કિડનેપ્ડ : રોબર્ટ લૂઈ સ્ટિવન્સની કિશોર સાહસકથા

રોબર્ટ લૂઈ સ્ટિવન્સનની વાર્તા ટ્રેઝર આઈલેન્ડ જાણીતી છે. એ એમની બીજી વાર્તા છે, કિડનેપ્ડ, જેનો વારસદાર નામે યશવંત મહેતાએ અનુવાદ કર્યો છે.

કિડનેપ્ડ-વારસદાર
અનુવાદ – યશવંત મહેતા
પ્રકાશક – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય (અમદાવાદ)
પાનાં – ૧૭૬
કિંમત – ૮૫ (પ્રથમ આવૃત્તિ, ઓક્ટોબર ૨૦૦૪)

માતા-પિતા વગરના ટીનેજર (કિશોર)ને ખબર પડી કે તેના નામે તો ઘણો ખજાનો છે, પણ હાથમાં આવે તો. ખજાના આડે પહેલા વિલન તો તેના કાકા જ છે અને પછી તો ઘણાય વિલન રસ્તો રોકીને ઉભા હતા. એ બધાને પાર કરીને પોતાનો હક્ક મેળવવાની આ નાનકડી કથા છે.

સમર્થ ગુજરાતી લેખક યશવંત મહેતાએ તેનો રસાળ અનુવાદ કર્યો છે. વાર્તાનો સમયગાળો છેક ૧૮મી સદીના મધ્યભાગનો છે, પણ મોટે ભાગે સત્યઘટનાઓ ભેગી કરીને લખાઈ છે. તેના કેટલાક અંશો…

  • એ વર્ષના જૂન મહિનાની એક પરોઢે મારા પિતાના ઘરમાં તાળામાં મેં છેલ્લી વાર ચાવી ફેરવી. પછી લાકડી ખભે મૂકીને હું ચાલી નીકળ્યો
  • લગભગ સાંજની વેળા એક ઢોળાવ પર એક તગડી અને વાંકા ચહેરાવાળી સ્ત્રી મળી.
  • અજાણ્યું ગામ. અજાણી વસતી. અજાણી હવેલી અને એને બારીમાંથી તકાયેલી બંદૂક !
  • કપટી અખો અને વાંકા ખભા વાળા તથા કમરેથી વળી ગયેલા એ આદમીની ઉંમર કળવી મુકેલ હતી. પચાસથી માંડીને સિત્તેરની એની ઉંમર હોઈ શકે. એણે રાતના કપડાં પહેરી રાખ્યાં હતાં. સૌથી ખરાબ તો એનો ચહેરો હતો. એમાંથી નરી દુષ્ટતા ટપકતી હતી.
  • પણ મને બીક નહોતી. ગામડામાં ઉછરેલા બધા છોકરાઓ ખડતલ અને નીડર હોય છે.
  • એ લોકોના જહાજનું નામ “કોન્વેન્ટ’ હતું. ઈશ્વર સાથેના કરાર જેવું પવિત્ર નામ ધરાવનાર જહાજ પર જો આવી જ ગાળાગાળી અને મારામારી ચાલતી હોય તો એ નરકથી કમ ન ગણાય.
  • એ પણ વોયકારો કરતો ફર્શ પર પડેલાં સાથીની ઉપર ઢગલો થઈ ગયો.
  • દરિયે એકલા રહી જનારા કે તણાઈ જનારા વિશેની ચોપડી મેં વાંચી છે. એ ચોપડીમાં તો એવું આવે છે કે એ લોકોને જરૂરી હથિયારો-ઓજારો મળી જાય. જાણે એમને મદદરૂપ બનવા માટે જ પેટી-પટારા કાંઠે તણાઈ આવ્યાં હોય.
  • પણ એલને સાચી દલીલ કરી, “દુનિયામાં હોડી જેવું પણ કંઈક હોય છે!”
  • મહેરબાની કરીને તારી ખખડેલ ખોપરીને તકલીફ આપ્યા વગર મારી સાથે ચાલ્યો આવ.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *