મગરોનું ગામઃ મલાતજ
- waeaknzw
- June 8, 2018
આણંદના સોજિત્રા તાલુકાનું ગામ મલાતજ ત્યાંના મગરો માટે જાણીતુ થઈ રહ્યું છે. અહીં મગર અને માણસોએ સાથે રહેવાનું શીખી લીધું છે. પરિણામે મગરો માણસોને કે માણસો મગરોનેે નુકસાન કરતા નથી. નાનકડા રહેણાંક વિસ્તારમાં આટલા બધા મગરો હોય એવુ આ ભારતનું કદાચ એકમાત્ર ગામ હશે! (નોંધ – લેખ 2013માં લખાયો હતો, માટે મગરની વસતીનો આંક હવે […]
Read Moreરાજાધિરાજ : કાયરને જીવન ને મૃત્યુ હોય, વીરને તો એક કીર્તિ જ હોય
- waeaknzw
- June 8, 2018
કનૈયાલાલ મુનશીએ લખેલી નવલકથા ગુજરાતના નાથની વાત અગાઉ કરી (આ રહી લિન્ક) હવે છેલ્લા ભાગ રાજાધિરાજની કથા કરીએ.. – આમ્રભટની આંખો અજાયબીમાં ફાટી ગઈ. આ સ્ત્રી નહોતી, પણ દેવાંગના હતી. તે લાગતી હતી ત્રીશેક વર્ષની, પણ નાગની ફણા સમા કેશની ભવ્યતાથી તે અંગુઠાઓમાંથી નીકળતી કમલની દાંડી સમી પગની આંગળીઓ સુધી તે બિચારા આમ્રભટને તો અપૂર્વ […]
Read Moreગુજરાતનો નાથ કોણ : જયદેવ, ત્રિભુવનપાળ, મુંજાલ કે કાક?
- waeaknzw
- June 8, 2018
કનૈયાલાલ મુનશીની ‘નવલત્રયી (પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ)’ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હજારેક વર્ષ પહેલાનું એ ગુજરાત આજના ગુજરાતથી થોડું અલગ હતું, પણ ગુજરાતને ગુજરાત તરીકે ટકાવી રાખવાની ખુમારી તો ત્યારેય હતી. એ ખુમારી જ આ વાર્તામાં છલોછલ ભરી છે. નવલકથામાંથી કેટલાક બહુ ગમેલા સંવાદ-વાક્યો-પેરેગ્રાફ… – તાપણી આગળ બેઠેલો યુવક તેમનો તેમ બેસી રહ્યો. […]
Read More‘વિનોદ’ ની નજરે : માણસે ચાળીસ વર્ષ પૂરાં કર્યાં પછી જ લખવાનું શરૃ કરવું જોઈએ!?
- waeaknzw
- June 7, 2018
વિનોદ ભટ્ટના અનેક ગુણવત્તાયુક્ત પુસ્તકોમાંથી ‘વિનોદની નજરે‘ જરા વધારે વિશિષ્ટ છે. કેમ કે વિનોદ ભટ્ટે ચાર દાયકા પહેલા એ યુગના ધૂરંધર સાહિત્યકારો-લેખકોનું (માત્ર વખાણ-વાહવાહી કરવાને બદલે) અદ્ભૂત પાત્રાલેખન કર્યું હતું. ‘કુમાર‘ સામયિકમાં છપાયેલી એ સિરિઝ બાદમાં વિનોદની નજરે નામે પુસ્તક સ્વરૃપે પ્રગટ થઈ. તેમાંથી જ કેટલાક અંશ… નોંધ – (જેના વિશે લખાણ હશે, તેનું નામ […]
Read Moreબકોર પટેલ યાદ છે, હરિપ્રસાદ વ્યાસ યાદ નથી! શું કરીશું?
- waeaknzw
- June 7, 2018
ગુજરાતી હાસ્યસાહિત્યમાં બકોર પટેલ નામનું પાત્ર અમરત્વ ભોગવે છે. પણ બકોર પટેલનું સર્જન કોણે કર્યું? મેં નાનપણમાં બકોર પટેલનાં ઘણાં પરાક્રમો વાંચ્યા હતા, પણ હમણાં સુધી મનેય તેમના સર્જકનું નામ યાદ ન હતું. હવે તો ગૂગલની મદદ લઈએ એટલે મળી આવે કે હરિપ્રસાદ વ્યાસે બકોર પટેલ અને તેમની સૃષ્ટિનું સર્જન કર્યું હતું. તો પછી […]
Read Moreલખવું એટલે શું?
- waeaknzw
- June 5, 2018
‘લખવું એટલે શું?’ આ સવાલનો રસપ્રદ જવાબ ‘લખવું એટલે કે…’ પુસ્તકમાંથી મળી શકે એમ છે! સૌરાષ્ટ્રના જાણતલ રિપોર્ટર અને હવે ફૂલછાબના તંત્રી કૌશિક મેહતાએ વિવિધ ૪૪ લેખકો – પત્રકારો કે લખી શકતા બીજા લોકોને અહી ૨૫૦ પાનામાં એકઠા કર્યા છે! મારા જેવા જે લખતા શીખે છે, લખવાનું વિચારે છે અને પત્રકારત્વ ભણે છે એ બધા […]
Read MoreOff on a Comet : ખગોળશાસ્ત્રીને પોતાનો ધૂમકેતુ ચોરાઈ જશે એવો ભય હતો?
- waeaknzw
- June 5, 2018
કાલ્પનિક વિજ્ઞાનકથાના ભીષ્મપિતામહ જુલ્સ વર્ને તો શું શું નથી લખ્યું..? એમની એક વાર્તા છે Off on a Comet. તેનું ફ્રેન્ચ નામ તો જોકે ‘હેક્ટર સર્વાડેક’ છે કેમ કે વાર્તાનો હીરો હેક્ટર છે. નામ પ્રમાણે જ આપણને એ વાર્તા ધૂમકેતુ તરફ લઈ જાય છે. હજુ તો કાળામાથાના માનવીઓ ધૂમકેતુનો પ્રવાસ વિચારી રહ્યાં છે.. પણ વર્નદાદાએ તો […]
Read Moreજંગલ પ્રજાસતાક : જંગલમાં રાજકારણ…
- waeaknzw
- June 4, 2018
જંગલી સજીવોનો સંદર્ભ લઇ જંગલી શબ્દ ઝાંખો પડી જાય એવું રાજકારણ ખેલતા રાજકારણીઓ પર કટાક્ષ કરતુ આ પુસ્તક ભારે મજાનું છે. વાંચતા વાંચતા કેટલાક રસપ્રદ વાક્યો – શબ્દો ધ્યાનમાં આવ્યા.. જેમ કે.. – શિકારવય ધારો – સસલું રાજકીય અગ્રણી શિયાળ માટે: ડુડાઓની પ્રસુતિના પ્રસંગે હાજરી આપવા તેની પાસે દુનિયાભરની નવરાશ છે! – ટોળાને સતત એવો […]
Read Moreધ ગ્રેટ ટ્રેન રોબરી : હૃદય છાતીમાંથી નીચે ઊતરીને પેઢુ સુધી પહોંચતુ લાગ્યુ
- waeaknzw
- June 4, 2018
મિત્ર Chirag Thakkarના સહયોગથી ઘણા સમયથી શોધતો હતો એ પુસ્તક વાંચવા મળી ગયુ. ‘ધ ગ્રેટ ટ્રેન રોબરી’, લેખકઃ સુશિલ ભાટીયા. સુશિલ ભાટીયા એટલે નગેન્દ્ર વિજય. 1963માં ઈંગ્લેન્ડમાં એક ટ્રેન લૂંટાઈ, જે હવે ‘ધ ગ્રેટ ટ્રેન રોબરી’ તરીકે ઓળખાય છે. એ પછી તો અનેક લૂંટ જગતમાં થઈ થતી રહે છે, પણ એ વખતે આ લૂંટે આખા જગતમાં […]
Read MoreDare to Travel : જગતના સૌથી જોખમી પ્રવાસ સ્થળો ક્યા છે?
- waeaknzw
- June 4, 2018
ચાર ધામની જાત્રા કે બાર જ્યોતિર્લિંગનો પ્રવાસ કરવાથી દુનિયા ફરાઈ જતી નથી. ખરેખર તો અસાધારણ સ્થળોએ જવું એ જ ખરું પ્રવાસન છે. જગતમાં એવા કેટલાક પ્રવાસો યોજાય છે, જ્યાંથી જીવંત પરત આવવાની ગેરંટી હોતી નથી. છતાં ત્યાં પ્રવાસીઓની કમી પણ નથી રહેતી..
Read Moreસફેદ રણ જોવુ હોય તો રણોત્સવને ભૂલી જાવ, ધોળાવીરા પાસે છે ગુજરાતનું સર્વોત્તમ ડેઝર્ટ!
- waeaknzw
- May 21, 2018
કચ્છના ઘણા સ્થળો પ્રવાસનના નકશા પર ચમકી રહ્યાં છે. જોકે ધોળાવીરાથી દસેક કિલોમીટર દૂર આવેલું વૂડ ફોસિલ (લાકડાના અવશેષો) પાર્ક ખાસ જાણીતો નથી. વળી બધા પ્રવાસીઓને તેમાં રસ પણ ન પડે. અલબત્ત, વૂડ ફોસિલમાં રસ ન હોય, પણ ધોળા રણમાં રસ હોય ત્યાં સુધી ધક્કો ખાવો રહ્યા. એક તરફ સફેદ રણ છે, વચ્ચે એક ડૂંગર […]
Read Moreએરપોર્ટ પર જ દિવસો સુધી રહેવું પડે તો?
- waeaknzw
- May 12, 2018
એમેરિકી જાસૂસ એડવર્ડ સ્નોડેને ક્યા દેશમાં રાજ્યાશ્રય લેવો એ નક્કી કરે ત્યાં સુધી મોસ્કો એરપોર્ટના ટ્રાન્ઝિટ ઝોનમાં જ રહેવુ પડશે. ભુતકાળમાં કેટલાક કિસ્સાઓ એવા બન્યા છે, કે જેમાં કેટલાક લોકોએ એરપોર્ટ પર જીંદગીનો ઘણો મહત્ત્વનો ગાળો પસાર કરવો પડયો હોય… ન્યુયોર્કના જહોન એફ. કેનેડી એરપોર્ટ પર વિક્ટર નોવાર્સ્કી નામે પ્રવાસી આવે છે. પોતાના દેશ […]
Read Moreઅઘોર નગારા વાગે-2: અત્યાર સુધી મેં કોઈ મહાત્માને સર્પના ચામડાની લંગોટી પહેરતા જોયા નહોતા
- waeaknzw
- May 8, 2018
ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી.. ભાષામાં પ્રગટ થયેલા ‘અઘોર નગારા વાગે ભાગ-1’ અને (પહેલા ભાગની લિન્ક) સૌંદર્ય તેમનું અદભૂત લખાણ અને રજૂઆત છે. અઘોરપંથમાં માનો કે ન માનો, ચમત્કાર પ્રકારની ઘટનામાં વિશ્વાસ કરો કે ન કરો.. પણ વાંચો એટલે મજા આવે એટલું નક્કી છે. અગાઉની પોસ્ટમાં પહેલા ભાગની વાત કરી. હવે બીજા ભાગની શબ્દ સફર, એટલે […]
Read Moreઅઘોર નગારા વાગે-1 : અઘોરી મહાત્માએ પોતાની ઝોળીમાંથી માનવખોપરી બહાર કાઢીને તેમાં કાવો લીધો!
- waeaknzw
- May 8, 2018
અઘોરી સાધુની દુનિયા અનોખી છે. આપણી આસપાસ જ રહેતાં હોવા છતાં તેમનું વિશ્વ જુદું છે અને કેવું જુદું એ સામાન્ય રીતે આપણે સૌ સંસારી જાણી શકતા નથી. અઘોર પંથથી વાકેફ થવુ હોય તો અઘોર જગતમાં ઉતરવું પડે. અને એમ ન કરવું હોય તો પછી મોહનલાલ અગ્રવાલે લખેલા પુસ્તકો ‘અઘોર નગારા વાગે’ ભાગ 1 અને 2 […]
Read Moreતનોટ/Tanot Mata : બોલો એવુ મંદિર જોયુ છે, જ્યાં પાકિસ્તાની તોપ-ગોળા પણ રખાયા હોય?
- waeaknzw
- May 7, 2018
૧૯૭૧ના શિયાળામાં ભારત-પાકિસ્તાન વચ્ચે ઉનાળા જેવી ગરમી આવી હતી, જે હવે ૭૧નાં યુદ્ધ તરીકે ઓળખાય છે. યુદ્ધ વખતે જેસલમેર પાસે આવેલા તનોટ મંદિર/Tanot Mata વિસ્તારમાં ફેંકાયેલા સેંકડો પાકિસ્તાની તોપ-ગોળાઓ ફૂટયા વગરના રહ્યા હતાં, જે હવે ત્યાંના મંદિરમાં પ્રદર્શિત કરી રખાયા છે. એ વિજયની યાદમા દર વર્ષે ૪ ડિસેમ્બર ‘લોંગેવાલા ડે’ તરીકે ઉજવાય છે. નજર પડે […]
Read More