

ક્રમની દૃષ્ટિએ તો આ મારું ચોથું પુસ્તક છે, પણ ફિક્શન (કથા-વાર્તા) હોય એવું પહેલું પુસ્તક છે. અગાઉના ત્રણેય પુસ્તકો માહિતી કેન્દ્રિ રહ્યા છે. ગુજરાતી ભાષામાં અત્યારે કિશોર સાહસ કથાઓ ઓછી લખાય છે, સાવ નથી લખાતી એવું તો નથી. આ એ પ્રકારનું પુસ્તક છે. પુસ્તકની થોડી-ઘણી વિગત તો અહીં રજૂ કરેલી તસવીરોમાંથી મળી રહેશે.

બાકી પુસ્તકમાં વાર્તા ત્રણ ટીનેજર્સ (કિશોર)ની છે, જે અજાણી ભૂમિ પર પહોંચી ગયા પછી કઈ રીતે પોતાના ઘર સુધી પહોંચે છે. એ દરમિયાન થતા અનુભવો, સમસ્યા, તેના ઉકેલ અને છેવટે સિદ્ધિ.. એ રીતે વાર્તા પૂરી થાય છે. આ ટૂંકી માહિતી બાકી તો વાચકો જ નક્કી કરશે વાતમાં કેટલો દમ છે.

ઓનલાઈન શોપિંગ માટે લિન્ક. ઓફલાઈન શોપિંગ માટે એ જ લિન્ક પર આપેલા ફોન નંબર પર પૂછપરછ કરી શકાશે.
પ્રકાશક – બુકશેલ્ફ, સી.જી.રોડ, અમદાવાદ.
સંપર્ક – 079-26441826,