પ્રવાસન સ્થળોએ ઈલેક્ટ્રિક ચાર્જિંગ માટે Tata Power અને amã Stays & Trailsનું જોડાણ

electric vehicle charging

પ્રવાસન સતત વધી રહ્યું છે. સાથે સાથે પર્યાવરણની પણ ચિંતા કરવાની છે. ટાટા કંપનીએ ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં ઉતાર્યા પછી ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની ઝુંબેશ આદરી છે. એ માટે કંપનીએ amã Stays & Trails નામની હોમ-સ્ટે કંપની સાથે જોડાણ કર્યું છે. આ કંપની દેશના અનેક રાજ્યોમાં હોમ-સ્ટે સુવિધા ધરાવે છે. ત્યાં ઈલેક્ટ્રિક વાહનો લઈને જવાનું થાય તો ચાર્જ ક્યાં કરવા? એ સમસ્યા ઉભી ન થાય એટલા માટે ટાટાએ હવે ત્યાં જ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવાની શરૃઆત કરી દીધી છે.

શરૃઆતમાં 11 સ્થળોએ આવેલા 30 વધારે હોમ-સ્ટેમાં ઈલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ ફીટ કરી દીધા છે. માટે ત્યાં જનારા પ્રવાસીઓને ચાર્જિંગની ચિંતા રહેશે નહીં. આ જોડાણ અંતર્ગત ટાટા પાવર ઇઝેડ ચાર્જઆમા સ્ટેસ એન્ડ ટ્રેલ્સ હોમસ્ટેઝમાં મહેમાનો માટે ઇવી ચાર્જર્સ સ્થાપિત કર્યા છે, જે તેમને તેમના ઇલેક્ટ્રિક વાહનો સરળતાપૂર્વક રિચાર્જ કરવાની સુવિધા આપે છે. મહેમાનો તેમના હોમસ્ટેની સુવિધાની અંદર ટાટા પાવરના વિશ્વસનિય અને ચિંતામુક્ત ઇવી ચાર્જિંગ પોઇન્ટનો લાભ મેળવી શકશે, તેમના ઇલેક્ટ્રિક વાહનોમાં વેકેશન મેળવવા પ્રોત્સાહન આપશે અને આમા સ્ટેઝ એન્ડ ટ્રેલ્સ સાથે રોમાંચક, સુંદર અને રમણીય સ્થાનોની મુલાકાત લેવા પ્રેરિત થશે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *