સફારી – 17 : સફારીનું ડિઝિટલ વર્લ્ડઃ વેબ, બ્લોગ, મેઈલ, પેજ..!

 સફારીનું ડિઝિટલ વર્લ્ડઃ વેબ, બ્લોગ, મેઈલ, પેજ..!

તમને સફારીના નવા અંકની જાણકારી કઈ રીતે મળે છે? અંક પાંચમી તારીખે ઘરે આવે ત્યારે? મને ફેસબૂક પર સફારીના પેજ પર નવું કવર મૂકાય ત્યારે જાણકારી મળે છે. અને બીજા ઘણા વાચકોને પણ ફેસબૂક દ્વારા જાણકારી મળતી હશે કે હવેના સફારીમાં શું છે..

 

સફારીના 35 વર્ષ – ભાગ 17 (16માં ભાગની લિન્ક http://rakhdeteraja.com/?p=568)

ડિઝિટલ યુગમાં સફારીએ વેબસાઈટ, ફેસબૂક પેજ, બ્લોગિંગ જેવા ક્ષેત્રોમાં પણ ખેડાણ કર્યું છે, અલબત્ત, ધીમી ગતીએ. સફારીએ વેબસાઈટ શરૃ કરી એ પહેલાં મેઈલ-આઈડી આપવાનું શરૃ કરી દીધુ હતું. અંક નંબર ૭૧માં ઈ-મેઈલ છાપ્યુ છે, જેની આગળ લખ્યુ હતું ‘ઈ-મેઈલ નંબર’! એ ‘વીએલએનએલ’નું મેઈલ-આઈડી હતું.અંક ૭૪થી ઈ-મેઈલ એડ્રેસ બદલાઈને ‘વીએસએનએલ’માંથી ‘હોટલાઈન’માં આવ્યુ હતું. એ વખતે મેઈલ નંબરને બદલે માત્ર ઈ-મેઈલ જ લખેલુ હતું. એ પછીના કોઈક અંકોમાં (મોટે ભાગે ૭૫થી) સફારીની વેબ પણ શરૃ થઈ. સફારીની વેબ શરૃ થઈ ત્યારે શરૃઆતમાં અંકોમાં તેની જાહેર ખબર આવતી. વેબસાઈટ પર પણ ક્વિઝસ્પર્ધા શરૃ થઈ હતી. વેબસાઈટ પર પિક્ચર પઝલ નામનો રસપ્રદ વિભાગ પણ આવતો જેમાં જાણીતી હસ્તીની અજાણી તસવીર મૂકવામાં આવતી. ઓળખો જોઉ કોણ છે? એ વિભાગ પછીથી સફારીમાં શિફ્ટ થયો હતો (અંક નંબર ૧૧૧) અને બંધ પણ.

અત્યારે વપરાય છે એ ‘ઈન્ફો એટ સફારી ઈન્ડિયા’ મેઈલ આઈડી ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૫થી અમલમાં આવ્યુ છે. એ પહેલાં ‘વિલનેટઓનલાઈન’ હતું. એ પરિવર્તનની નોંધ સફારીએ અંક ૧૩૯માં મૂકી છે. અત્યારે જોવા મળે છે એ નવી વેબ જુલાઈ ૨૦૦૯થી કાર્યરત છે. ૧૮૨મા અંકમાં સફારીની વેબમાં પરિવર્તનની જાહેરખબર હતી. હવે તો ૧૯૩મા અંકથી સફારીના દરેક પાને નીચે વેબ-સાઈટ એડ્રેસ પણ મૂકવામાં આવે છે.

મેઈલ અને વેબ પછી સંપાદકે બ્લોગ શરૃ કર્યો. એ વર્ષ હતું ૨૦૦૯નું. સંપાદકના બ્લોગની પહેલી વખત લિન્ક ૧૭૯ અંકના સંપાદકના પત્રની નીચે હતી. પછીના કેટલાક અંકોમાં બ્લોગની જાહેરખબર પણ આવતી હતી. બ્લોગમાં ઘણુખરુ સંપાદકનો પત્ર મૂકવામાં આવે છે. વિજયગુપ્ત મૌર્ય જન્મ શતાબ્દિ અને અન્ય પ્રકાશનો વિશેની પણ માહિતી છે. સંપાદકના ઈંગ્લેન્ડ પ્રવાસનું રસાળ વર્ણન છે. ઈંગ્લેન્ડ જવા ઈચ્છતા, ઈંગ્લેન્ડ પહોંચી ગયેલા, ઈંગ્લેન્ડ જઈ આવેલા.. સૌ કોઈએ એ વર્ણન વાંચવુ જોઈએ.

બ્લોગ પછી આગમન થયું, ફેસબૂક પેજનું. જોકે ફેસબૂક પેજ શરૃ થયું ત્યાર પછીના કેટલાક અંકો (૨૦૮-૨૦૯)માં સફારીના ફેસબૂક પેજની નાનકડી જાહેરાત પણ જોવા મળતી હતી. જોકે એ જાહેરખબરમાં લખાતુ હતું –જનરલ નોલેજની મસ્ત માહિતીઓ/ફોટો ક્વિઝ/રસપ્રદ વિડિઓ/અવનવી તસવીરો/અજાણ્યા સમાચારો અને બીજું ઘણું બધું… દરરોજ! – જોકે ફેસબૂક પેજની મૂલાકાત લેનારા સૌ કોઈ જાણતા હશે કે હાલ સફારીના ફેસબૂક પેજ પર આટલી બધી પ્રવૃત્તિઓ થતી નથી. જોકે વાંચન સામગ્રી સફારીમાં મળી રહે પછી વેબ-ફેસબૂક પર રાઉન્ડ ધ ક્લોક સક્રિયતાની વાચકોને બહુ અપેક્ષા પણ કદાચ નહીં હોય. સમય જતાં સફારીએ ઓનલાઈન લવાજમ સ્વીકારવાનું પણ શરૃ કર્યુ અને સફારી સ્માર્ટ ફોન -ટેબલેટની સ્ક્રીન પર પણ ઉપલબ્ધ થયું છે.

waeaknzw

Gujarati Travel writer.