પ્રવાસીઓ ફરવા જવા માટે સૌથી વધુ ક્યા શહેરોમાં હોટેલ વગેરે સર્ચ કરે છે?
જ્યારે કોવિડની ત્રીજી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે પ્રવાસીઓ હજુ પણ સુરક્ષિત અભિગમ અપનાવી રહ્યાં છે તથા લેઇઝર ટ્રાવેલ માટે સ્થાનિક અને આસપાસના વિકલ્પોને પસંદ કરી રહ્યાં છે. આગામી રજાની સિઝન દરમિયાન વિવિધ રાજ્યોમાં પ્રવાસ સાથે સંબંધિત કાયદાઓમાં અવારનવાર ફેરફાર પ્રવાસમાં મોટો અવરોધ બનશે. લેટેસ્ટ જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સમાં ખુલાસો થયો છે કે, બજેટ હોટેલ્સ, પિકનિક સ્પોટ્સ, સ્થાનિક પ્રવાસન સ્થળો અને ફાર્મહાઉસની માગમાં વધારો થયો છે તથા જસ્ટ ડાયલે પ્રવાસ અને પ્રવાસન સાથે સંબંધિત સર્ચમાં વાર્ષિક ધોરણે 51 ટકાની વૃદ્ધિ અનુભવી હતી.
માગમાં આ વૃદ્ધિ ટિઅર-1 શહેરોમાં 49 ટકાની સરખામણીમાં ટિઅર-2 શહેરોમાં 54 ટકા જેટલી ઊંચી હતી. જસ્ટ ડાયલે ઓક્ટોબર-નવેમ્બર, 2021ના ગાળા માટે કન્ઝ્યુમર ટ્રેન્ડ્સની સરખામણી વર્ષ 2020ના સમાન ગાળા સાથે કરી હતી, જ્યારે અનલોક તબક્કાવાર રીતે થયું હતું, જેથી સ્થાનિક પ્રવાસ અને પ્રવાસન ક્ષેત્રમાં માગના પ્રવાહોનું વિશ્લેષણ થઈ શકે.
ચાલુ વર્ષે ભારતમાં આ ગાળા દરમિયાન પિકનિક સ્પોટ્સ, બજેટ હોટેલ્સ અને સ્થાનિક પ્રવાસન સ્થળો માટે સર્ચમાં નોંધપાત્ર વધારો થયો હતો. બજેટ હોટેલ્સની માગમાં વૃદ્ધિ 220 ટકા થઈ હતી અને ત્યારબાદ પિકનિક સ્પોટ્સ (147 ટકા) અને સ્થાનિક પ્રવાસન સ્થળો (121 ટકા)માં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.
આ ટ્રેન્ડ વિશેજસ્ટ ડાયલના ચીફ માર્કેટિંગ ઓફિસર પ્રસૂન કુમારે કહ્યું હતું કે, “અર્થતંત્ર તબક્કાવાર રીતે સુધરી રહ્યું હોવાથી અમે લોકો વચ્ચે લેઇઝરી આઉટિંગ તરફનો ઝુકાવ વધી રહ્યો હોવાનું જોઈ રહ્યાં છીએ. બજેટ હોટેલ્સની સાથે સ્થાનિક પ્રવાસન સ્થળો, પિકનિક સ્પોટ અને ફાર્મહાઉસે લેઇઝર સેગમેન્ટમાં વૃદ્ધિને વેગ આપ્યો છે તથા લાંબા અંતરના આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક પ્રવાસનો વિકલ્પ બની રહ્યાં છે. આ નવો પ્રવાહ ઊભો કરી શકે છે તથા એના પરિણામે નજીકના ભવિષ્યમાં કેટેગરીમાં સ્થાનિક અને આસપાસના વિસ્તારોના પ્રવાસન સંબંધિત વ્યવસાયો અતિ જરૂરી વેગ મેળવવા સજ્જ છે.”
જ્યારે ટિઅર-1 શહેરોમાં બજેટ હોટેલ્સ માટેની સર્ચમાં 207 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, ત્યારે ટિઅર-2 શહેરોમાં આ વૃદ્ધિ 198 ટકા હતી. મુંબઈમાં બજેટ હોટેલ્સ માટેની માગ ટિઅર-1 શહેરોમાં સર્ચનો લગભગ 42 ટકા હિસ્સો ધરાવતી હતી. દિલ્હી અને કોલકાતામાં હોટેલ્સ માટે સર્ચ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન ધરાવતું હતું. ત્યારબાદ સૌથી વધુ સર્ચ ચેન્નાઈ, હૈદરાબાદ, પૂણે, બેંગલોર અને અમદાવાદમાં જોવા મળી હતી. ટિઅર-2 શહેરોમાં સૌથી વધુ સર્ચ “હોટેલ્સ ઇન ગોવા”ની થઈ હતી અને પછી લખનૌ, કોઇમ્બતૂર, ચંદીગઢ અને જયપુરમાં જોવા મળી હતી.
વાયરસના વેરિઅન્ટ કે સ્ટ્રેઇને લઈને લોકોના મનમાં હજુ પણ શંકા હોવાથી લોકો દૂરના પ્રવાસન સ્થળોની સરખામણીમાં સ્થાનિક પ્રવાસન સ્થળોને પસંદ કરી રહ્યાં છે, જે સમગ્ર દેશમાં લેઇઝર કેટેગરીમાં નવા પ્રવાહને પરિભાષિત કરે છે. પરિણામે સમગ્ર ભારતમાં પિકનિક સ્પોટ માટેની સર્ચમાં 147 ટકાનો મોટો વધારો થયો હતો. એમાં ટિઅર-1 (208 ટકા) શહેરોમાં ટિઅર-2 શહેરો (167 ટકા)ની સરખામણીમાં વધારે વધારો જોવા મળ્યો હતો.
ટિઅર-1 શહેરોમાં પિકનિક સ્પોટમાં પૂણેમાં મહત્તમ સર્ચ જોવા મળ્યું હતું. ત્યારબાદ મુંબઈ અને કોલકાતામાં. બાકીનું સર્ચ દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલોર અને ચેન્નાઈમાં જોવા મળ્યું હતું. ટિઅર-2 શહેરોમાં આ દ્રષ્ટિએ ટોચના 5 શહેરો નાગપુર, નાશિક, સોલાપુર, ગોવા અને ગૌહાટી હતા, જ્યાં પિકનિક સ્પોટ માટેની સૌથી વધુ માગ જોવા મળી હતી.
બહુ દૂરના પ્રવાસન સ્થળોનો પ્રવાસ કરવાને બદલે લોકો નજીકના સ્થાનિક પ્રવાસન સ્થળોને પસંદ કરતાં હોવાથી સમગ્ર ભારતમાં સ્થાનિક પ્રવાસન સ્થળોના સર્ચમાં 121 ટકાની વૃદ્ધિ થઈ હતી, જેમાં માગમાં વૃદ્ધિની દ્રષ્ટિએ ટિઅર-2 શહેરો કરતાં ટિઅર-1 શહેરો આગળ હતાં. સૌથી વધુ માગ ધરાવતા ટિઅર-1 શહેરોમાં ટોચના 3 શહેરો દિલ્હી, બેંગલોર અને હૈદરાબાદ હતા. ત્યારબાદ મુંબઈ, પૂણે, ચેન્નાઈ, કોલકાતા અમદાવાદમાં સૌથી વધુ માગ જોવા મળી હતી. ટિઅર-2 શહેરોમાં સૌથી વધુ માગ ધરાવતા ટોચના 5 શહેરોમાં મલાપ્પુરમ, થ્રિસ્સૂર, નાશિક, કોઇમ્બતૂર અને બેલગાંવ સામેલ હતા.
દેશમાં પાર્ટીની સિઝન નજીક હોવાથી ફાર્મ હાઉસ માટેની સર્ચમાં પણ 56 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ટિઅર-2 શહેરોમાં માગમાં 88 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે ટિઅર-1માં 55 ટકા હતી. ટિઅર-1 શહેરોમાંથી કુલ માગની આશરે 83 ટકા હૈદરાબાદ અને મુંબઈ એમ બે શહેરોમાં જોવા મળી હતી. ત્યારબાદ દિલ્હી, પૂણે, બેંગલોર, ચેન્નાઈ, અમદાવાદ અને કોલકાતામાં જોવા મળી હતી. ટિઅર-2 સહેરોમાં ફાર્મ હાઉસ માટેની સૌથી વધુ માગ નાગપુરમાં જોવા મળી હતી અને આ દિલ્હી, પૂણે, બેંગલોર, ચેન્નાઈ, અમદાવાદ અને કોલકાતાની કુલ માગથી વધારે હતી.
કાર હાયર કરવાની દ્રષ્ટિએ ટિઅર-1 શહેરોમાં માગની દ્રષ્ટિએ ટોચનું સ્થાન દિલ્હીનું હતું. ત્યારબાદ મુંબઈ અને હૈદરાબાદે અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ પૂણે, ચેન્નાઈ, બેંગલોર, કોલકાતા અને અમદાવાદે સ્થાન મેળવ્યાં હતાં. ટિઅર-2 શહેરોમાં કાર હાયર કરવા માટેની માગ ગોવામાં લગભગ 103 ટકા વધી હતી અને ભારતમાં દિલ્હી અને મુંબઈ પછી ગોવા આ દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવતું હતું. અમદાવાદ, કોઇમ્બતૂર, જયપુર અને સુરતે કાર હાયર કરવા માટેની મહત્તમ માગ સાથે ટોચના 5 ટિઅર-2 શહેરોમાં સ્થાન જાળવી રાખ્યાં હતાં.