જેસાજી અને વેજાજી રહેતા હતા એ મહેલ દિવસે કોઈને દેખાતો ન હતો : આજે પણ ત્યાં અવશેષો છે કોઈ બાંધકામ નથી-2

ખાંભા પાસે ‘વેલજ કોઠો’ નામની જગ્યા આવેલી છે. જગ્યા જંગલ વચ્ચે છે, એટલે કોઈએ એના વિશે સાંભળ્યુ ન હોય કે ત્યાં ગયા ન હોય એ સ્વાભિવક છે. સાડા પાંચસો વર્ષ પહેલા ત્યાં જેસાજી-વેજાજી નામના બહારવટિયા રહેતા હતા. તેની પ્રાથમિક વાત પહેલા ભાગમાં કરી. હવે એ વેજલ કોઠે પહોંચ્યા પછીની સ્થિતિ..

બહારવટિયા રહેતા હતા એ વેજલ કોઠે હવે આવું નાનકડું બાંધકામ જ બચ્યું છે.

મેઘાણીએ મુલાકાત લીધી એ પછી અમે ગયા એ વચ્ચે ઓછામાં ઓછા આઠ દાયકા પસાર થયા હશે, પણ આજેય મેઘાણીએ વર્ણન કર્યું એવું જ અડાબીડ એ સ્થળ છે. જોઈને અમને પહેલો વિચાર એ જ આવ્યો કે અહીં કોઈ ન આવી શકે અને આવી જગ્યાએ બહારવટિયા જ રહી શકે. દૂર નદીના કાંઠે મગર આરામ કરતા હતા. પાવરાવાટ કઈ હોય એ તો હવે ખબર નથી પડતી પણ સાવધાનીપૂર્વક ઢાળ ઉતરીને અમે ત્રિવેણી સંગમના એ પાણીથી હાથ-મોઢા ધોયા.

પણ મૂળ સવાલ એ હતો કે બહારવટિયાઓ જ્યાં રહેતા હતા એ કોઠો (કિલ્લા જેવું મકાન) ક્યાં છે? મેઘાણીને પણ એ વખતે કોઠો મળ્યો ન હતો. હવે આજે તો મંદિર સિવાય ત્યાં કોઈ બાંધકામ નથી, પરંતુ થોડા જૂનવાણી પથ્થર પડ્યા છે. અહીં કોઠો હશે કે કેમ એ ખબર નથી, હવે તો ત્યાં ઉત્ખન્ન થાય તો જ જાણકારી મળી શકે. અત્યારે સમગ્ર વિસ્તાર વન વિભાગ હેઠળ આવે છે અને ઘણો અંદર છે. માટે ત્યાં કોઈ પણ જાતની બાંધકામ પ્રવૃત્તિ વન્યસૃષ્ટિ માટે નુકસાનકારક છે.

વેજલ માતાજીનું મંદિર, બાજુમાં નાનકડું ઢાળીયું.

દશરથભાઈએ માહિતી આપી કે એક સમયે આ મંદિર સુધી સરળતાથી આવી શકાતુ હતુ. પછી વન વિસ્તાર વધતો ગયો એટલા વનખાતાએ પ્રતિબંધ મુકી દીધો. હવે અમારા જેવા કોઈ રડ્યા ખડ્યા પ્રવાસી, વન અધિકારીઓ અને ક્યારેક કોઈ ભક્તો આવી ચડે છે.

ત્યાં જે ખડક છે, તેમાં એક પ્રકારનો ગુંદર જામે છે. એ ગુંદરનું જાણીતું નામ શિલાજીત (શીલા પર ઉગતો ગુંદર) છે. કોઈ મનુષ્ય એ પાડી શકે એમ નથી, કેમ કે એવી કપરી જગ્યાએ ઉગે છે. વાંદરાઓ જ તેમને ખાઈ જતા હશે.

ભેખડ સીધી હોવાથી પાણી સુધી પહોંચવુ આજે પણ મુશ્કેલ છે. પાણીમાં વળી મગરનો વાસ છે.

આ વેજલ કોઠા પર અડધો-પોણો કલાક રહ્યા, આમ તેમ ફર્યા, નદીની ભેખડ પર ઘડીક આરામ કરીને પરત નીકળ્યા. એ પછી તેના વિશે સમયાંતરમાં લખ્યું પણ ખરું. ઘણા સમય પછી યોગાનુયોગ એવો સર્જાયો કે છેલ્લા બહારવટિયા રામ વાળા સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાલ લેવાની તક આવી..

વેજલ કોઠો 3 નદીથી ઘેરાયેલો છે. અમુકમાં પાણી હોય, અમુક ખાલી. નદીના ખાલી પટમાં અમારી આકૃત્તિ કેવડી નાની દેખાય છે..

ભજન-લોકસાહિત્ય એ મારા રસનો વિષય છે. એક દિવસ ભીખુદાન ગઢવીને સાંભળતો હતો. રામ વાળાની વાત આવી. એમાં એમણે કહ્યું કે રામ વાળો જ્યાં મરાયો એ સ્થળ આજે પણ જૂનાગઢ પાસે જંગલમાં આવેલી બોરદેવીની જગ્યા નજીક છે. મને એ જગ્યામાં રસ પડ્યો. રસ તો જ સંતોષાઈ શકે જો એ સ્થળની મુલકાત લેવામાં આવે.. એ વાત હવે પછીના ભાગમાં..

waeaknzw

Gujarati Travel writer.

2 thoughts on “જેસાજી અને વેજાજી રહેતા હતા એ મહેલ દિવસે કોઈને દેખાતો ન હતો : આજે પણ ત્યાં અવશેષો છે કોઈ બાંધકામ નથી-2

  1. Vejal kotho haji aana thi 400mtr Chhe bhaila hu zai avelu su ne darek baharvatiya na rehthan zoyela che, vaha dhor jodho manek ne andar root ma jodha manek ni ambli pan, vajit panat no kotho pan ne Ghana badha sthalo pratyanx zoyela che, tame gya e 99%,loko zay ne ene sacho kotho mane se pan ue nathi upar bhekhad thi pono bhag dhankayelo. Se Na Tyan besalt stone na khadk che ne Tyan plinth paya beu se, ne khbaro darvaja baju thi upar chad anu hatu tamara, pan khun aaabhar ke tane prayatna karyo ne jamino dhado no panchal pan baharvatiya na rehthan, Barra dungar na dark rehthan zoya che e uprant angrej sarkar suran foela rahethano pan zoya che dada na ek ek. Sthal. Farela se ame hali ne bas vejal kotho haji sans rana ma Chhe, ne Tyan bhajan yad se ne mohan ranj na rasiya….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *