Author: waeaknzw

Gujarati Travel writer.
RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ -3 : મંદિર છે કે જાનોરના રાજમહેલનું ભોંયરું!

જાપાન પ્રવાસ – ભાગ 3 ‘જૂઓ આ સીડીમાંથી અંદર ઉતરવાનું છે. થોડે આગળ ચાલ્યા પછી અંધકાર શરૃ થશે. મોબાઈલ કે બીજી કોઈ રીતે પ્રકાશ કરવાની છૂટ નથી. તમારો ડાબો હાથ દીવાલ સાથે અડાડતાં અડાડતાં ચાલવાનું. રસ્તામાં એક બારી આવશે એ બારી ખખડાવાની અને પછી ત્યાંથી આગળ વધી જવાનું…‘ જૂનાગઢમાં ઉપરકોટ નીચે કેટલાક ભોંયરા છે, આમ […]

Read More
BULLET TRAIN OF JAPAN
RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ -2 : શિન્કાનસેન – વેલકમ ટુ બુલેટ..

જાપાન પ્રવાસ – ભાગ 2 ઝડપને કારણે ટ્રેનનું નામ બુલેટ પડી ગયું, ભલે બુલેટ જેટલી તેની ઝડપ નથી હોતી. પરંતુ તેનું જાપાની નામ ‘શિન્કાનસેન’ છે. આ જાપાની શબ્દનો મતલબ ‘નવી મુખ્ય રેલવે લાઈન’ એવો થાય છે. જાપાનમાં શિન્કાનસેનનું નેટવર્ક પાવરફૂલ છે અને આખા દેશને એક સ્થળેથી બીજા સ્થળે પળવારમાં પહોંચાડવા સક્ષમ છે. જે કેટલાક ટાપુ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

જાપાન પ્રવાસ -1 : પિઝાના ભાવમાં વિઝા!

જાપાન પ્રવાસ – ભાગ 1 4 સપ્ટેમ્બર, 2018 ‘નારિતા એરપોર્ટ’, સમય સવારના સાડા સાત. ભારતમાં ત્યારે હજુ રાતના ચારેક વાગ્યા હતા. ‘જાપાન એરલાઈન્સ’ના ‘બોઈંગ 787-9બી’માંથી બહાર નીકળનારા મુસાફરોમાં સૌથી છેલ્લો હું હતો. દિલ્હીથી રવાના થયા પછી સવા આઠ કલાકે ટોકિયો પહોંચ્યા હતા. એ દરમિયાન મદદ કરનારા ક્રૂ મેમ્બર્સ સાથે જ હું બહાર નીકળ્યો. હકીકતે તો […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -9 – ‘માંડોવી એક્સપ્રેસ’ વગર ગોવા પ્રવાસ અધુરો ગણવો જોઈએ?

ગોવા રખડપટ્ટી પાછળ અમારો ઈરાદો માત્ર ગોવાના દરિયાકાંઠા-ચર્ચ-કિલ્લા જોવાનો ન હતો. એ ઉપરાંત કોંકણ પ્રદેશ પણ અમારે પગતળે કરવો હતો. એટલા માટે આવતાં-જતાં રેલવે સફર પસંદ કરી હતી. મુંબઈ-ગોવા વચ્ચે ઘણી ટ્રેન ચાલે છે, પણ એમાં માંડોવી એક્સપ્રેસ, નેત્રાવતી, કોંકણ કન્યા, દાદર-મડગાંવ પેસેન્જર.. વગેરે ટ્રેનો પ્રખ્યાત છે અને મુસાફરોમાં લોકપ્રિય પણ છે. સવારે નવેક વાગ્યે […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ – 8- એશિયાનું એકમાત્ર નેવલ એવિએશન મ્યુઝિયમ

બહારના ભાગે બોર્ડમાં લખેલું હતું, ‘એશિયાનું એકમાત્ર નેવલ એવિએશન મ્યુઝિયમ’. મ્યુઝિયમ હોવાની માહિતીથી અમે પ્રભાવિત થઈને ગોવાના છેવાડે આવેલા આ સ્થળ સુધી પહોંચ્યા હતા. એમાં વળી આ માહિતી વાંચી કે એશિયાનું એકમાત્ર છે એટલે અહોભાવનું પ્રમાણ ઊંચકાયુ. બહુ ઓછા પ્રવાસીઓ મ્યુઝિયમ સુધી જતાં હોય એ પછી ગોવા હોય કે ગંગટોક. ગોવામાં ઘણા મ્યુઝિયમ છે અને […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ – 7 : ડેથ હોલ – કહેના ક્યા ચાહતે હો, આસાન ભાષામેં કહો..

‘ડેથ હોલ…’ એવી સૂચના લખેલું બોર્ડ હતું. ઉપર છતમાં એક ચોરસ કાણું હતું. અમે તો કંઈ અસ્ત્ર-શસ્ત્રના નિષ્ણાત ન હતા એટલે પહેલી નજરે ખબર ન પડી. મનમાં વિચાર આવ્યો કે કહેના ક્યા ચાહતે હો, આસાન ભાષામેં કહો.. અહીં કોઈ ગાઈડ-બાઈડ ઉપલ્બધ ન હતા. બોર્ડની નીચે સૂચના લખી હતી એ વાંચી તો સમજાયુ કે કોઈ ઘૂસણખોર […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ – 6 -ગોવામાં સાંજ પડ્યે BAR સિવાય બહાર પણ રમઝટ બોલે છે..

સાંજ પડ્યે ગોવામાં એક અદૃશ્ય આફત ખડી થાય છે. એ આફતનો અનુભવ તો જ થાય જો તમે ચાલીને ક્યાંક જતા હો. મુખ્ય રોડ પર તો વાંધો ન આવે પરંતુ બાજુમાં ઉતરીને ક્યાંક જતાં હોઈએ તો આફતનો સામનો થયા વગર ન રહે. અમે પણ હોટેલથી જરા દૂર ઉતરીને ચાલીને જઈ રહ્યાં હતા. ત્યાં એ આફત આવી […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -5 : આજનું ગોવા એ ગઈકાલનું ગૌપુરી!

હોલિવૂડના સુપર સ્ટાર ટોમ હેન્ક્સની ફિલ્મ ‘દા વિન્ચી કોડ’ કે પછી ‘એન્જલ્સ એન્ડ ડિમન્સ’માં દર્શાવાય એવા ખિસ્ત્રી ધર્મના બાંધકામમાં અમે ગાઈડની પાછળ પાછળ આંટા મારી રહ્યાં હતા. પાઘડી પડી જાય એટલી ઊંચી છત જોઈને અચંબિત પણ થતાં હતા. ઊંચી દીવાલ અને છત પર બાઈબલની ગાથા કહેતા ચિત્રો, બન્ને બાજુ લાકડાનું કોતરકામ ધરાવતા કલાત્મ ઝરુખા, સામે […]

Read More
PERSONAL

ઉલ્ટા ચશ્માંના પાત્રોની ઉલટ તપાસ!

(ભાગ -4)  તારક મહેતા સિરિઝના અગાઉના ભાગમાં કેટલાક પાત્રો વિશે વાત કરી હતી. આ છેલ્લા ભાગમાં સિરિયલના બીજી કેટલાક મહત્ત્વના પાત્રોની વાત… મહેતા સાહેબ બનતા શૈલેશ લોઢાનું કામ ઊંચુ છે, એક્ટિંગ બહુ સારી કરે છે, જેઠાલાલના મિત્ર તરીકે ચોવીસે કલાક ખડે પગે રહે છે. એ મૂળભૂત રીતે કવિ છે. તારક મહેતાના મૂળ એટલે કે અસલ […]

Read More
PERSONAL

જેઠાલાલના બેડરૃમમાંથી રસોડામાં જવાય છે!

ભાગ-3 તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સિરિયલની કેટલીક આંતરીક વાતો, પડદાં પાછળની વાતો.. સિરિયલમાં કેટલીક ભૂલો પણ થતી હોય છે. શરૃઆતમાં ઘણા વર્ષો સુધી જેઠાલાલનું રસોડુ એવુ હતુ કે બેડરૃમમાં થઈને ત્યાં જવાતુ હતું!  પણ એમાં એક વખત ગરબડ થઈ હતી. એક એપિસોડમાં જેઠાલાલને ત્યાં મહેતા જમવા આવે અને દયા તેને જમાડવાની ના પાડે એ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -4 – ખોટી હોહો કર્યા વગર ‘હોહો બસ’માં ચડી જવું..

ભાગ- 4 ટેક્સીને કારણે ગોવાની મોંઘવારી મગજમાં નશાની માફક ચડી ગઈ હતી. એટલે અમને કોઈ કંઈ સસ્તુ બતાવે તો પહેલા તો એ વાત બનાવટી લાગતી. જેમ કે ગોવામાં આખો દિવસ કઈ રીતે ફરવું તેનું આયોજન કરતાં હતા ત્યાં ‘હોપ ઓન, હોપ ઓફ (હોહો)’ બસની વેબસાઈટ જોવા મળી. એમાં વિવિધ પ્રકારની આખા દિવસની સફરના રૃપિયા 300થી […]

Read More
PERSONAL

ગોકુલધામ સોસાયટીનું મેન્ટેનન્સ કેટલું છે?

તારક મહેતા પોતે પોતાની લેખમાળા પરથી બનેલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સબ ટીવી પર જોતા ત્યારે કેવું લાગતું હતુ તેની વાત પ્રથમ અંકમાં કરી. આ વખતે સિરિયલની કેટલીક રસપ્રદ વાતો જાણીએ.. સિરિયલમાં ઘણી વખત માથાકૂટનું કારણ મેન્ટેનન્સનો ચેક બન્યો છે. ભીડે-જેઠાલાલ વચ્ચે નિયમિત રીતે આ મુદ્દે ચકમક ઝરતી રહે છે. દિલીપ જોશી (જેઠાલાલ) […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -3 : ટેક્સી-ચાલકમાં અમને શયલોકના દર્શન થયા

ભાગ-3 (બીજા ભાગની લિન્ક) ગોવા જનારા સૌ કોઈને ત્યાંના દરિયાકાંઠા, બિયર-ડ્રિંક્સ, પાર્ટી-શાર્ટી યાદ રહ્યા હોય કે ન હોય.. પણ ટેક્સી ચાલક (જો ભાડું પોતે ચૂકવ્યું હોય તો) અચૂક યાદ રહી ગયા હશે. ગોવાના વખાણ કરતાં ન થાકતાં લોકો ટેક્સીની ગરબડ વિશે ચેતવણી આપવાનું ભૂલી જાય છે!              શેક્સપિયરના જગવિખ્યાત નાટક ‘ધ મર્ચન્ટ ઓફ વેનિસ’માં વેપારી શયલોકની […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -2 : અચાનક અમે બ્લેકહોલમાં પ્રવેશ્યા!

ભાગ-2 (પહેલા ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=684) બ્રહ્માંડમાં કોઈ પરગ્રહ પર રોકેટ અસાધારણ ઝડપે આગળ વધી રહ્યું હોય અને અચાનક બ્લેક હોલમાં પ્રવેશે ત્યારે ચો-તરફ કેવો અંધકાર છવાઈ જતો હશે? એવો પ્રવાસ તો કોઈએ કર્યો નથી એટલે ખબર નથી, પરંતુ એવી સ્થિતિનો થોડો અનુભવ અમને થયો જ્યારે 80-90 કિલોમીટરની ઝડપે આગળ વધતી ટ્રેન અચાનક ટનલમાં પ્રવેશી.. એ જ […]

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગોવામાં ગરબડ -1 : ટ્રેન ક્યા પ્લેટફોર્મ પર આવશે?

ગોવા જવું પણ વાયા કોંકણ થઈને… જેથી જગવિખ્યાત કોંકણ રેલવેની કમાલ જોઈ શકાય અને કોંકણ પ્રદેશના સૌંદર્યનું પાન પણ થઈ શકે. એટલે ગોવા જવા માટે ટ્રેન સફર પસંદ કરી હતી. એટલે અમે ટ્રેન સમયે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી ગયા. 23 જુલાઈ, 2018 ગાંધીધામથી શરૃ થઈને દક્ષિણમા છેક તિરૃનેલવેલી પહોંચતી ટ્રેન અમે પસંદ કરી હતી. […]

Read More
PERSONAL

તારક મહેતા સિરિયલ જોતાં ત્યારે તેમને કેવું લાગતું?

ભાગ-1 તારક મહેતાની લેખમાળા પરથી બનેલી હિન્દી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ હવે દસ વર્ષ પૂરાં કરી ચૂકી છે. સૌથી લાંબી ચાલનારી કોમેડી સિરિયલ તરીકેનો વિક્રમ પણ તેણે નોંધાવ્યો છે. નાની-મોટી મર્યાદા છતાં મને એ સિરિયલ ઘણી ગમે છે. તેની કેટલીક વાતો.. લાંબા ઓરડાના એક છેડે વિશાળ સ્ક્રીનવાળું ટીવી, ટીવી યુનિટના નાના-મોટા ખાનાં, બાજુમાં […]

Read More