સંસ્કારી નગરી Vadodaraમાં ભૂખ લાગે તો ક્યાં જવું ?

 Vadodaraમાં ફરવા નીકળ્યા હોય અને ભૂખ લાગે તો નાસ્તા પાણી માટે કયા જવું ? વડોદરામાં ખાવાલાયક ઘણી વસ્તુ સહલાઈથી મળી રહે છે પણ એક વાર ખાધા પછી યાદ રહી જાય તેવા ફૂડ ઓપ્શન મર્યાદિત છે.

નિતુલ મોડાસિયા

એક તરફ વડોદરામાં ખાવા માટેની સૌથી વધુ ભીડ પિઝા હટ, મેકડૉનલડસ કેએફસી ઇત્યાદિ જેવી આંતરાષ્ટ્રીય ફ્રેન્ચાઇસમાં જોવા મળે છે જ્યારે બીજી તરફ વડોદરામાં ઘણી વાનગીઓ એવી પણ છે જે પાછલા ઘણા વર્ષોથી વડોદરવાસીઓ ના વિશલીસ્ટમાં સ્થાન ધરાવે છે.

વડોદરામાં બહારથી આવતા ખાવાના શોખીનને એક વાર મુલાકાત લેવા જેવી જગ્યાઓ કઈ છે ને ત્યાં જઈને શું ખાવું અને તે જગ્યાનું સરનામું શું છે તેની જાણકારી અહી આપવામાં આવી છે.

  • જય મહાકાળીનું સેવ ઉસળ

પ્રસિદ્ધ મહારાષ્ટ્રીયન ડિશ મિસળ પાવનું ગુજરાતી વર્ઝન એટલે સેવ ઉસળ. સેવ ઉસળ એટલે તીખા રસ્સામાં સેવ, ડુંગળી અને જરૂર મુજબ તીખાશ ભેળવી બન સાથે ખવાતી વાનગી. આ વાનગી સાંભળવામાં અને ખવામાં બનેમાં સાદી છે તેમ છતાં પાછલા ત્રીસ વર્ષથી આ વાનગી વડોદરવાસીઓને દાઢે વળગેલી છે. મહાકાળી સેવ ઉસળ વડોદરામાં 1988થી પોતાનું નામ ધરાવે છે. પેહલા લારી પર વેચાતું મહાકાળીનું સેવ ઉસળ હવે વડોદરામાં ઘણી દુકાને મળે છે.

મહાકાળી સેવ ઉસળની પ્રથમ દુકાન વડોદરાના સીટી વિસ્તારમાં છે જ્યારે તેની બ્રાન્ચ સમગ્ર વડોદરામાં છે. વડોદરામાં બીજા ઘણા ખોટા સેવ ઉસળ વાળા પણ છે જે મહાકાળીનું નામ ધંધો વધારવા માટે  ઉપિયોગ કરે છે. વડોદરામાં બીજા સેવ ઉસળ વાળા પણ છે જેમકે લાલભાઈનું સેવ ઉસળ , ચુલાનું સેવઉસળ વગેરે પણ સ્વાદમાં તે કોઈ મહાકાળીની તોલે આવે તેમ નથી.

સરનામું : માંડવી, વડોદરા, નવા કોર્ટની સામે , દિવાળીપૂરા

શ્રીરામ ટમ ટમ

શ્રીરામનું ટમ ટમ પણ વડોદરામાં સેવ ઉસળ જેટલુંજ પ્રખ્યાત છે. વિવિધ પ્રકારના ચેવડાને બારીક કાપેલા કચુંબર સાથે ભેળવી ઉપરથી લીંબૂ અને મસાલા છાંટી ટમ ટમ બનાવમાં આવે છે. સાંભળવામાં સાવ સાદી લાગતી આ વાનગી સ્વાદમાં પણ સાદી જ છે.

1947 માં સ્વ. શ્રીરામ દુર્ગા પ્રસાદ ગુપ્તાએ વડોદરાના ચોખંડી વિસ્તારમાં એક લારીમાં આ વાનગી વેચવાનું શરૂ કર્યું હતું. આજે એજ જગ્યા પર શ્રીરામ ટમ ટમ વાળાની દુકાન આવેલી છે. દુકાનની બહાર શ્રીરામ ગુપ્તાની લારીને પણ સાચવીને રાખવામાં આવી છે.

સરનામું : કંસારા પોળ , ચોખંડી

દુલીરામ પેંડાવાળા

મથુરના પ્રખ્યાત માવાના પેંડા તો સૌ કોઈએ ખાધા જ હશે. વડોદરામાં આ પેંડા ખાવા માટેનો સૌથી ઉત્તમ વિકલ્પ દુલીરામ પેંડાવાળા છે. 1864માં શહેરના રાવપુરા વિસ્તારની એક નાનકડી દુકાનથી દુલીરામ રાતનલાલ શર્માએ આ પેંડા વેચવાનું શરૂ કરેલું, ત્યારથી આજ સુધી આ પેંડા સૌના મનપસંદ છે.

દુલીરામ પેંડાવાળાને ત્યાં આજે પણ ઉત્તર ભારતીય રીત પ્રમાણે ખુલ્લામાં વિશાળ કડાઈમાં પેંડા બનાવમાં આવે છે. ઉત્સવનો દિવસ હોય કે પછી કોઈ અન્ય દિવસ હોય દુલીરામ પેંડાવાળાને ત્યાં ભીડ જોવા મળે છે.

સરનામું: ઉશાકિરણ એપાર્ટમેન્ટની સામે, રાવપુરા, GF-1, સોહા કોમ્પ્લેક્સ, ઓલ્ડ પાદરા રોડ

પ્યારેલાલની કચોરી

પ્યારેલાલની કચોરી તેના એક સરખા સ્વાદ માટે પાછલા 25 વર્ષોથી પસંદ કરવામાં આવે છે. આ કચોરીને પ્રસિદ્ધિ મંગળબજારમાં શોપિંગ માટે આવતા ખાવાના શોખીન દ્વારા મળી છે. આ કચોરી વડોદરામાં બીજે ક્યાંય નથી મળતી માટે પ્યારેલાલ કચોરીવાળાને ત્યાં દિવસભર ભીડ જોવા મળે છે.

સરનામું : મુનશીની ગલી, ન્યાયમંદિર પાસે, માંડવી

ભાઈ ભાઈ દાબેલી

વડોદરામાં વિવિધ સ્વાદ વાળી કચ્છી દાબેલી ખાવા માટેનો રસપ્રદ વિકલ્પ ભાઈ ભાઈ દાબેલીવાળા છે. આ ફૂડ સ્ટોલની શરૂઆત ભરતભાઈએ 1991માં કરી હતી. કચ્છી દાબેલીના વિવિધ સ્વાદવાળા ઓપ્શન માટે આ જગ્યાની મુલાકાત લેવા જેવી છે.

સરનામું : આર્યુવેદીક ત્રણ રસ્તા, માંડવી

મનમોહન સમોસા

વડોદરામાં સમોસાં માટેનું સૌથી ઉત્તમ વિકલ્પ મનમોહન સમોસા છે. વડોદરામાં ઘણી જગ્યા પર મનમોહન સમોસાની દુકાન આવેલી છે જેમાંએક જેવા સ્વાદના સમોસા મળે છે. મનમોહન સમોસાની દુકાન ઓલ્ડ પાદરા રોડ, માંજલપુર, અલકાપુરી વગેરે વિસ્તારમાં આવેલી છે.

ટેસ્ટી વડાપાવ 

વડોદરા ખાતે મુંબઈગરા વડાપાઉંને ગુજરાતી રીતે મસાલેદાર બનાવીને ખાવા માટેનું ઉત્તમ સરનામું ટેસ્ટી વડાપાઉં છે. ટેસ્ટી વડાપાઉં ખાતે મળતો ચીઝ બટર મસાલા વડાપાઉં એક વાર અચૂક પણે ખાવાલાયક છે. 

સરનામું: વ્રજ કોમ્પલેક્ષ, નિઝામપુરા 

રાત્રિ બજાર 

રાત્રિ બજાર પાછલા થોડા વર્ષોમાં વડોદરાવાસીઓની પસંદગીની જગ્યા બની ગઇ છે. રાત્રિ બજાર એક વિશાળ ફૂડ કોર્ટ છે જેમાં વિવિધ પ્રકારના ખાવાના વિકલ્પો મળી રહે છે. રાત્રિ બજારમાં મળતા જીની ઢોસા , મટકા બિરયાની અને ચાઇનીઝ ફૂડ ખૂબ પ્રસિદ્ધ છે. આ સિવાય પણ રાત્રિ બજારમાં છોલે ભટુરે, ફાલુદા, પંજાબી ફૂડ અને આઇસક્રીમ જેવા ઢગલાબંધ ફૂડ ઓપ્શન મળી રહે છે. 

સરનામું : L&T સર્કલ , કારેલીબાગ 

વડોદરામાં આ સિવાય પણ ઘણા ફૂડ ઓપ્શન છે પણ ઉપર જણાવામાં આવેલી જગ્યાઓ પર વડોદરા આવતા દરેક પ્રવાસીને એક વાત મુલાકાત લેવી જોઇએ. આ સિવાય વડોદરામાં જલારામ લસ્સી, ધ્રુવિનું ખમણ, રાજુ આમલેટ, ઋતુ આઇસક્રીમ, કિસ્મત કાઠિયાવાડી, જસ્સી દે પરાઠે, નાયલોન પાઉભાજી, સુધા સાઉથ ઇન્ડિયન વગેરે વિકલ્પો પણ હાજર છે પણ તેમની મુલાકાત ઓપ્શનલ રાખવી હોય તો પણ ચાલે. 

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *