Dandi Memorial : દાંડી યાત્રાના ભવ્ય સ્મારકમાં લટાર

આઝાદીના ઈતિહાસમાં ગાંધીજીએ કરેલી દાંડી કૂચ બહુ જાણીતી છે. નવસારી પાસે આવેલા દાંડી ગામે હવે તેનું ભવ્ય જોવા-ફરવા-જાણવા જેવું Dandi Memorialસ્મારક બનાવ્યું છે.

રીના આર. ખંભાયતા

અંગ્રેજોએ જ્યારે મીઠા પર કર વધાર્યો ત્યારે કંટાળીન ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી છેક દાંડી સુધીની પોણા ચારસો કિલોમીટરની યાત્રા કરી હતી. એ કૂચ જ્યાં પુરી થઈ હતી અને ગાંધીજીએ મીઠું ઉપાડીને કાયદાનો ભંગ કર્યો હતો એ દાંડીમાં હવે તેનું સ્મારક બન્યું છે.

જોવા જેવા સ્થળો

1. 24 મ્યુરલ અને વોકિંગ પાથ
2. આર્ટિફિશિયલ લેક
3. ગાંધીજી અને અન્ય દાંડીયાત્રીઓનાં પૂતળાં
4. પિરામિડ ઓફ લાઈટ
5. સોલાર ટ્રી
6. સોલ્ટ મેકિંગ પાન
  • 1930ની 12મી માર્ચથી 6 એપ્રિલ સુધી દાંડી કૂચ ચાલી હતી. એ કૂચ અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૃ થઈને રસ્તામાં અનેક સ્થળો લેતી કૂચ દાંડી ખાતે પહોંચી હતી. અમદાવાદમાં સાબરમતી આશ્રમ તો સ્મારક તરીકે જાણીતું સ્થળ છે. દાંડી યાત્રા પસાર થઈ હતી એ મહત્વના સ્થળોએ તો દાંડી યાત્રી નિવાસ મકાનો બનાવાયા છે.
  • દાંડી મેમોરિયલ 61000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે.
  • દાંડી સૈનિકોની સંખ્યા 80 હતી. એ બધા અજાણ્યા ચહેરાઓની શોધ-ખોળ કરી તેમના શિલ્પ બનાવાનું કામ આઈઆઈટી મુંબઈ દ્વારા કરવામાં કરાયું હતું. સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન પણ આઈઆઈટી મુંબઈ જ તૈયાર કરી છે. આ પ્રકારના શિલ્પો ભારતમાં પહેલી વાર બન્યા છે.
  • અહીં 41 સોલાર ટ્રી ઉભા કરાયા છે જે, સૌર ઉર્જા ઉત્પનન કરે છે. ગાંધીજી પર્યાવરણ પ્રેમી અને સંરક્ષક હતા એટલે સમગ્ર પ્રોજેક્ટ ઝીરો કાર્બન આધારીત બનાવાયો છે.
  • સમગ્ર દાંડીયાત્રાની સમજણ માટ 24 મ્યુરલ (ભીંત-શીલ્પ) બનાવાયા છે, જેમાં યાત્રાના ઇમ્પોર્ટન્ટ પ્રસંગો દર્શાવાયા છે.

મહત્વની વિગત
– સમય – સવારે 11થી સાંજના 7 સુધી
– પ્રવેશ ફી- 20 રૃપિયા, બાળકો માટે 10 રૃપિયા, પરદેશી માટે 100 રૃપિયા, આ ચૂકવણી ગૂગલ પે દ્વારા કરવાની પણ સુવિધા છે.
-પાંચ વર્ષથી નાના બાળકોને પ્રવેશ મફત
-અંદર ખાવા-પીવાની સામગ્રી લઈ જવાની મનાઈ છે.
-દર મંગળવારે સ્મારક બંધ રહેશે.

  • ગાંધીજીનું 15 ફૂટ ઊંચું તાબાંનું શિલ્પ ઉભું કરાયું છે. સદાશીવ સાઠે એ મુંબઈમાં શિલ્પ તૈયાર કર્યું હતું. ત્યાં શિલ્પ 6 પીસમાં બનાવાયું હતું અને દાંડી લાવી એસેમ્બલ કરાયું હતું.
  • 130 ફીટ ઊંચો એ આકાર બનાવયાયો છે, જેની ટોચ પર મીઠાંનો કણ મુકાયો છે.
  • દાંડી યાત્રા મીઠાંના કાયદાના ભંગ માટે હતી. માટે અહીં આવનારા પ્રવાસીઓ પોતાની રીતે મીઠું પકવી શકે એ માટે ઈલેક્ટ્રિક ચુલા રખાયા છે.
  • દાંડીનું મેમોરિયલ પહેલું નથી. અગાઉ સૈફી વિલા નામના મકાનમાં મેમોરિયલ હતું જ. ગાંધીજી દાંડી પહોંચ્યા પછી અહીંના અગ્રણી સૈફુદ્દીને મકાન સોંપી દીધું હતું. એ મકાન અસલ
  • મેમોરિયલ છે જયાં ગાંધીજી રોકાયા હતા. એ મકાન ખાસ જોવું જોઈએ.
  • દાંડી માર્ચ દુનિયામાં પોપ્યુલર થઈ હતી. તેનું સ્મારક જોવા દુનિયાભરમાંથી પ્રવાસી આવે છે. આ સ્મારક ખરા અર્થમાં વૈશ્વિક લેવલનું છે.

waeaknzw

Gujarati Travel writer.

One thought on “Dandi Memorial : દાંડી યાત્રાના ભવ્ય સ્મારકમાં લટાર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *