
ઇતિહાસની મહાન મહિલા મુસાફરોની કથા
- waeaknzw
- April 22, 2020
જીન માટે એ સફર આસાન ન હતી. પોતાની છાતી છૂપાવવા માટે તેણે પુરુષના વસ્ત્રો એકદમ ટાઈટ કરીને પહેરવા પડતાં હતાં. કેબિન બહાર કામ વગર નીકળતી નહીં અને ફિલિબર્ટ સિવાય બીજા ખલાસીઓ સાથે કામ વગર વાત કરતા ન હતાં.
Read More
બિષ્ણુપુર : ભારતીય પિરામિડની સફર!
- waeaknzw
- April 21, 2020
એટલે જ બિષ્ણુપુરના રાસમંચને ભારતીય પિરામિડ કહેવામાં કશું ખોટું નથી. ઈજિપ્તના પિરામિડમાં પ્રવાસીઓ અંદર જઈ શકતાં નથી, પણ ભારતના પિરામિડમાં તો છેક કેન્દ્રિય ઓરડા સુધી પહોંચો તોય કોઈ ના પાડતું નથી.
Read More
અંકલ ટોમ્સ કેબિન : ગુલામીપ્રથા રદ કરનારી નવલકથા..
- waeaknzw
- April 18, 2020
ઓહો! ગુલામડીને વળી લાજશરમ કેવાં? એ તો બધા એ લોકોના ઢોંગ છે. જ્યાં સુધી શિક્ષાગૃહમાં એની આબરૃના કાંકરા ન થાય, ત્યાં સુધી એ ઠેકાણે નહીં આવે. આવી અભિમાની ગુલામડીઓને તો શિક્ષાગૃહના પુરુષો જ નરમઘેંશ જેવી બનાવવા માટે લાયક છે.
Read More
બુડા-પેસ્ટનો પ્રવાસ – 2
- waeaknzw
- April 16, 2020
બુડાપેસ્ટમા પહોંચ્યા પછી અડધા જ દિવસનો સમય હોય તો કરવા જેવો પ્રયોગ ‘ફ્રી બુડા વોકિંગ ટૂર’ છે. રોજ બપોરે 2 વાગ્યે સન્થારોમસાગ પાર્કમાંથી આ ટૂર શરૃ થાય છે.
Read More
બુડા-પેસ્ટનો પ્રવાસ – 1
- waeaknzw
- April 16, 2020
વિવિધ સામ્રાજ્ય અને સત્તાધિશોનું ભાગ રહી ચૂકેલું આ મહાનગર આજે ખુદ હંગેરી કરતાં મોટી ઓળખ ધરાવે છે. છે તો પાટનગર પણ તેની ઓળખ દેશ કરતાંય વધારે વ્યાપક બની ચૂકી છે. ડેન્યુબની રેતમાં રમી રહેલા એ નગરના જોવાં જેવાં કેટલાંક સ્થળોની વાત કરીએ…
Read More
અગ્નિકન્યા : મહાભારતમાં દ્રૌપદીનું મહત્વ શું?
- waeaknzw
- April 16, 2020
એવું કહેવાય છે કે દ્રોપદી ન હોત તો મહાભારત સર્જાયું ન હોત.. એ દ્રૌપદીની મહત્તા સાબિત કરતી નવલકથા ધ્રુવ ભટ્ટે 1988માં લખી હતી. મૂળભૂત રીતે મહાભારતમાંથી તારવેલો ઘટનાક્રમ છે, જે ધ્રુવ ભટ્ટે પોતાની સમર્થ લેખનશક્તિ વડે અતી રસપ્રદ રીતે રજૂ કર્યો છે.
Read More
લજ્જા સન્યાલ : ફિલ્મી હિરોઈન અને અસલી હિરોની કથા
- waeaknzw
- April 12, 2020
આ કથા વાંચતાં વાંચતા ખંડાલા, ભીમાશંકર, ખપોલી, પુના.. આસપાસનો ખીણ-જંગલ વિસ્તાર ફરવા મળે છે. એ પુસ્તકમાં ઊંડા ઉતરીએ અને કેટલાક વન-ટુ-થ્રી લાઈનર્સ જોઈએ..
Read More
નેચર પાર્ક : વડોદરા પાસેનું રસપ્રદ પિકનિક સ્પોટ
- waeaknzw
- April 12, 2020
આ પ્રકારના પાર્ક ગુજરાતમાં વધુ બનવા જોઈએ. કેમ કે એ સાહસવૃત્તિ, પ્રકૃતિની સમજ, પર્યાવરણ પ્રત્યે આદર, જંગલમાં રસ્તો શોધવાની સમજણ.. વગેરે અનેક ગુણોના વિકાસમાં મદદરૃપ થાય છે.
Read More
યુરોપિયન દેશ પોર્ટુગલનો પ્રવાસ
- waeaknzw
- April 4, 2020
દેશ નાનો છે, પરંતુ દુનિયા પર તેનો પ્રચંડ પ્રભાવ છે. કેમ કે બ્રિટિશરોની જેમ દુનિયાભરમાં હાક હતી એમ પોર્ટુગલે પણ ઘણો પ્રદેશ કબજે કર્યો હતો. માટે પોર્ટુગલ ઉપરાંત દુનિયાના બીજા આઠ દેશોની સત્તાવાર ભાષા પોર્ટુગિઝ છે.
Read More
મેઘાણીના પ્રવાસો અને માર્ગદર્શન : ‘અમારે સૌરાષ્ટ્ર જોવો છે, શી રીતે જોઈએ?’
- waeaknzw
- April 3, 2020
મેઘાણીએ ચેતવણી આપતા પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે જેમને એક જ અઠવાડીયામાં, નાનાં-મોટાં બાળકો સાથે, આરામદાયક રીતે, કન્ડેન્સ મિલ્કના ડબ્બા લઈને ફરવા જવું હોય એમને આ વર્ણનમાં કે આ સ્થળોમાં મજા નહીં પડે.
Read More
પાટણની પ્રભુતાઃ રાજધર્મ નિભાવતી નવલકથા
- waeaknzw
- April 3, 2020
પાટણની પ્રભુતા કે પછી પ્રસિદ્ધિના શિખરે બીરાજતી મુનશીની બીજી નવલકથાઓમાં એકથી એક ચડિયાતા પાત્રો, અત્યંત પ્રભાવક અને મહત્ત્વ ધરાવતા સ્ત્રી પાત્રો, મર્દાનગી આંટો લઈ ગઈ હોય એવા વીરપુરુષો, નાયગરા ધોધની ગતીએ વહેતો વાર્તાપ્રવાહ, સરળ છતાં સોંસરવા ઉતરે એવા શબ્દો અને નવલકથામાં હોવા જોઈએ એવા બધા જ તત્ત્વોનો સમન્વય એ બધું જ જોવા મળે છે.
Read More
ગાલાપાગોસ : ઉત્ક્રાંતિના અજાયબ ટાપુઓની પ્રવાસકથા
- waeaknzw
- April 1, 2020
યુરોપ-અમેરિકાના ઠંડા પ્રદેશોમાં વસતા લોકોના મનમાં એવી છાપ હોય છે કે મહાસાગરના આસમાની પાણી વચ્ચે સૂર્યપ્રકાશમાં નહાતા લીલાંછમ ટાપુઓ સ્વર્ગ જેવા સુંદર, શીતળ છતાં હુંફાળા હોય છે. આવી માન્યતાથી પ્રેરાઈને જર્મનીથી દાંતનો એક ડોક્ટર ફ્રિડરિક રિટર અહીં આવ્યો. અહીં આવીને તેણે એક ખેતર બનાવ્યું. પરંતુ જે ખેતરને તેણે સ્વર્ગનો બગીચો નામ આપ્યું હતું તેણે રિટરને સ્વર્ગ પણ ન આપ્યું અને શાંતિ પણ ન આપી. માત્ર મૃત્યુએ જ તેને છૂટકારો આપ્યો. જર્મન વિજ્ઞાની આઈબલે આ સ્વર્ગના બગીચાની મુલાકાત લીધી ત્યારે અહીં ખોડા તાડના ઝાડ જ હતાં. તેમાંથી પણ કેટલાંકનાં માથા વાવાઝોડામાં કપાઈ ગયાં હતાં.
Read More