શ્રેષ્ઠ શિકારકથાઓ : જરા આ દીપડાને શાળામાં મોકલો તો બાળકો તેને જુએ!
- waeaknzw
- June 3, 2020
બ્લોગમાં આપણે સાચી શિકારકથાઓની વાત લખી છે. આ એવું જ પુસ્તક છે, પણ નામ શ્રેષ્ઠ શિકારકથાઓ છે. અહીં લેખક પોતે શિકારી નથી, એટલે તેમણે કરેલા નહીં પણ જોયેલા-માણેલા શિકાર વર્ણવ્યા છે. શ્રેષ્ઠ શિકારકથાઓપ્રકાશક – પ્રકાશ સાહિત્ય ભંડાર, અમદાવાદકિંમત – રૃ.3.50 (1970ની આવૃત્તિની)પાનાં – 370 (બન્ને ભાગના) 1970ના અરસામાં એક સાથે બે એક સરખા નામ ધરાવતા […]
Read Moreસાચી શિકારકથાઓ : શિકારયુગના અનુભવો
- waeaknzw
- May 22, 2020
એક સમયે જંગલી પ્રાણીઓના શિકારની છૂટ હતી. શિકારની છૂટ હતી એટલે શિકારીઓ હતા અને શિકારીઓ હતા એટલે શિકારકથા પણ હતી. સાચી શિકારકથાના બે ભાગમાં લેખકે પોતાના શિકારાનુભાવો વર્ણવ્યા છે.
Read Moreઅઘોર જંગલના અઘોરી સાધુઓ
- waeaknzw
- May 22, 2020
સરેરાશ મનુષ્યને અગોચર વિશ્વમાં થોડો ઘણો રસ તો પડે જ. કનૈયાલાલ રામાનુજનું આ પુસ્તક પોતાના જંગલ પ્રવાસો દરમિયાનની કહી-સુની રજૂ કરે છે.
Read Moreજૂલે વર્નનું સર્જન : બલૂનમાં બેસીને આફ્રિકાની હવાઈ સફર
- waeaknzw
- May 19, 2020
અમે નીચે સહી કરનારા સહર્ષ જાહેર કરીએ છીએ કે નીચે દર્શાવેલી તારીખે, ગગનગોળાનાં-બલૂલનાં દોરડાં પકડીને ડોક્ટર ફરગ્યુસન અને તેના બંને વીર સાથીઓ રીચાર્ડ કેનેડી તથા જોસેફ વિલ્સનને સેનેગાલના પશ્ચિમ કિનારે ઊતરતાં પ્રત્યક્ષ નિહાળ્યા છે.
Read Moreઅંધસ્તાન : આંધળાના દેશમાં પહોંચેલા દેખતા માણસની કથા
- waeaknzw
- May 9, 2020
પછી એ જ્ઞાની પુરુષે કહ્યું – રાત બહુ વીતી ગઈ છે (એ લોકો દિવસને રાત કહેતા હતા) અને હવે સૂવાનો વખત થયો છે. દીકરા ભંભોટા, તને ઊંઘતા આવડે છે.
Read Moreટાઈમ મશીન : સમયની સફરે લઈ જતી કથા
- waeaknzw
- May 9, 2020
આ ટચૂકડા માનવીઓમાં તો સર્જનવૃત્તિનો છાંટોયે દેખાતો નહોતો. ક્યાં એ કોઈ દુકાન નહોતી, કારખાનું નહોતું, માલની આવજા નહોતી. એ લોકો એમનો બધો વખત હળવી રમતો રમવામાં, નહાવામાં, ક્રીડા કરવામાં, ફળો ખાવામાં ને ઊંઘવામાં વીતાવતા. એમનું જીવન કેવી રીતે ચાલતું હતું એની મને કંઈ ખબર જ પડી નહિ.
Read Moreઅંકલ ટોમ્સ કેબિન : ગુલામીપ્રથા રદ કરનારી નવલકથા..
- waeaknzw
- April 18, 2020
ઓહો! ગુલામડીને વળી લાજશરમ કેવાં? એ તો બધા એ લોકોના ઢોંગ છે. જ્યાં સુધી શિક્ષાગૃહમાં એની આબરૃના કાંકરા ન થાય, ત્યાં સુધી એ ઠેકાણે નહીં આવે. આવી અભિમાની ગુલામડીઓને તો શિક્ષાગૃહના પુરુષો જ નરમઘેંશ જેવી બનાવવા માટે લાયક છે.
Read Moreઅગ્નિકન્યા : મહાભારતમાં દ્રૌપદીનું મહત્વ શું?
- waeaknzw
- April 16, 2020
એવું કહેવાય છે કે દ્રોપદી ન હોત તો મહાભારત સર્જાયું ન હોત.. એ દ્રૌપદીની મહત્તા સાબિત કરતી નવલકથા ધ્રુવ ભટ્ટે 1988માં લખી હતી. મૂળભૂત રીતે મહાભારતમાંથી તારવેલો ઘટનાક્રમ છે, જે ધ્રુવ ભટ્ટે પોતાની સમર્થ લેખનશક્તિ વડે અતી રસપ્રદ રીતે રજૂ કર્યો છે.
Read Moreલજ્જા સન્યાલ : ફિલ્મી હિરોઈન અને અસલી હિરોની કથા
- waeaknzw
- April 12, 2020
આ કથા વાંચતાં વાંચતા ખંડાલા, ભીમાશંકર, ખપોલી, પુના.. આસપાસનો ખીણ-જંગલ વિસ્તાર ફરવા મળે છે. એ પુસ્તકમાં ઊંડા ઉતરીએ અને કેટલાક વન-ટુ-થ્રી લાઈનર્સ જોઈએ..
Read Moreમેઘાણીના પ્રવાસો અને માર્ગદર્શન : ‘અમારે સૌરાષ્ટ્ર જોવો છે, શી રીતે જોઈએ?’
- waeaknzw
- April 3, 2020
મેઘાણીએ ચેતવણી આપતા પ્રસ્તાવનામાં જ લખ્યું છે કે જેમને એક જ અઠવાડીયામાં, નાનાં-મોટાં બાળકો સાથે, આરામદાયક રીતે, કન્ડેન્સ મિલ્કના ડબ્બા લઈને ફરવા જવું હોય એમને આ વર્ણનમાં કે આ સ્થળોમાં મજા નહીં પડે.
Read Moreપાટણની પ્રભુતાઃ રાજધર્મ નિભાવતી નવલકથા
- waeaknzw
- April 3, 2020
પાટણની પ્રભુતા કે પછી પ્રસિદ્ધિના શિખરે બીરાજતી મુનશીની બીજી નવલકથાઓમાં એકથી એક ચડિયાતા પાત્રો, અત્યંત પ્રભાવક અને મહત્ત્વ ધરાવતા સ્ત્રી પાત્રો, મર્દાનગી આંટો લઈ ગઈ હોય એવા વીરપુરુષો, નાયગરા ધોધની ગતીએ વહેતો વાર્તાપ્રવાહ, સરળ છતાં સોંસરવા ઉતરે એવા શબ્દો અને નવલકથામાં હોવા જોઈએ એવા બધા જ તત્ત્વોનો સમન્વય એ બધું જ જોવા મળે છે.
Read Moreગાલાપાગોસ : ઉત્ક્રાંતિના અજાયબ ટાપુઓની પ્રવાસકથા
- waeaknzw
- April 1, 2020
યુરોપ-અમેરિકાના ઠંડા પ્રદેશોમાં વસતા લોકોના મનમાં એવી છાપ હોય છે કે મહાસાગરના આસમાની પાણી વચ્ચે સૂર્યપ્રકાશમાં નહાતા લીલાંછમ ટાપુઓ સ્વર્ગ જેવા સુંદર, શીતળ છતાં હુંફાળા હોય છે. આવી માન્યતાથી પ્રેરાઈને જર્મનીથી દાંતનો એક ડોક્ટર ફ્રિડરિક રિટર અહીં આવ્યો. અહીં આવીને તેણે એક ખેતર બનાવ્યું. પરંતુ જે ખેતરને તેણે સ્વર્ગનો બગીચો નામ આપ્યું હતું તેણે રિટરને સ્વર્ગ પણ ન આપ્યું અને શાંતિ પણ ન આપી. માત્ર મૃત્યુએ જ તેને છૂટકારો આપ્યો. જર્મન વિજ્ઞાની આઈબલે આ સ્વર્ગના બગીચાની મુલાકાત લીધી ત્યારે અહીં ખોડા તાડના ઝાડ જ હતાં. તેમાંથી પણ કેટલાંકનાં માથા વાવાઝોડામાં કપાઈ ગયાં હતાં.
Read Moreઆયનો : અરીસાની પેલે પાર ન દેખાતું કલ્પનીત જગત..
- waeaknzw
- March 31, 2020
‘આ એક નિશાની તેની બાકી રહી છે. અલબત્ત, આ કમરાનું રાચરચીલું તે જ વાપરતી, પરંતુ તેને સૌથી વધુ પ્રિય આ.. આયનો હતો…’ એમ.કે. સિંહે કહ્યું. સ્તબ્ધ બનીને અમે એ આયના તરફ જોઈ રહ્યા.
Read Moreકોન ટિકિ : વાંસના તરાપા પર મહાસાગર પાર કરનારા સાહસવીરોની સત્યકથા
- waeaknzw
- March 28, 2020
વિશ્વ આખું અંધકાર અને તારાઓનું જ બનેલું હતું – બીજી કોઈ ગહનતા એમાં નહોતી. એ ઘડી ઈસવીસન 1947ની હતી કે ઈસવીસન પૂર્વે 1947ની હતી, તેનું લેશમાત્ર મહત્ત્વ જણાતું નહિ.
Read Moreતિબેટના ભીતરમાં: અલૌકીક ભૂમિની સફરે..
- waeaknzw
- March 23, 2020
અને એક દિવસ ઉનાળાના આરંભની સત્તાવાર જાહેરાત થઈ, ને ગ્રીષ્મનાં વસ્ત્રો ધારણ કરવાનું ફરમાન પ્રજાને મળ્યું. શિયાળાની ટાઢમાં ચડાવેલાં ગોદડિયાં લૂગડાં મન ફાવે ત્યારે ઉતારી નાખવાની તિબેટીઓને છૂટ નહોતી.
Read More