કાળયંત્ર : ધ ટાઈમ મશીનનો અનુવાદ

એચ.જી.વેલ્સની જગવિખ્યાત વિજ્ઞાન કથા ધ ટાઈમ મશીનના ગુજરાતીમાં ઓછામાં ઓછાં બે અનુવાદ થયા છે. રમણલાલ સોનીએ ‘વિજ્ઞાનબાબુ’ના નામે કર્યો છે, તો પ્રેમનાથ મહેતાએ ‘કાળયંત્ર’ નામે કર્યો છે.

ધ ટાઈમ મશીન- કાળયંત્ર
અનુવાદ- પ્રેમનાથ મહેતા
પ્રકાશક – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
પાનાં -૧૩૮
કિંમત – ૬૦ (૨૦૦૪)

ટાઈમ ટ્રાવેલ એટલે કે ભૂતકાળ કે ભવિષ્યકાળની સફરે લઈ જતી વેલ્સની વાર્તા ગુજરાતીમાં યશવંત મહેતાના મોટા ભાઈ પ્રેમનાથ મહેતાએ કાળયંત્રના નામે રજૂ કરી છે. તેના કેટલાક અંશની મજા લઈએ…

  • કાળરાત્રી હસ્યો : “દોસ્ત ! મારી નવી શોધનો એ જ વિષય છે. મારું કહેવું એમ છે કે આપણે કાળમાં યાત્રા ન કરી શકીએ. બસ, એ જ ભૂલ છે. જેમ સાધારણ માનવી વધુમાં વધુ છ ફૂટ ઊંચે કૂદી શકતો, પરંતુ હાલ માનવી બલૂનમાં ખૂબ ઊંચે જઈ શકે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને તે આ રીતે નાથી શક્યો છે. એવી જ રીતે તે કાળ-પરિમાણને નહિ ખૂબ વધારે ગતિ કરી ભવિષ્યમાં પહોંચી જાય… અથવા ઊલટું ભૂતકાળમાં જઈ શકે, એવું ન બને? 
  • મનોવૈજ્ઞાનિકને પણ મજા આવી ગઈ હતી. બોલ્યો એવું યંત્ર બને તો બનાવોને તે પ્રત્યક્ષ જોઈ આવે. જેમ કે, પાણીપતનું યુદ્ધ. ગપ્પાબાજી માટે શક્યતા જ ન રહે…
  • મહાશય ! એ સમયે તો સામ્યવાદી સમાજ આવી ગયો હોય… તમારા અબજો રૂપિયા તમને ભોગવવા કોણ દે?”
  • કાળયંત્રનો નમૂનો ખરેખરની ભવિષ્યની યાત્રાએ ઉપડી ગયો હતો.
  • ત્યારે મનોવૈજ્ઞાનિક તેનું ભેજું સલામત છે એવું બતાવવા સિગારેટ સળગાવતા લાગ્યો. પરંતુ તેણે સિગારેટ ઊંધી મોંમાં ઘાલી દીધી! એટલી હદે તે દંગ હતો!
  • પહેલા મને જમવા દો. મારા લોહીમાં થોડું પેપટોન ભળે નહિ, ત્યાં સુધી એક પણ અક્ષર જણાવીશ નહીં.
  • મારા મનમાં વિચાર આવી ગયો, શું આ લોકો સાવ બોઘા હશે ? આઠ લાખ વર્ષ પછીની દુનિયામાં આવી પહોંચેલા મને તો એમ હતું કે માનવી ખૂબ જ જ્ઞાની, સંસ્કારી અને બુદ્ધિમાન બની ગયેલો મળશે.
  • એક ટેકરી પર ચડી મેં આઠ લાખ વર્ષ પછીના નદી વિસ્તાર પર નજર કરી, અને એ બાજુ ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં હું ચારે બાજુ બારીક નિરીક્ષણ કરતા જતો હતો. કેમ કે આ દુનિયાની ભંગાર હાલતમાં કારણો મારે જાણવા હતાં.
  • પછી મને ખ્યાલ આવ્યો કે મારા હાથમાં સળગતી દીવાસળી જોઈ તે ગભરાઈ ગયા હતા. કેમ કે તેમને દીવાસળી જેવી વસ્તુ હોઈ શકે તેનો ખ્યાલ પણ નહોતો.
  • આ લોકો માનવીના અંતિમ સંસ્કાર કેવી રીતે કરતા હશે તે જાણવામાં મને ખૂબ તકલીફ પડી. કેમકે કયાંય કબ્રસ્તાન કે કબ્રનું નામોનિશાન પણ જોવા ન મળ્યું.
  • મેં નજર ફેરવી, અને જે ખડકને મેં લાલ રંગનો મોટો ગંજ માની લીધો હતો તે ધીરે ધીરે મારી તરફ ખસી રહ્યો હતો. એ ગંજ ખડકોનો નહોતો. એ મોટું કરચલા જેવા આકારનું પ્રાણી હતું!

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *