Hotel Polo Towers : ત્રિપુરાની પહેલી ફાઈવ સ્ટાર હોટેલ

નોર્ધ ઈસ્ટના રાજ્યો પ્રવાસીઓ માટે ગોલ્ડન એરિયા છે, પણ ત્યાં ઘણી સુવિધાઓ હજુ સુધી પહોંચી શકી નથી. જેમ કે ત્રિપુરા રાજ્યની પહેલી ફાઈવ સ્ટાર હોટેલ ૨૦૨૧માં ખુલી

  • અનેક પ્રવાસીઓ ઉત્તર-પૂર્વના સેવન સિસ્ટર તરીકે ઓળખાતા રાજ્યોનો પ્રવાસ કરવા માંગે છે. પણ મોટી મુશ્કેલી વિવિધ સુવિધાના અભાવની છે. ઉત્તર-પૂર્વના અનેક રાજ્યોમાં આજેય રેલવેના પાટા નથી. રેલવે છે તો વળી માત્ર લોકલ સ્ટેશનો પુરતી છે. હવે ધીમે ધીમે રેલવે નેટવર્ક વધી રહ્યું છે, તો પણ ટ્રેનોની સંખ્યા મર્યાદિત છે. એવી બીજી અનેક સુવિધાઓ ત્યાં ધીમે ધીમે વિકસી રહી છે.
  • આખા ઉત્તર-પૂર્વમાં બે જ ફાઈવ સ્ટાર હોટેલ હતી, હવે જાન્યુઆરી ૨૦૨૧માં ત્રીજી હોટેલ બની પોલો ટાવર. ત્રિપુરાનું પાટનગર અગરતલા નાનું શહેર છે, એટલે આ હોટેલ ત્યાં આવનારા પ્રવાસીઓ માટે ઉપયોગી થશે એમાં કોઈ શંકા નથી.
  • ફાઈવ સ્ટાર હોટેલ છે, એટલે જિમ, સ્વિમીંગ પુલ, સ્પા, વિવિધ પ્રકારના રૃમ જેવી સુવિધાઓ તો છે જ.
  • આ હોટેલ ત્રિપુરાની પહેલી હોટેલ છે, જ્યાં સ્વિમીંગ પુલ છે. અને એવી તો ઘણી સુવિધાઓ છે, જે ત્રિપુરામાં પહેલી વાર આવી છે.
  • પોલો ગ્રૂપ નોર્થ ઈસ્ટમાં ઘણી હોટેલ ધરાવે છે એટલે એમને અહીં ટાવર ઉભા કરવા વધારે સરળ પડે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *