અઘોર નગારા વાગે-2: અત્યાર સુધી મેં કોઈ મહાત્માને સર્પના ચામડાની લંગોટી પહેરતા જોયા નહોતા

ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી.. ભાષામાં પ્રગટ થયેલા ‘અઘોર નગારા વાગે ભાગ-1’ અને (પહેલા ભાગની લિન્ક) સૌંદર્ય તેમનું અદભૂત લખાણ અને રજૂઆત છે. અઘોરપંથમાં માનો કે ન માનો, ચમત્કાર પ્રકારની ઘટનામાં વિશ્વાસ કરો કે ન કરો.. પણ વાંચો એટલે મજા આવે એટલું નક્કી છે. અગાઉની પોસ્ટમાં પહેલા ભાગની વાત કરી. હવે બીજા ભાગની શબ્દ સફર, એટલે કે મોહનલાલ અગ્રવાલે લખેલા પુસ્તકમાંથી કેટલાક અંશો..

  • સાધુસમાજનું જે ધાર્મિક સરઘસ નીકળે તેને સાધુશાઈ ભાષામાં ‘શાઈ’ કહેવામાં આવે છે.
  • બધા જ મહાત્માઓ મૃગીકુંડમાં (જૂનાગઢના ભવનાથમાં આવેલો છે)સ્નાન કરીને પોતાના પથ પર પ્રયાણ કરવા લાગ્યા. લોકવાયકા એવી છે કે આ સમયે ભરથરીજી અને દત્ત ભગવાન પણ ગુપ્ત સાધુના રૃપમાં સ્નાન કરવા આવે છે.
  • અગ્નિતત્વનું સાધન કરનાર સાધક આકડાનું અને ધતૂરાનું સેવન કરે છે. જલતત્ત્વ અને તરલ પદાર્થોનું પરાવર્તન કરનાર સાધક ગાંજો, વચ્છનાગ અને વિજયા (ભાંગ)નું સેવન કરે છે. વાયુતત્ત્વનું રૃપાંતર ઊર્જામાં કરનાર સાધક સોમલ, કુઠ અને ઝેરકોચલાનું સેલન ચિલમ્ દ્વારા કરે છે.
  • એક બાબતથી તમારે ટેવાઈ જવું પડે છે. બજરનાથ બીભત્સ ગાળો ખૂબ બોલો છે. એક વાક્માં ઓછામાં ઓછી એક અથવા એકથી વધુ ગોળા તો હોય જ.
  • તેમણે પોતાની ધૂણીમાં સળગી રહેલા એક મોટા લાકડાના ચીપિયાથી ખંખેરીને રાખ દૂર કરી. બીજાં લાકડાં ગોઠવીને મૂક્યા અને બોલ્યા : ‘ચેત બાપુ, ચેત’ એમ કહેતાંની સાથે જ સૂકાં અને પાતળા લાકડાં સળગી ઉઠ્યાં.
  • રાજા તરફથી નિયુક્ત કરવામાં આવેલી સ્ત્રી તે મહાત્માના લિંગની પૂજા કરે છે. આ વિધિ તેઓની પરંપરાગત શાસ્ત્રોક્ત ક્રિયા પ્રમાણે થાય છે.
  • ચોપન વર્ષે જ્યારે વજ્રનાથ ચોપન વર્ષીય અગ્નિનું આવાહન કરશે ત્યારે તેઓ હિમાલયક્ષેત્રના એક એવા સંત હશે કે મૃત્યુ, સમય, પવન, અગ્નિ, પાણી તેમની ઈચ્છાને અનુકૂળ ગતિ કરશે.
  • ઉચ્ચ કોટિના બાર પ્રેતાત્માઓ હંમેશા તેમની સેવામાં રહે છે.
  • મોટી ઝોળીના છેડે કાળા રેશમી કાપડથી માનવખોપરી ટાંગેલી હતી. ખોપરી એકદમ સાફ અને સ્વચ્છ નવીનકોર જણાતી હતી. તેમાં બધા દાંત પણ મોજૂદ હતા. તેથી અનુમાન થતું હતું કે યુવાન માણસની ખોપરી હશે.
  • અત્યાર સુધી મેં કોઈ મહાત્માને સર્પના ચામડાની લંગોટી પહેરતા જોયા નહોતા.
  • ધૂણીના આછા પ્રકાશમાં અને વજ્રનાથજીની ગેરહાજરીમાં ગુફાનું દૃશ્ય બિહામણું લાગતુ હતુ.
  • કોણ જાણે કેમ પણ મને એમ લાગતું હતું કે મારી ચેષ્ટાઓ પર કોઈક નજર રાખી રહ્યું છે.
  • પહેલાં તો મને એમ લાગ્યું કે પવન આવવાથી ટિંગાડેલી ખોપરી હાલતી હશે પરંતુ એમ ન હતું. ખોપરી ઈરાદાપૂર્વક ઈસ્કોતરા સામે જોઈ રહી હતી.
  • ગઈ કાલે જે પાણીમાં હાથ બોળવો મુશ્કેલ હતો તે જ પાણીમાં હું આજે સહેલાઈથી નાહી શકતો હતો, ફક્ત બે જ પાંદડાની શક્તિને કારણે.
  • એક નિયમ એવો હોય છે કે સાધુ તરફ, ધૂણી તરફ ગૃહસ્થે પીઠ કરીને સૂવું ન જોઈએ.
  • ઈસ્કોતરામાં એક કપાયેલું માનવ મસ્તક પડ્યું હતુ.
  • મને તેમના શબ્દો યાદ આવ્યા, અહીં ઈચ્છા ભગવાન મહાકાલની પ્રવર્તે છે.
  • તેમના જમણા હાથની લંબાઈ કરતાં ડાબા હાથની લંબાઈ પ્રમાણમાં વિશેષ જણાતી હતી.
  • પ્રગટ થનાર આકૃત્તિ ભૂત, પ્રેત, પિશાચ, વૈતાલ કોણ હતી?
  • એ મસ્તક અને ઉપસ્થિત થયેલી આકૃત્તિ અગ્નિ વૈતાલની હતી. મારી હાજરી-ગેરહાજરીમાં મારા દરેક કાર્યને સંભાળવું, વિઘ્ન રહિત બનાવવું, અડચણ દૂર કરવી તથા ધૂણીને ચેતન રાખવાનું કાર્ય એ કરે છે.
  • તેમણે કહ્યું, તુ હંમેશા વિચાર કર્યા કરે છે કે રાતે હું ક્યાં જાઉં છુ. આજે તારે મારી સાથે આવવાનું છે.
  • ઓઘડ કંઠો એટલે ગળામાં પહેરવાની ખાસ પ્રકારની એક માળા.
  • અષાઢી મેઘ ઘેરા સ્વરમાં ગર્જના કરતાં હોય તેમ અઘોર નગારાં વાગી રહ્યાં હતાં.
  • મૈથુનસૃષ્ટિની રચનામાં જ્યારે સ્ત્રી દ્રવિત થાય ત્યારે સાધક દ્રવિત થયેલા પ્રવાહી રજને જનનેન્દ્રિય દ્વારા યોનિમાંથી બજરૌલ ક્રિયાના અભ્યાસ દ્વારા ખેંચી લે છે.

પુસ્તક માહિતી

પ્રકાશક – નવભારત સાહિત્ય મંદિર

કિંમત – 150 રૃપિયા (2013ના મુદ્રણની)

પાનાં – 192

 

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *