મહેશ્વર : મધ્ય પ્રદેશનું નાનું પણ નમણું નગર

નર્મદા કાંઠે આવેલું મહેશ્વર/Maheshwar નગર નાનકડું છે, શાંત છે, ભીડભાડથી મુક્ત છે.. માટે નિરાંતપ્રેમી પ્રવાસીઓને શહેર આકર્ષતું રહે છે.

તસવીરો : હિતેશ સોંડાગર

  • મધ્યપ્રદેશના હોલ્કર રાજવીઓ ઇતિહાસમાં જાણીતા છે. અગાઉ શહસ્ત્રાર્જુનનું પાટનગર રહી ચૂકેલું મહેશ્વર હોલ્કર રાજવીઓનું પાટનગર હતું.
  • મહેશ્વરના મુખ્ય આકર્ષણોમાં એક છે, મહેશ્વર મંદિર, બીજો અહલ્યાબાઈનો કિલ્લો અને ત્રીજી માતા નર્મદા. જોકે શહેરમાં અનેક શિવ-મંદિરો છે. મોટા ભાગના મંદિરો કાંઠે ફરતાં ફરતાં જ જોઈ શકાય એમ છે.
  • અહલ્યા ફોર્ટ એ હોલ્કર રાજવીઓનો ઈતિહાસ રજૂ કરતો સૌથી મોટો નમૂનો છે. ૧૬મી સદીના કદાવર કિલ્લામાં હોલ્કર રાજવંશની અનેક યાદો અને ચીજ-વસ્તુઓ સંગ્રહાયેલી છે. અહલ્યાબાઈનું કદાવર પૂતળું પણ છે.
  • અવિરત વહેતી નર્મદા અને કાંઠાના અનેક ઘાટ પ્રવાસીઓને પ્રકૃત્તિ અને ધર્મ બન્નેના દર્શન કરાવે છે.  નર્મદાનો જાણીતો ઘાટ ૧૮મી સદીમાં અહલ્યાબાઈ હોલ્કરે બંધાવ્યો હતો.
  • બન્ને રાજવી પતિઓનું નિધન થયા પછી અહલ્યાબાઈએ ઓશિયાળા રહેવાને બદલે પોતે જ શાસન સંભાળ્યું હતું અને ૧૭૬૭થી૧૭૯૫ સુધી અહીં જ શાસન કર્યું હતું. ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતી મહિલાઓમાં અહલ્યાબાઈનો સમાવેશ થાય છે.
  • અહીંની મહેશ્વરી સાડીઓ દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. છેક પાંચમી સદીથી આ શહેર હેન્ડલુમ ઉદ્યોગનું કેન્દ્ર રહ્યું છે.
  • બાજીરાવ મસ્તાની, નીરજા, પેડમેન સહિત બોલિવૂડની ઘણી ફિલ્મોના શૂટિંગ અહીં થયા છે. તો આ નગરનું પ્રાચીન નામ માહિષ્મતી હોવાનું પણ ઇતિહાસમાં નોંધાયુ છે.
  • નર્મદાના કાંઠે આવેલું આ અખિલેશ્વર મંદિર આસપાસ નાના-મોટા અનેક અન્ય મંદિરોથી ઘેરાયેલું છે.
  • આગ્રા-મુંબઈ હાઈવેથી માંડ તેર કિલોંમીટર સાઈડમાં આવેલું મહેશ્વર મધ્ય પ્રદેશના મોટા નગર ઈન્દોરથી ૯૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. નજીકનું રેલવે સ્ટેશન માળવા છે.
  • નાનું નગર હોવાથી નાના-મોટા બજેટમી મર્યાદિત સંખ્યામાં હોટેલ્સ અહીં મળી રહે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *