Igloo Cafe : બરફીલી દીવાલોમાં બનેલા ઈગ્લુ કાફેમાં કોફીની ચૂશ્કી

કાશ્મીરનું ગુલમર્ગ પ્રવાસીઓમાં પ્રિય છે, ખાસ કરીને બરફની મજા માણવા ઈચ્છતા ટુરિસ્ટ ત્યાં શિયાળામાં ઉમટી પડે છે. ત્યાં દેશનું પ્રથમ ઈગ્લુ કાફે બન્યું છે.

  • ઈગ્લુ એટલે બરફનું ઘર. ધ્રુવ પ્રદેશમાં રહેતા એસ્કીમો લોકો ઈગ્લુમાં રહે છે. ભારતમાં શિમલા પાસે ઈગ્લુ હોટેલ બની છે. હવે ઈગ્લુ કાફેની શરૃઆત કાશ્મીરમાં થઈ છે.
  • પ્રવાસીઓ ત્યાં જઈને કોફી પી શકે છે. આમેય ઠંડીમાં ગરમ કોફીનું કોમ્બિનેશન પોપ્યુલર છે. ગુલમર્ગમાં આવેલા કાલાહોઈ ગ્રીન હાઈટ્સ (kolahoi Green Heights) નામની હોટેલ દ્વારા આ કાફે શરૃ કરાયુ છે.
  • યુરોપના ઠંડા દેશો નોર્વે, સ્વિત્ઝરલેન્ડ, ફિનલેન્ડ વગેરેમાં ઈગ્લુ રેસ્ટોરાં-કાફે પોપ્યુલર છે. તેમાંથી પ્રેરણા લઈ આ બનાવાયું છે.
  • કાફેનો અંદરનો વ્યાસ 22 ફૂટ છે, 12.5 ફૂટ ઊંચાઈ છે. બહારનો વ્યાસ 26 ફૂટ અને ઊંચાઈ 15 ફીટ છે.
  • અંદર એક સાથે 16 પ્રવાસી બેસી શકે છે. અંદર ટેબલ અને બેઠક વગેરે પણ બરફના બનેલા છે.
  • બરફના ઈગ્લુને બનાવવા માટે 20 સભ્યોએ સતત 15 દિવસ સુધી કામ કર્યું હતું.
  • બેઠક પર ઘેટાંનું ઉન બિછાવાયેલું છે, જેના પર પ્રવાસીઓને ગરમીનો અહેસાસ થાય છે.
  • આ એશિયાનું સૌથી મોટુ ઈગ્લુ કાફે છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *