યાત્રીઓની સુવિધા માટે ટ્રેન નંબર 20949/20950 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ ને આણંદ સ્ટેશન પર અને ટ્રેન નંબર 19217/19218 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ને વીરપુર સ્ટેશન પર 14 ઓક્ટોબર, 2022 થી છ મહિના માટે પ્રાયોગિક આધારે વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
- ટ્રેન નંબર 20949/20950 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસને 14 ઓક્ટોબર, 2022 થી આણંદ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
તે અનુસાર ટ્રેન નંબર 20949 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ 16.07 કલાકે આણંદ પહોંચશે અને 16.09 કલાકે ઉપડશે. આ જ રીતે ટ્રેન નંબર 20950 એકતાનગર-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ 21.58 કલાકે આણંદ પહોંચશે અને 22.00 કલાકે ઉપડશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ટ્રેન નંબર 20949 અમદાવાદ-એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ ટેકનિકલ કારણોથી રદ છે અને ટ્રેન ફરી શરૂ થવા પર આણંદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે.
- ટ્રેન નંબર 19217/19218 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 14 ઓક્ટોબર, 2022 થી વીરપુર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
તે અનુસાર ટ્રેન નંબર 19217 બાન્દ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 04.00 કલાકે વીરપુર પહોંચશે અને 04.01 કલાકે ઉપડશે. આ જ રીતે ટ્રેન નંબર 19218 વેરાવળ-બાન્દ્રા ટર્મિનસ- સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ 13.52 કલાકે વીરપુર પહોંચશે અને 13.53 કલાકે ઉપડશે.
ટ્રેનો વિશે વિસ્તૃત માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.