વિનામૂલ્યે ખડક ચઢાણ તાલીમ કોર્સમાં ભાગ લેવાની તક આપે છે ગુજરાત સરકાર

રોક ક્લાઈમ્બિંગ

સાહસિકવૃત્તિ વિકસે એટલા માટે ગુજરાત સરકાર નિયમિત રીતે પર્વતારોહણ, ખડક ચઢાણ તાલીમ વગેરે યોજતી રહે છે. આગામી દિવસોમાં આવી એક શિબિર યોજાઈ રહી છે. ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના અનુસૂચિત જનજાતિના ૧૫ થી ૩૫ વર્ષની ઉંમરના યુવક-યુવતીઓ માટે આગામી ડિસેમ્બર-૨૦૨૧માં આયોજન કરાયુ છે. પસંદ થયેલા ૧૦૦ યુવક યુવતીઓને ભાગ લેવાની તક મળશે. એ માટે ૩૧મી નવેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.

ભાગ લેવા માટેની વિગતો

  • આ શિબિર અનુસૂચિત જાનજાતિના યુવક-યુવતીઓ માટે છે.
  • તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ  ૧૫થી ૩૫ વર્ષની વયમર્યાદા હોવી જોઈએ.
  • ભાગ લેવા ઇચ્છતા હોય તેવા યુવક-યુવતીઓએ પોતાના પૂરા નામ, સરનામા (આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ/શૈક્ષણિક સંસ્થાનું ઓળખ કાર્ડની પ્રમાણિત નકલ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ/લાઇટ બીલ/ગેસ બીલ/ટેલિફોન બીલમાંથી કોઇ એકની પ્રમાણિત નકલ જોડવી)
  • જન્મ તારીખ (જન્મનું પ્રમાણપત્ર/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર),શૈક્ષણિક લાયકાત/ વ્યવસાયની વિગત, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ ગાઇડ જેવી પ્રવૃત્તિઓ કે રમત-ગમતમાં ભાગ લીધો હોય તેની વિગત, વાલીનું સંમતિપત્ર, શારીરિક તંદુરસ્તી અંગેનું ડોક્ટરનું પ્રમાણપત્ર, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ અનુસૂચિત જનજાતિ અંગેના પ્રમાણપત્ર સાથે અરજી કરવાની રહેશે.
  • આ માટે રસ ધરાવતા યુવક-યુવતીઓએ ઉક્ત જણાવેલી વિગતો સાથે તા.૩૦/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી છોટા ઉદેપુર, એફ-પ, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, છોટા ઉદેપુર-૩૯૧૧૬૫ને અરજી મોકલવાની રહેશે.  
  • પસંદગી સમિતિ દ્વારા યોગ્યતાના આધારે ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરી તેમને આ અંગે જાણ કરવામાં આવશે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *