
કાશ્મીરનું ગુલમર્ગ પ્રવાસીઓમાં પ્રિય છે, ખાસ કરીને બરફની મજા માણવા ઈચ્છતા ટુરિસ્ટ ત્યાં શિયાળામાં ઉમટી પડે છે. ત્યાં દેશનું પ્રથમ ઈગ્લુ કાફે બન્યું છે.


- ઈગ્લુ એટલે બરફનું ઘર. ધ્રુવ પ્રદેશમાં રહેતા એસ્કીમો લોકો ઈગ્લુમાં રહે છે. ભારતમાં શિમલા પાસે ઈગ્લુ હોટેલ બની છે. હવે ઈગ્લુ કાફેની શરૃઆત કાશ્મીરમાં થઈ છે.
- પ્રવાસીઓ ત્યાં જઈને કોફી પી શકે છે. આમેય ઠંડીમાં ગરમ કોફીનું કોમ્બિનેશન પોપ્યુલર છે. ગુલમર્ગમાં આવેલા કાલાહોઈ ગ્રીન હાઈટ્સ (kolahoi Green Heights) નામની હોટેલ દ્વારા આ કાફે શરૃ કરાયુ છે.
- યુરોપના ઠંડા દેશો નોર્વે, સ્વિત્ઝરલેન્ડ, ફિનલેન્ડ વગેરેમાં ઈગ્લુ રેસ્ટોરાં-કાફે પોપ્યુલર છે. તેમાંથી પ્રેરણા લઈ આ બનાવાયું છે.


- કાફેનો અંદરનો વ્યાસ 22 ફૂટ છે, 12.5 ફૂટ ઊંચાઈ છે. બહારનો વ્યાસ 26 ફૂટ અને ઊંચાઈ 15 ફીટ છે.
- અંદર એક સાથે 16 પ્રવાસી બેસી શકે છે. અંદર ટેબલ અને બેઠક વગેરે પણ બરફના બનેલા છે.
- બરફના ઈગ્લુને બનાવવા માટે 20 સભ્યોએ સતત 15 દિવસ સુધી કામ કર્યું હતું.
- બેઠક પર ઘેટાંનું ઉન બિછાવાયેલું છે, જેના પર પ્રવાસીઓને ગરમીનો અહેસાસ થાય છે.
- આ એશિયાનું સૌથી મોટુ ઈગ્લુ કાફે છે.
