Air India વિમાનોની સંખ્યા વધારશે, આંતરરાષ્ટ્રીય રૃટ્સ પર થશે કાર્યરત

ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સ મેમ્બર એર ઇન્ડિયાએ આજે તેનાં વર્તમાન કાફલાનાં વિસ્તરણ માટે છ એરબસ A320નિયો નેરો બોડી એરક્રાફ્ટ અને છ બોઇંગ B777-300 ER વાઇડ બોડી એરક્રાફ્ટ લીઝ પર લેવાની જાહેરાત કરી હતી. આ વિમાનો 2023નાં પ્રથમ છ મહિનામાં કાફલામાં સામેલ કરવામાં આવશે અને એર ઇન્ડિયાનાં શોર્ટ, મિડિયમ અને લોંગ-હોંલ ઇન્ટરનેશનલ રૂટ પર મૂકવામાં આવશે. આ વર્ષનાં પ્રારંભમાં 21 એરબસ , ચાર એરબસ A321અને પાંચ બોઇંગ B777-200LR વાઇડ બોડી એરક્રાફ્ટ ભાડે લેવામાં આવ્યા હતા. આ 12 વિમાનો તે ઉપરાંતનાં છે.

એરબસ A320 નિયો એરલાઇનના ડોમેસ્ટીક/ શોર્ટ-ટુ-મિડિયમ હોલ ઇન્ટરનેશનલ રૂટ્સ પર ઓપરેટ કરવામાં આવશે. એર ઇન્ડિયાના B777-300 ERમાં ફર્સ્ટ, બિઝનેસ, પ્રીમિયમ ઇકોનોમી અને ઇકોનોમી એમ ચાર ક્લાસ કન્ફિગરેશન હશે અને ભારતીય મેટ્રો શહેરોને વધુ આંતરરાષ્ટ્રીય ડેસ્ટીનેશન્સ સાથે જોડવા ઓપરેટ કરવામાં આવશે.

એરલાઇનની આક્રમક વિસ્તરણ યોજનામાં 19 લોંગ-ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટ સેવામાં લેવા આવ્યા છે, અને વધુ નવનું આગમન થશે, જ્યારે એરલાઇને નેરો અને વાઇડ-બોડી એરક્રાફ્ટ લીઝ પર લેવાનું વધારી દીધું છે. વિસ્તરણનાં ભાગ રૂપે એર ઇન્ડિયાએ ડોમ્સ્ટિક સેક્ટર પર મહત્વનાં શહેરો  વચ્ચે ફ્લાઇટ્સની ફ્રીકવન્સી વધારી દીધી છે અને ભારતીય શહેરો તથા દોહા, સાન ફ્રાન્સિસ્કો, વેનકુંવર અને બર્મિંઘમ જેવા વૈશ્વિક શહેરો વચ્ચેની સીધી ફ્લાઇટની જાહેરાત કરી છે. વધુમાં, એર ઇન્ડિયા દિલ્હીથી મિલાન, વિયેના, કોપનહેગન જેવાં મહત્વનાં યુરોપિયન શહેરો અને મુંબઇથી ન્યૂ યોર્ક, પેરિસ અને ફ્રેન્કફર્ટ વચ્ચેની સીધી ફ્લાઇટ શરૂ કરવા સજ્જ છે.

એરક્રાફ્ટનાં લિઝ અંગે ટિપ્પણી કરતા એર ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે,“અમારાં નેટવર્કનું વિસ્તરણ એ એર ઇન્ડિયાની Vihaan.AI યોજનાનો જરૂરી હિસ્સો છે અને અમે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની કનેક્ટિવિટી અને ફ્રીકવન્સી વધારવા પ્રતિબધ્ધ છીએ. આ વધારાનાં એરક્રાફ્ટ અમારી નજીકનાં ગાળાની વૃધ્ધિને ટેકો આપશે. અમે અમારા લાંબા ગાળાનાં કાફલામાં નોંધપાત્ર વધારો કરવા યોજનાને અંતિમ રૂપ આપી રહ્યા છીએ.”

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *