મહારાષ્ટ્રનું લોકપ્રિય હિલ સ્ટેશન માથેરાન ગુજરાતીઓમાં પણ પોપ્યુલર છે. ગુજરાતીઓ વીકએન્ડમાં ત્યાં જતા હોય છે. માથેરાનમાં એક સદીથી વધારે સમયથી ચાલતી ટોય ટ્રેન બહુ પોપ્યુલર છે. આ ટોય ટ્રેન છેલ્લા 3 વર્ષથી રિપેરિંગના કારણે બંધ હતી. હવે 22મી ઓક્ટોબરથી ફરી શરૃ કરી દેવાઈ છે.
આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા મુસાફરો માટે મહત્વની વિગતો જાણી લઈએ
- આ ટ્રેન નરેલ અને માથેરાન વચ્ચે ચાલે છે.
- રોજ બે વખત આ ટ્રેન બન્ને સ્ટેશન પરથી રવાના થશે.
- નરેલથી રોજ સવારે 8.50 વાગ્યે અને બપોરે 2.20 વાગ્યે રવાના થશે. 8.50 વાગ્યે રવાના થનારી ટ્રેન 11.30 વાગ્યે જ્યારે 2.20 વાગ્યે રવાના થતી ટ્રેન 5 વાગ્યે પહોંચાડશે.
- માથેરાનથી ફરી આવવા આ ટ્રેન બપોરે 2.45 વાગ્યે રવાના થઈ 5.30 વાગ્યે નરેલ પહોંચાડશે. માથેરાનથી બીજી ટ્રેન 4.20 વાગ્યે રવાના થશે અને 7 વાગ્યે નીચે પહોંચાડશે.
- માથેરાન 800 મીટરની ઊંચાઈ પર છે. નરેલથી માથેરાન વચ્ચેનું અંતર તો 21 કિલોમીટર જેટલું જ છે, પરંતુ પહાડી માર્ગ હોવાથી અઢી કલાક જેટલો સમય સફર ચાલે છે.
- માથેરાન વાહન મુક્ત હીલ સ્ટેશન છે. ત્યાં ટેક્સી વગેરે વાહનોની મનાઈ છે. માટે પ્રવાસીઓ વાહનમાં જાય તો પણ વાહનો દૂર મુકવા પડે છે. એટલે પ્રવાસીઓ આ રેલવે પસંદ કરે છે.
- રસ્તામાં આ ટ્રેન અમન લોજ, વોટરપાઈપ અને જુમ્માપટ્ટી એ ત્રણ સ્ટેશનો પર રોકાય છે.
- આ ટ્રેનનું ઓનલાઈન બૂકિંગ થતું નથી. સ્ટેશન પર જ પ્રવાસ વખતે બૂકિંગ કરાવવુ પડે છે.
- હવે આ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ ઉમેરી દેવાયો છે. તેને કારણે પ્રવાસીઓ વેસ્ટર્ન ઘાટનું અસાધારણ સૌંદર્ય વધુ સારી રીતે માણી શકશે.
- આ ટ્રેન 1907માં શરૃ થઈ હતી.
- એક વખતમાં ટ્રેન અંદાજે 100 મુસાફરો સમાવી શકે છે. કેમ કે તેના કોચ નાના અને સાંકડા હોય છે. ટ્રેન પણ નેરોગેજ જ છે.