાં સામયિકની જરૃર પણ હતી. હર્ષલ પુષ્કર્ણાના સામયિક જિપ્સીએ એ ખોટ પૂરી કરી છે.

જિપ્સીના લોન્ચિંગ વખતની તસવીર

ભારતમાંથી જેટલા પ્રવાસીઓ દુનિયામાં ફરવા જાય એમાંથી 25 ટકા કરતા વધુ ગુજરાતી હોય છે. બંગાળી અને ગુજરાતી પ્રજા ફરવા માટે વધારે જાણીતી છે. આમેય ‘જીવ્યાં કરતાં જોયું ભલુ’ એ કહેવત એમ જ નથી પડી. રખડપટ્ટીથી મોટું જ્ઞાન બીજું કોણ આપી શકે?
જોકે ગુજરાતી ભાષા પાસે હમણાં સુધી કોઈ સંતોષકારક કહી શકાય એવુ ગુજરાતી ટ્રાવેલ મેગેઝિન ન હતું. અખબારો-સામયિકોમાં ટ્રાવેલ વિભાગો જરૃર આવતા હતા, પણ સંપૂર્ણ પ્રવાસન સમર્પિત, પ્રવાસના વિવિધ પાસાં વિગતવાર આવરી લેતું કોઈ પબ્લિકેશન ન હતું. એ હવે જાણીતી વાત છે કે ડિજટલાઈઝેશનના યુગમાં પ્રિન્ટેડ છાપા-સામયિકો ચલાવવા અઘરા છે. પરંતુ પ્રવાસન વિભાગ સાવ ખાલી હતો, ત્યાં સામયિકની જરૃર પણ હતી. હર્ષલ પુષ્કર્ણાના સામયિક જિપ્સીએ એ ખોટ પૂરી કરી છે.


આ સામયિક પાછળ વિવિધ ઉદ્દેશ પૈકી એક ઉદ્દેશ એ પણ ખરો કે સોફા પર પગ વાળીને બેઠા બેઠા ટીવીમાં દેશ-પરદેશ જોવાને બદલે એ પગતળે કરવા નીકળી પડીએ… વાંચન સામગ્રી ઉપરાંત હવે વાચકો-પ્રવાસપ્રેમીઓ-સાહસિકો અણદીઠી ભોમ પર આતમ વિંઝવા ઉપડી શકે એટલા માટે ‘જિપ્સી આઉટડોર’ નામનો પ્રવાસ વિભાગ પણ શરૃ થઈ ચૂક્યો છે. એ બધી વિગતો જિપ્સીની વેબસાઈટ પર છે જ. જિપ્સી વાંચીને તુરંત કંઈ બધા પ્રવાસે નીકળી જવાના નથી. પણ પ્રવાસ-આયોજન કરતી વખતે જિપ્સીનાં પાનાંમાંથી પસાર થવામાં આવે તો પ્રવાસ સમૃદ્ધ બને એ વાત સો ટકાની છે.


અહીં પહેલા અંકથી માંડીને દસમાં અંક સુધીના લેખોનું લિસ્ટ આપી દીધું છે. ત્યાં જઈ આવ્યા હોય તો પણ એ પ્રવાસ વર્ણન કામનું છે, ત્યાં જવાનું આયોજન હોય તો પણ એ પ્રવાસ વર્ણન કામનું છે અને જવાનું કોઈ આયોજન ન હોય તો પણ એ પ્રવાસ વર્ણન ઉપયોગી છે.
જૂઓ લિસ્ટ..

અંક નં. ૧

  • અંગકોર :‌ સિત્તેર ભવ્ય‌ મં‌દિરોની કમ્બોડિયન નગરીનું સ્થાપત્ય , સસ્પેન્સ અને સફરનામું
  • ડેલહાઉસીઃ સાદગી અને સૌંદર્યનો સમન્વય
  • લેહઃ લદ્દાખનું ઐ‌તિહા‌સિક-કમ-અલૌ‌કિક નગર
  • આમસ્ટરડેમ : નેધરલેન્ડ્સનું પાટનગર ‌જગતનું સાઇક્લિંગ પાટનગર શી રીતે બન્યું?
  • દહેલ ઘાટની ’છોટા ‌રિચાર્જ’ રોડ ‌ટ્રિપ
  • ખુરી (રાજસ્થાન) : બાદલ કે ગાંવ મેં!
ભવ્યાતિભવ્ય અંગકોર મંદિર
  • એફિલ ટાવરે જગમશહૂર બનાવેલા પે‌રિસનાં એફિલ ટાવર ઉપરાંત પાંચ સુપર સ્થળો
  • દિગ્વીર ‌નિવાસ પેલેસ : વાંસદાના વિસરાયેલા રજવાડાની યાદ તાજી કરાવતો રાજમહેલ
  • હમ્પી : પથ્થરો જ્યાં સંગીતના સૂર રેલાવે છે

અંક નં. ૨

  • અખંડ ભારતના શિલ્પીનું શિલ્પઃ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી
  • લંડનઃ જોવાલાયક શહેરનાં ટોપ ટેન જાણવાલાયક સ્થળો
  • ભૂરા ડુંગરાનો દેશ ભૂતાનઃ સમયનું વહેણ જ્યાં ધીમું વહે છે
  • ચાંપાનેરઃ સ્થાપત્યની દૃષ્ટિએ જોવા જેવી વર્લ્ડ હેરિટેજ સાઈટ
પહેલો સગો પડોશી, નામ એનું ભુતાન
  • ચેરાપુંજીઃ અહીંના પુલો જીવંત છે, કેમ કે તેમના બાંધકામનું મટીરિઅલ જડ છે
  • નુબ્રા ખીણઃ પર્વતોની પેલે પાર વસેલી અલિપ્ત દુનિયા
  • ગ્રેટ લેક્સ ટ્રેકઃ કાશ્મીરનાં સાત રમણીય સરોવરની મુલાકાતે

અંક નં. ૩

  • ચારસો વર્ષથી ભૂલી ન ભૂલાતી એવરગ્રીન અજાયબીઃ તાજ મહાલ
  • પેંગોંગ ત્સોઃ લદ્દાખનું રંગબદલુ સરોવર
  • જર્મનીનું બ્લૅક ફૉરેસ્ટઃ જ્યાંની કુકૂ ક્લૉકનો જગતમાં ડંકો વાગે છે
  • પચમઢીઃ સાતપુડાના પહાડોમાં વસેલું સૌંદર્યધામ
પંચમઢી
  • ગણપતિપુળેઃ કોંકણના સુંદર સમુદ્રતટની ‘છોટા રિચાર્જ’ રોડ ટ્રિપ
  • જામનગરનો જોવા જેવો શિયાળુ પંખીમેળો
  • વારાણસીઃ અહીં દરેક ઘાટનો પોતાનો ઠાઠ છે
  • એક જ છલાંગે આલ્પ્સનાં શિખરોએ પહોંચવાનું ફ્રેન્ચ સ્પ્રિંગબોર્ડઃ શામોની મો બ્લાં
  • રામેશ્વરમ્ ટાપુઃ ભારતની ‘બહાર’ વસેલું મિનિ ભારત

અંક નં. ૪

  • ગઈ સદીનું દોજખ, આજનું દિવ્યધામઃ આંદામાન દ્વીપસમૂહ
  • વન + વનરાજો + વન્યજીવોનું વૈવિધ્ય = ગીર અભયારણ્ય
  • જગતના સૌથી વિરાટ ફૂલની શોધમાં મલયેશિયાનાં વર્ષાજંગલોની મુલાકાતે
  • વિલ્ટ શાયર, બ્રિટનઃ જેટલું રમણીય તેટલું જ રહસ્યમય
ઈન્ડોનેશિયાના આવા જંગલમાં જગતના સૌથી મોટા ફૂલની શોધ-સફર
  • કળાના અદ્ભુત ખજાનાનું સંગ્રહાલયઃ એલિફન્ટાની ગુફાઓ
  • ટસ્કનીઃ ઇટાલીના રમણીય પ્રાંતનો અવિસ્મરણીય પ્રવાસ
  • સોમનાથઃ ઘૂઘવતા સમુદ્રના કાંઠે ઊભેલું ઐતિહાસિક અને અલૌકિક તીર્થધામ
  • આન્લેઃ લદ્દાખનું અટૂલું, અજાણ્યું ગામ

અંક નં. પ

  • બુલેટ ટ્રેનઃ કેવી હોય છે… ફાસ્ટેસ્ટ જાપાની ટ્રેનની સફર?
  • માઉન્ટ કૂકઃ ન્યૂ ‌ઝિલૅન્ડના સૌથી ઊંચા હિમપર્વત સુધીનો હાઈકિંગ પ્રવાસ
  • કુંભમેળોઃ આસ્થા, આધ્યાત્મ, રહસ્ય અને રોમાંચનો સંગમ
  • ચાંદની ચોકઃ દિલ્લીની ખ્યાલતનામ ખાઉગલીની સ્વાદસફર
  • લદ્દાખનું સાઈબિરિયાઃ ચંગથાંગ
લદ્દાખ, કાશ્મીરનો વૈભવ
  • કુંભલગઢ કિલ્લો : છ સદીથી અજેય, અભેદ્ય અને અડીખમ
  • યેલોસ્ટોન નૅશનલ પાર્કઃ ધગધગતા જ્વાળામુખી પર ખીલેલું કલરફૂલ કુદરતી સૌંદર્ય
  • કાળમીંઢ ખડકોમાંથી કોતરાયેલી કળાનગરીઃ મહાબલિપુરમ્

અંક નં. ૬

  • સેવન વન્ડર્સ ઑફ સિંગાપુર : ઇજનેરી કમાલ જેવાં સાત ટૂરિસ્ટ આકર્ષણો
  • હર કી દૂન ટ્રેક : દેવોની ભૂમિમાં સાત દિવસ
  • વ્રજભૂમિની લઠ્ઠમાર હોળી : અબીલગુલાલ સાથે લાઠીઓનો વરસાદ!
  • બાંધવગઢ : વાઘદર્શન કરાવતું ખાતરીભર્યું સરનામું
વાઘ દર્શન આમ તો અઘરા છે, પણ બાંધવગઢમાં એ કામ થોડું સરળતાથી થઈ શકે છે..
  • તાંજોરનું બૃહદેશ્વર મંદિર : દસ સદીઓથી અડીખમ ઊભેલી ઇજનેરી અજાયબી
  • ડ્રેસડેન : રાખમાંથી ફરી જીવતું થયેલું ઐતિહાસિક જર્મન શહેર
  • નંદી ‌હિલ્સ : વાદળોની પેલે પાર વસેલું ગિરિમથક
  • ત્સો મોરીરી : ટૂરિસ્ટ રડારની રેન્જ બહાર રહી ગયેલું લદ્દાખનું ‘છૂપું’ સરોવર

અંક નં. ૭

  • ઈન્ટરલેકનઃ ધરતીનું સ્વીર્ગ ગણાતા સ્વિટ્ઝરલૅન્ડનું સ્વંર્ગ
  • લક્ષ્મીવિલાસ પૅલેસઃ વડોદરાના સયાજીરાવની સવાસો વર્ષ પુરાણી વિરાસત
  • ડૂઅર્સઃ પ્રાકૃતિક સૌંદર્યથી ઝગમગતું બંગાળનું છૂપું રતન
  • આર્યન વેલીઃ મહાન સિકંદરની સેનાના વંશજોએ વસાવેલો લદ્દાખી ખીણપ્રદેશ
  • કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકાના ધબકતા શહેરમાં ૭૨ કલાક
ગેંડા જોવા કાઝિરંગા સુધી લાંબા થવાને બદલે ડૂઅર્સના ડોર ખોલવા જોઈએ..
  • મુન્નાઉ, દક્ષિણના કાશ્મીર તરીકે ઓળખાતું કેરળનું ગિરિમથક
  • કોલકાતાની ટ્રામઃ સવાસો વર્ષ પુરાણા ઇતિહાસના પાટે ટ્રાવેલ-કમ-ટાઇમટ્રાવેલ
  • કેદારનાથઃ હિમાલયનાં બર્ફીલા શિખરો વચ્ચે બિરાજમાન શિવજીનું ધામ

અંક નં. ૮

  • વેનિસઃ ઇટાલીની સોળસો વર્ષ પુરાણી કલાનગરી સાચે જ સમુદ્ર પર તરે છે?
  • માઉન્ટ એવરેસ્ટ ફ્લાઈટસીઇંગઃ સૌથી ઊંચા ‌શિખરની હવાઈયાત્રા
  • મેહરાનગઢઃ જોધપુરના જાજરમાન અને જાણીતા કિલ્લાની અજાણી વાતો
  • સુરુ ખીણઃ લદ્દાખની અલિપ્ત, અજાણી અને આહલાદક દુનિયા
વેનિસ વિશે વાયકા અને વાસ્તવિકતા
  • ઊટીની રૅક રેલવેઃ ટૂંકો પ્રવાસ લં…બા…વી…ને કરતી ટ્રેનની સુહાના સફર
  • કાઝા, કી, કિબ્બર, કનામોઃ હિમાચલની સ્પીતિ ઘાટીનાં આભૂષણો
  • કચ્છીનું સરહદી ગામ લખપતઃ જ્યાંની સૂની ગલીઓમાં સન્નાટાનું સંગીત ગુંજે છે
  • માયામીઃ Sea, Sun અને Funનો સમન્વય ધરાવતું ફ્લૉરિડાનું તટવર્તી શહેર

અંક નં. ૯

  • વૅલી ઑફ ફ્લાવર્સઃ દૂર તક નિગાહોં મેં હૈ ગુલ ખિલે હુએ
  • બુરાનો અને મુરાનોઃ અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી!
  • હવામાં ‘લટકતા’ સ્તંભ પર ઊભેલું લેપક્ષીનું વીરભદ્ર મંદિર
  • બંજી જમ્પિંગઃ યા હોમ કરીને પડો, ફતેહ છે આગે!
જૂનાગઢમાં આવેલો મહાબત મકબરો
  • કન્યાકુમારીઃ ત્રણ સમુદ્રોના ત્રિભેટે વસેલા ભારતના દક્ષિણતમ નગરનાં સાત સુપર સ્થંળો
  • ઝંસ્કાર ખીણઃ તાંબાની તાસકમાં કુદરતે સજાવેલો ‘છપ્પંન ભોગ’
  • મહાબત મકબરોઃ સમયે ભુલાવી દીધેલું જૂનાગઢનું બેનમૂન સ્થાપત્ય
  • ગ્રીનીચ પાર્કઃ લંડનની ભીડભાડથી દૂર નિરાંતનું (વર્લ્ડ-હેરિટેજ) સરનામું

અંક નં. ૧૦

  • મૈસુર પૅલેસઃ કણ કણમાં કળા!
  • ઑટોસ્ટાટઃ જગતના સૌથી મોટા carખાનાની મુલાકાતે
  • નાયાગરા ધોધઃ નહિ સૌથી મોટો, નહિ સૌથી ઊંચો, છતાં સૌથી લોકપ્રિય
  • મહેશ્વરઃ કેવું છે, ફિલ્મી રીલનું નહિ પણ ‌‌રિઅલ માહિષ્મતિ?
  • ફુકતલ મૉનેસ્ટ્રીઃ ગરુડના પહાડી માળા જેવો બૌદ્ધ મઠ
જિપ્સીના 7-8-9-10 નંબરના અંકો
  • કેદારકંઠઃ હિમાલયના બર્ફીલા શિખરનો શિયાળુ ટ્રેક
  • ચોમાસે કેરળ ભલું, તો કેરળમાં વયનાડ ભલું!
  • ઉડુપીઃ દક્ષિણ ભારતીય સ્વાદનું ગોત્ર અને ગંગોત્રી

આ તો લેખોનું લિસ્ટ થયું પણ દરેક અંકમાં મોટા કદમાં પથરાયેલા અને એટલું જ ઊંચુ રિઝોલ્યુશન તથા ગુણવત્તા ધરાવતા (વાચકોએ મોકલેલા) ફોટોગ્રાફ્સ, પ્રવાસીઓના પોતાના અનુભવોની રજૂઆત, મહાન મુસાફરોની ઓળખ, ટ્રેકિંગ ગાઈડ.. વગેરે વિભાગો પણ હોય જ છે. એનાથી પણ આગળ વધીને અંક માટે કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રવાસાનુભવ લખી મોકલી શકે છે, જો ગુણવત્તામાં ફીટ થતો હશે તો એને જિપ્સીમાં સ્થાન મળશે, એવી સૂચના પણ અંકમાં લખેલી જોવા મળે છે. અલબત્ત, એ બધુ જાણવા માટે પહેલા તો જિપ્સીનો અંક હાથમાં લેવો પડે…

(મોટાભાગની તસવીરો જિપ્સીની વેબસાઈટ-ફેસબૂક પેજ પરથી લેવાઈ છે)

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *