Travel / ફરવા માટે દુનિયાના સૌથી મોંઘા દેશો ક્યા છે? 7 દેશોનું લિસ્ટ જૂઓ

Travel

સમયની સાથે સાથે મોંઘવારી પણ વધી રહી છે. ઘરના ભાડા, વિજળી, રેશન, પાણી વગેરે જીવન જરુરિયાતની વસ્તુઓની કિંમ કુદકે ને ભુસકે વધી રહી છે. જેની સીધી અસર આપણા બધાના જીવન પર પડે છે. ત્યારે આજે દુનિયાના એવા દેશો વિશે વાત કરવી છે કે જ્યાં રહેવાનો ખર્ચ ઘણો વધારે છે. આ દેશોની ગણતરી રહેવા માટે દુનિયાના સૌથી મોંઘા દેશોમાં થાય છે. બીજી ખાસ વાત એ છે કે આ દેશો પ્રવાસનની દ્રષ્ટિએ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દુનિયાભરના લાખો લોકો ત્યાં દર વર્ષે ફરવા માટે જાય છે. આ દેશોની અંદર પણ એવા હજારો લોકો અને પરિવારો છે કે જેમને જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. ત્યારે આવો જાણીએ દુનિયાના આવા સાત દેશો વિશે……

7. બહામાસ

બહામાસ ઉત્તર અમેરિકામાં આવેલો એક દેશ છે. જે ટાપુઓ અને દ્વિપના સમુહોથી બન્યો છે. હવે ટાપુ પર રહેવાના શોખ અને વૈભવની પોતાની કિંમત હોય છે. બહામાસ પર લગભગ તમામ સામાનની આયાત કરવામાં આવે છે. જેના કારણે જીવન જરુરિયાતની તમામ વસ્તુઓની કિંમત અધધ કહી શકાય તેટલી હોય છે.

  • Paradise Island
  • Pink Sands Beach
  • Harbor Island
  • Pig Beach
  • Exuma Cays Land and Sea Park
  • Atlantis Bahamas
  • Nassau
  • Castaway Cay
  • Staniel Cay
  • Diving and Fishing on Andros Island
  • Grand Bahama Island
  • Little San Salvador Island

6. ડેન્માર્ક

યુરોપિયન દેશ ડેન્માર્ક એવા લોકો માટે નથી કે જેઓ પ્રવાસ સમયે સસ્તામાં રહેવાનું શોધતા હોય છે. અહીંની હોટેલોમાં જમવાનું ઘણું મોંઘુ હોય છે. ત્યાંની સામાન્ય ગણાતી હોટેલમાં બે લોકોના જમવાનો ખર્ચ લગભગ 600 ડેનિશ ક્રોન એટલે કે 6800 રુપિયા થાય છે. તો ડેન્માર્કની રાજધાની કોપેનહેગનનો સમાવેશ વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં થાય છે.

  • Tivoli Gardens
  • Christiansborg Palace
  • Nyhavn
  • National Museum of Denmark
  • Frederiksborg Palace and the Museum of National History
  • LEGO House
  • Oresund Bridge
  • Lyngby Open-Air Museum
  • Kronborg Slot
  • Egeskov Castle
  • Hans Christian Andersen Museum
  • Viking Ship Museum
  • Den Gamle By
  • The Round Tower

5. લક્ઝેમબર્ગ

https://twitter.com/luxembourginfo/status/1426121514152349703

ફ્રાન્સ અને જર્મનીને અડીને આવેલા આ નાનકડા દેશની ખરીદશક્તિ ઘણી વધારે છે. લક્ઝેમબર્ગમાં વિશ્વની મોટી બેંકો તેમજ આંતરરાષ્ટ્રીય નાણાકિય સંસ્થાઓ આવેલી છે. જેના કારણે અહીં હોટેલો, રેસ્ટોરન્ટ અને બાર પણ આવેલા છે. જો કે તેમાં મળતી વસ્તુઓનો ભાવ ઘણો વધારે હોય છે. જેના કારણે કેટલાય લોકો એવા છે કે જે પડોશી દેશ ફ્રાન્સમાં જઇને ખરીદી કરે છે. કારણ કે દૂધથી માંડીને અન્ય તમામ જીવન જરુરિયાતની વસ્તુઓ લક્ઝેમબર્ગ કરતા ફ્રાંસમાં સસ્તી મળે છે.

  • The Old Quarter of Luxembourg City
  • National Museum of History and Art
  • The Bock Casements
  • Grand Ducal Palace
  • Bourscheid Castle
  • The Walls of the Corniche
  • Place Guillaume II
  • Berdorf
  • Upper Sûre Natural Park
  • Grand Duke Jean Museum of Modern Art
  • Echternach and its Benedictine Abbey
  • The Luxembourg Ardennes
  • Walferdange and its Castle
  • Notre-Dame Cathedral

4. નોર્વે

પોતાના મ્યુઝિયમ અને સંગ્રહાલયોના કારણે પ્રસિદ્ધ યુરોપિયન દેશ નોર્વે હંમેશા દુનિયાના સૌથી મોંઘા દેશોની યાદીમાં ટોચ પર રહ્યો છે. તો પ્રવાસીઓ માટે પણ આ દેશ લોકપ્રિય છે. નોર્વેમાં વેટની દર 25 ટકા છે, જેના કારણે અહીં મળતી તમામ વસ્તુઓ મોંઘી છે.

  • Viking Ship Museum
  • The Vigeland Park
  • Geirangerfjord
  • Pulpit Rock
  • Scenic Rail Routes
  • Tromsø’s Arctic Museums
  • Lofoten
  • Atlantic Ocean Road
  • Jotunheimen
  • Akershus Fortress
  • Bryggen
  • Vigeland Sculpture Park, Oslo
  • Lillehammer

3. આઇસલેન્ડ

એટલાન્ટિક દેશ આઇસલેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી વર્લ્ડ ટુરિઝમમાં આગળ રહ્યો છે. ખાસ કરીને ટ્રાવેલ બ્લોગર અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આ નવું સરનામુ છે. આઇસલેન્ડમાં રહેવાનો ખર્ચ ઘણો વધારે છે, કારણ કે ત્યાં રેશન ઘણું મોંઘુ મળે છે.

જોવા જેવા મુખ્ય સ્થળો

  • Blue Lagoon Iceland
  • The Northern Lights, Aurora Borealis
  • Gullfoss Falls
  • Thingvellir National Park
  • Landmannalaugar Nature Reserve
  • Maelifell Volcano & Myrdalsjökull  Glacier Park
  • Whale Watching, Reykjavik
  • Spectacular Geysers
  • Askja Caldera
  • Hallgrímskirkja
  • Kirkjufell Mountain, Grundarfjördur
  • Hiking at Mount Esja
  • Lake Myvatn & Nature Reserve
  • Akureyri

2. બરમૂડા

બરમૂડા ઉત્તર એટલાંટિક મહાસાગરમાં આવેલો બ્રિટિશ ટાપુ છે. સામાન્ય રીતે આ દેશ ટેક્સ ચોરી કરનારા લોકો માટે સ્વર્ગ સમાન છે. જેને ટેક્સ હેવન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીં ટેક્સ દર એકદમ નજીવા છે. કોઇ પણ વ્યક્તિ અહીં સરળતાથી કંપની ખોલી શકે છે. જો કે સામેની બાજુ અહીં મળતી તમામ વસ્તુઓની કિંમત આકાશને આંબે છે.

  • Horseshoe Bay
  • Elbow Beach
  • Hamilton
  • St. George
  • St. George’s Island Forts
  • Crystal and Fantasy Caves
  • Wreck Diving
  • Bermuda Railway Trail
  • Royal Naval Dockyard
  • Spittal Pond Nature Reserve
  • Gibb’s Hill Lighthouse
  • National Museum of Bermuda

1. સ્વિત્ઝર્લેન્ડ

મધ્ય યુરોપમાં આવેલો આ પર્વતીય દેશ વર્ષોથી વિશ્વભરના પ્રવાસીઓમાટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જેના કારણે અહીં ટુરિઝમની આખી એક ઇન્ડસ્ટ્રી ઉભી થઇ છે. આ દેશની ગણતરી વિશ્વના સૌથી મોંઘા દેશ તરીકે થાય છે. ભોજન, હોટેલ, રેસ્ટોરન્ટ, સ્વાસ્થ્ય અને અન્ય તમામ વસ્તુઓની દ્રષ્ટિએ આ દેશ ઘણો મોંઘો છે.

જોવા જેવા મુખ્ય સ્થળો

  • The Matterhorn
  • Jungfraujoch: The Top of Europe
  • Interlaken
  • Lucerne
  • Lake Geneva
  • Chateau de Chillon, Montreu
  • St. Moritz
  • Bern
  • The Albula/Bernina Railway Line
  • Lake Lugano and Ticino
  • Oberhofen Castle
  • Swiss Grand Canyon
  • Zurich
  • The Rhine Falls
  • Swiss National Park

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *