વિશ્વની શ્રેષ્ઠ સાહસકથાઓ સિરિઝમાં થયેલો જૂલે વર્નની કથા અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન ૮૦ ડેય્ઝનો અનુવાદ
અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન ૮૦ ડેય્ઝ- દુનિયાની સફરે
અનુવાદ – યશવંત મહેતા
પ્રકાશક – ગૂર્જર ગ્રંથરત્ન
પાનાં – ૮૦
કિંમત – ૧૫ રૃપિયા
જૂલે વર્નની સૌથી જાણીતી વાર્તાઓમાં અરાઉન્ડ..નો સમાવેશ થાય છે. લંડનથી રવાના થઈ ફરી લંડન પહોંચવાનો પડકાર ફિલિયસ ફોગે એ (૧૮૭૨માં) જમાનામાં ઉપાડ્યો હતો, જ્યારે પરિવહન સુવિધા મર્યાદિત હતી, વાહનોના નામે જહાજોની જ બોલબાલા હતી. એ સમયે ફોગ નીકળી પડ્યાં અને બલૂન, ઘોડા, ટ્રેન.. જે મળ્યું એ પકડીને સફર કરી.
ગુજરાતીમાં આમ તો આ વાર્તાનો અનુવાદ થયો જ છે. પરંતુ સાહસકથા સિરિઝ હેઠળ યશવંત મહેતાએ ભારે રસપ્રદ રીતે, મૂળ વાર્તાનું હાસ્ય જાળવી રાખીને ટૂંકો અનુવાદ આપ્યો છે. શરૃઆતના દસેક પાનાં વર્ન કેમ લેખક બન્યાં, તેનો પરિચય, ડુમા સાથેની મુલાકાત વગેરે માહિતી આપી છે. એ પછી શરૃ થાય છે રસપ્રદ સફર. જેનો ઘણો ભાગ ભારતમાંથી પણ પસાર થાય છે.
- શ્રી ફોગ નામના એક ગૃહસ્થ રહેતા હતા. તે લંડનની રિફોર્મ ક્લબના સભ્ય હતા. શ્રી ફોગ લંડનના રહીશ ન હતા. પરંતુ તે અંગ્રેજ હતા. હા…. એ વાત ખરી કે તેઓ વર્ષોથી લંડન બહાર નહોતા નીકળ્યા! તેમનું કામ હતું : આખા દિવસ છાપાં વાંચવા અને સાંજે ક્લબમાં જઈ પાના ખેલવા.
- બીજી ઓક્ટોબરના દિવસે ફોગે જેમ્સને નોકરી છોડી જતા રહેવાની નોટિસ આપી દીધી, કારણ કે દાઢી બનાવવાનું પાણી, જેમ્સ ૮૬ ડીગ્રીને બદલે ૮૪ ડીગ્રી જ ગરમ કરી લાવ્યા હતો! વાત નાનકડી હતી. પરંતુ ફોગને આવી જાતની બેકાળજી પસંદ નહોતી.
- બરાબર સાડા અગિયારે ફોગ તેના ઘરેથી નીકળ્યા. જમણા પગે પ૭૫ અને ડાબા પગે ૫૭૬ પગલાં ભરીને પોલ મોલ સ્ટ્રીટમાં આવેલી તેમની ક્લબમાં તેઓ પહોંચ્યા.
- ફોગે પૂછયું ત્યારે સર ફ્રાંસિસ કહ્યું : હમણાં જે યુવતીને જોઈ તેને તેના પતિના શબ સાથે જીવતી સળગાવી દેવામાં આવશે. બુંદેલખંડમાં સતીને રિવાજ ઘણો પ્રચલિત છે. આ સ્ત્રી લથડિયાં ખાય છે કારણ કે તેના નશામાં રાખવા ખૂબ ભાંગ અને અફીણ પીવડાવ્ય છે.
- પણ જંગલીઓના નેતાઓને ખબર નહોતી પડતી કે ગાડી રોકવા એન્જીનના કયા ભાગને કાબુમાં લેવો. ભૂલથી તેણે બીજી જ ચાંપ દાબી દીધી. ગાડી વધારે જોરથી દોડવા લાગી.
- પણ જેવો ફોગે લીવરપુલના બંદર પર પગ મૂક્યો કે તરત ફીકસ તેમના ખભે હાથ મૂકી કહ્યું : “શું તમારું જ નામ શ્રીમાન ફોગ? ”
નવાઈ પામતાં ફૉગ કહે: “હા…તમે તો મને ઓળખો જ છે.” ત્યારે ફિક્સ વૅરન્ટ બતાવતાં કહ્યું : “સરકારની આજ્ઞાથી હું તમારી ધરપકડ કરું છું.”