સફારીમાં આવતા જોક્સ અને કાર્ટૂનની દુનિયા
સફારીના 35 વર્ષ – ભાગ 5 (ચોથા ભાગ માટે લિન્ક http://rakhdeteraja.com/?p=363)
અન્ય કોઈ ગુજરાતી સામયિકોમાં ન જોવા મળે એવા એકથી એક ચડિયાતા કાર્ટૂનો સફારીએ આપ્યા છે. રાજકીય મુદ્દાઓ પર કટાક્ષ કરે તેને જ કાર્ટૂન સમજવાની વ્યાપક ગેરમાન્યતા છે.
સફારીના કાર્ટૂનમાં પણ તેના વિષયની વિશિષ્ટતા જોવા મળતી હતી. ગુજરાતના અવ્વલ કાર્ટૂનિસ્ટ દેવ ગઢવી કાર્ટૂન દોરી આપતાં પણ જોતાં સમજાઈ આવે કે કન્સેપ્ટ કદાચ નગેન્દ્ર દાદા જેવા ભેજાબાજોના જ હોવા જોઈએ. હવે કાર્ટૂન નથી આવતાં. દેવ ગઢવી વર્ષોથી નિવૃત્ત થયા છે અને ગુજરાતમાં તેમનો કોઈ વિકલ્પ નથી. કદાચ એટલે જ.. એ કાર્ટૂનોની ગૌરવગાથા લંબાવવાને બદલે અહીં જોઈ લો કેટલાક કાર્ટૂન…
કરસન કકડો અને જુહારમલ મારવાડી.. એવા એકથી એક ચડિયાત્રા પાત્રો સર્જીને સફારીએ આપેલા જોક પણ બીજે ભાગ્યે જ વાંચવા મળતાં. હવે તો જોક્સનું એટલુ મહત્ત્વ રહ્યું નથી પણ ૮મા અંકમાં ૩ પાનાં ભરીને જોક્સ આપ્યા હતાં. અને ત્યારે વાચકો મોકલે તેમાંથી પસંદ થતા દરેક ટૂચકાને દસ રૃપિયાનો પુરસ્કાર પણ અપાતો હતો. અને એ વખતે સફારીની કિંમત પુરા દસ રૃપિયા ન હતી!
ક્યારેક એવું બનતું કે વાચકોને જોક ન સમજાય ત્યારે ખરી હાસ્યસ્પદ સ્થિતિ સર્જાતી હતી. એક વખત તો સફારીએ વધારે પડતો બુદ્ધિશાળી જોક્સ આપ્યો એમાં ઘણા વાચકોને ન સમજાયો અને એટલે જ પછીના અંકે સફારીએ જોક્સ પણ સમજાવવો પડયો હતો!
(નોંધ- બધા કાર્ટૂન સફારીના છે, માટે કોપી રાઈટ પણ તેમના જ ગણાય. મેં અહીં માત્ર સમજાવટ ખાતર શેર કર્યા છે. તેનો બીજો કોઈ ઉપયોગ થાય એ ઈચ્છનિય નથી. )