Month: April 2019

FOOD4EAT/અન્નજળપાણી

ઘાસ એટલે કે વાંસ પણ ખાઈશું…

વાંસના ગોળ ચકતા આખુ વર્ષ નરમ રહે છે, માટે દાંત વડે કટકો કાપીને ખાવાની અનોખી મજા છે. એનું શબ્દોમાં વર્ણન કરવુ મુશ્કેલ છે, ખાવાનો અનુભવ હોય એ જ મજા સમજી શકે. ભારતમાં કેટલાક વિશિષ્ટ અથાણા બને છે, તેમાં બેશક વાંસના અથાણાનો સમાવેશ થાય છે.

Read More
FOOD4EAT/અન્નજળપાણી

કર્ણાવતી દાબેલી : શાખા વગરનું ભોજન!

કર્ણાવતીમાં દાબેલી ગરમ કરવામાં આવતી નથી, એટલે ઓઈલ કે બટરની જફા (અને એ નામે લેવાતો ભાવ તફાવત) નીકળી જાય છે. દાબેલી કચ્છની વાનગી છે અને કચ્છમાં પણ ઘણા સ્થળોએ દાબેલી ગરમ કર્યા વગર જ અપાય છે. એ જ કદાચ એનો અસલ સ્વાદ છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

કૈલાસ પર્વતઃ સીંધી ભોજનનું અમદાવાદી સરનામું

રેસ્ટાંરાની વેબસાઈટ પર લખ્યા પ્રમાણે ભાગલા વખતે પાકિસ્તાનમાંથી આવેલા મુલચંદાણી ભાઈઓ પહેલા મુંબઈના રસ્તા પર પાણીપૂરી વેંચતા હતા અને તેમાંથી આ રેસ્ટોરાં સહિતનું સામ્રાજ્ય ઉભું થયુ છે. સિંધી રોટી એવો વિકલ્પ શા માટે છે, એ પણ તેના માલિકોની અટક જોયા પછી સમજાયું. જોકે વેબસાઈટ પર લખ્યું કે અમારો ભાવ રિજનેબલ છે, એ વાત કદાચ સાચી ન પણ લાગે. કેમ કે બે જણાનું પેટ ભરાશે ત્યાં બીલ આઠસો-હજારને આંબી જશે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

ગીરમાં સિંહ સિવાય શું જોવું?

સાથે સાથે જંગલની ધૂળ ઉડશે તેની પણ તૈયારી રાખવી પડશે. એ બધી દડમજલ કર્યા પછી કનકાઈ અથવા બાણેજ પહોંચી શકાય છે અને ગીરનું જંગલ કેવું છે, તેનો અનુભવ લઈ શકાય છે. પરંતુ ગીરને ઓળખવા માંગતા હોય તો આ રસ્તેથી અચૂક પસાર થવું જોઈએ.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સિંહ દર્શન માટે શું કરવું પડે? – ભાગ-2

સાસણ અને બે સફારી પાર્કની ભવ્ય સફળતા પછી સરકાર હવે ચોથો સિંહ દર્શન પોઈન્ટ ઉભો કરી રહી છે. જૂનાગઢને અડીને આવેલા ગિરનારના જંગલમાં બે ડઝન સિંહો રહે છે. જૂનાગઢના ભવનાથ કે પછી બિલખા રોડ વિસ્તારમાં તો રાતે અનેક વખત સિંહ જોવા મળે જ છે. માટે વધુ એક લાયન સફારીનું આયોજન જૂનાગઢમાં પણ થઈ રહ્યું છે.

Read More
RAKHADPATTI/પ્રવાસકથા

સિંહ દર્શન માટે શું કરવું પડે? – ભાગ-1

સાસણમાં આવેલી વનખાતાની મુખ્ય ઓફિસેથી રોજ 3 વખત સિંહ દર્શન માટે પ્રવાસીઓને જિપ્સી દ્વારા વનમાં લઈ જવાય છે. સવારના 6થી 9, 8-30થી 11-30 અને બપોર પછી 3થી 6 એમ સમયના 3 વિકલ્પ મળે છે. સરકારે બનાવેલી સત્તાવાર વેબસાઈટ http://girlion.in પરથી ઓનલાઈન એડવાન્સ બૂકિંગ કરાવી શકાય છે.

Read More