‘ટાઈમ’ મેગેઝિનને 2022ના જોવા જેવા સર્વોત્તમ સ્થળોનું લિસ્ટ તૈયાર કર્યું છે. એ તમામ 50 સ્થળોની યાદી..
અમદાવાદ અને કેરળ બન્નેને ગ્રેટેસ્ટ પ્લેસ ટુ એક્સપ્લોર 2022ના લિસ્ટમાં અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને સમાવેશ કર્યો છે. અમદાવાદને ટાઈમ મેગેઝિને ઈતિહાસ અને આધુનિકતાનો સંગમ ગણાવ્યું છે. અમદાવાદમાં નવા ખુલ્લા મુકાયેલા સાયન્સ સિટીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. કેમ કે ત્યાં જ્ઞાન સાથે ગમ્મતની સુવિધા ઉભી કરવામાં આવી છે. તો કેરળને ઈકો ટુરિઝમ માટે વખાણ્યું છે. આમ પણ કેરળ વર્ષોથી ટુરિઝમ સેક્ટરમાં દબદબો ભોગવે છે.
ટાઈમ મેગેઝિને જોકે કુલ 50 સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. આપણે એ તમામ 50 સ્થળોનું લિસ્ટ જોઈએ, જેથી કોઈને વિશ્વપ્રવાસે નીકળતા ગુજરાતીઓને મદદ મળી રહે.
- Ras Al Khaimah, UAE (Extreme amusements)
- Park City, Utah (Year-round playground)
- Galápagos Islands (To see and protect)
- Dolni Morava, Czech Republic (One-of-a-kind vistas)
- Seoul (The smartest city)
- Great Barrier Reef, Australia (Under the sea)
- Doha, Qatar (World Cup wonders)
- Detroit (Newfound glory)
- Kerala, India (Ecotourism hot spot)
- The Arctic (Breaking the ice)
- Ahmedabad, India (Higher learning)
- Nairobi (Cultural metropolis)
- València, Spain (Design forward)
- Queenstown, New Zealand (High-flying adventure)
- Hwange National Park, Zimbabwe (Conservation safari)
- Historic Silk Road Sites, Uzbekistan (Walking an ancient path)
- São Paulo (Back to Brazil)
- Trans Bhutan Trail, Bhutan (Breathtaking pilgrimage)
- Devon, England (Drink in the scenery)
- Bali, Indonesia (Resortapalooza!)
- International Space Station (Out of this world)
- Kyushu Island, Japan (Volcanic beauty)
- Rapa Nui, Chile (Resilient culture)
- Salta, Argentina (Authentic allure)
- Portree, Scotland (Whisky and wilderness)
- Tofino, British Columbia (Wilder West)
- Boracay, Philippines (Paradise reborn)
- Madeira, Portugal (European tropics)
- Franschhoek, South Africa (A wine lover’s dream)
- Miami (So hot right now)
- El Chaltén, Argentina (Luxe park perks)
- Bogotá (Cycle the city)
- The Alentejo, Portugal (Idyllic escape)
- Lower Zambezi National Park, Zambia (Teeming with wildlife)
- Kaunas, Lithuania (Art for Ukraine)
- Setouchi Islands, Japan (Immersed in art)
- Calabria, Italy (Hike across the boot)
- San Francisco (Great Golden Gate)
- Skelleftea, Sweden (Nordic warmth)
- Copenhagen (Riding into the future)
- Marseilles (Mediterranean darling)
- Thessaloniki, Greece (Culinary melting pot)
- Istanbul (A classic reborn)
- Ilulissat, Greenland (Icy education)
- Jamaica (A yearlong party)
- Fremantle, Australia (Eat, drink, and be Aussie)
- Toronto (Fresh perspectives)
- Kigali, Rwanda (Building a better future)
- Riviera Nayarit, Mexico (Hidden gem)
- Portland, Ore. (All are welcome)
આ સ્થળોમાં ઘણા એવા છે, જે પહેલેથી જ પ્રવાસીઓમાં પ્રિય છે. જેમ કે બાલી, ગાલાપાગોસ ટાપુ, ઈસ્ટર ટાપુ, સ્કોટલેન્ડ, ભુતાન, ઉઝબેકિસ્તાન, સાઓ પાઉલો.. વગેરે. પરંતુ આ બધા સ્થળોએ નવાં નવાં આકર્ષણો શું ઉમેરાયા એ વિગતો નોંધવામાં આવી છે.
સૌથી મહત્વનું સ્થળ હોય તો એ છે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. સ્પેસ સ્ટેશન ધરતી પર નથી, કોઈ દેશમાં નથી. એ તો ધરતીથી 500 કિલોમીટરની ઊંચાઈ પર અવકાશમાં ઘૂમે છે. એક સમયે અવકાશયાત્રા કલ્પનામાં જ હતી. પછી અવકાશયાત્રાઓ વિજ્ઞાનીઓ માટે સુલભ બની. હવે અવકાશયાત્રા ધનપતિઓ પણ કરી શકે છે. ખાસ્સી એવી રકમ ખર્ચવાની ત્રેવડ હોય તો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જઈ શકાય છે.