Mandu : 45 સ્થાપત્ય ધરાવતું નાનકડું નગર

મધ્ય પ્રદેશનું Mandu નગર નાનું છે, પ્રવાસીઓના દિલમાં તેનું બહુ મોટું સ્થાન છે. તેના પ્રવાસે જતાં પહેલા જાણવા જેવી માહિતી

તસવીરો : હિતેશ સોંડાગર

  • મધ્ય પ્રદેશના ઈન્દોર પાસે આવેલું માંડુ મુખ્યત્વે મોનસુન પ્લેસ તરીકે પોપ્યુલર છે. કારણ કે ત્યાં આવેલા એક અતિ પ્રસિદ્ધ સ્થાપત્યનું નામ જલ મહેલ છે. ચોમાસા વખતે એ મહેલનું અને માંડુના અન્ય સ્થાપત્યોનું પૂરબહારમાં હોય છે. પણ એ સિવાય શિયાળામાં પણ માંડુની મુલાકાત લેવામાં કશું ખોટું નથી.
  • જલ મહેલ નામનો મહેલ એવા સ્થળે છે, જ્યાં આસપાસ જળાશય છે. ચોમાસામાં પાણી ભરાય એ વખતે વચ્ચોવચ આવેલા મહેલની મુલાકાત સ્વાભાવિક રીતે યાદગાર બની રહે. આ સ્થળ રાણી રૃપમતી અને બાઝ બહાદૂરની પ્રેમકથાનું સાક્ષી છે. પ્રેમીઓમાં એટલે ત્યાંની મુલાકાત લેવાનું મન થતું રહે છે.
  • જલ મહેલ જેવો નામ ધરાવતો બીજો જહાજ મહેલ છે, જેનો દેખાવ દૂરથી જહાજ જેવો લાગે છે.  આ મહેલ બે તળાવ વચ્ચે આવેલો છે. મહેલ 110 મીટર લાંબો, 15 મીટર પહોળો છે.
  • માંડુનું એક નામ માંડવગઢ પણ છે. અહીનું સૌથી મોટું આકર્ષણ માંડુનો કિલ્લો છે. એ ભારતના સૌથી મોટા કિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. કેમ કે 82 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.
  • અશર્ફી મહેલ મૂળભૂત રીતે શિક્ષણ સંસ્થા હતી. ગુજરાત પર આક્રમણ કરનારા ઈસ્લામીક શાસક મહમદ ખિલજીની કબર પણ આ મહેલના પ્રાંગણમાં જ છે.
  • બાઝ બહાદુર નામનો મહેલ તેની ઊંચી અગાસી અને બાલ્કની માટે પ્રખ્યાત છે. બહાદુર માળવા સલ્તલના છેલ્લા શાહ હતા. આ બાંધકામાં પ્રવેશવાનો રસ્તો પણ રસપ્રદ છે.
  • શહેર ફરતે કુલ 12 દરવાજા હતા, જે લશ્કરી સંઘર્ષ વખતે મહત્વના સાબિત થતા હતા. જેમ કે દિલ્હી તરફના દરવાજાનું નામ દિલ્હી ગેટ છે. એ સિવાય ગાદી દરવાજા, આલમગીર દરાવાજા, સોનેગઢ દરવાજા સહિત છએક દરવાજા જોવાલાયક છે.
  • હિન્ડોલા મહેલ દૂરથી હિંચકો ઝૂલતો હોય એવો લાગે છે. ખુબી તેના બાંધકામમાં છે, બાકી તો મકાન પાયા પર સ્થિર જ છે. ગ્યાસુદ્દિન ખિલજીના કાળમાં આ મહેલ બંધાયો હતો.
  • હોશંગશાહનો મકબરો 15મી સદીમાં બન્યો હતો.  આ મકબરો ભારતમાં બનેલો પ્રથમ માર્લબ મકબરો ગણાય છે. અહીંના કેટલાક બાંધકામ પરથી જ તાજમહેલની પ્રેરણા લેવાઈ હતી. મકબરાનો સફેદ કલર હોવાથી અન્ય બાંધકામો કરતા એ અલગ પડી આવે છે.
  • કદાવર જામી મસ્જીદ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. મસ્જીદ ઉપર કુલ 58 નાના-મોટા ગૂંબજ છે.
  • રૃપમતી પેવેલિયન નામનું સ્થળ જરા ઊંચાઈ પર આવેલું છે. અહીં ઉભી રહીને રાણી માંડુનો દીદાર કરતી હતી.
  • રેવા કુંડ એ પુરાતન તળાવ છે, જે તેના રતુમડા બાંધકામને કારણ દેખાવડું લાગે છે.
  • માંડુના કેટલાક સ્થળો પાસપાસે હોવાથી પગપાળા ફરી શકાય છે. કેટલાક ખાસ્સા દૂર છે, ત્યાં જવા ભાડે સાઈકલ મળી શકે છે. બાકી ટેક્સી દ્વારા પણ ફરી શકાય.
  • અહીં નાના-મોટા કુલ 45 સ્થાપત્યો છે, જે બધા જોવામાં સમય જોઈએ. સાથે ગાઈડ હોય તો એ સ્થળો જોવામાં સરળતા રહે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *