7650 રૃપિયામાં કરો અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટની સફર : રેલવે ઉપાડે છે સ્પેશિયલ ટ્રેન

ભારતીય રેલવેની કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા નિયમિત રીતે ટુરિસ્ટ સ્પેશિયલ ટ્રેનો ઉપડતી હોય છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી આગામી દિવસોમાં બે ટ્રેનો રવાના થઈ રહી છે.

1. RAMPATH YATRA SPECIAL TOURIST TRAIN 

  • મુસાફરીનો સમય – 7 રાત અને 8 દિવસ
  • ભાડુ – સ્ટાન્ડર્ડ ટિકિટના 7560, કમ્ફર્ટ એટલે કે થર્ડ એસીના 12600
  • ઉપડવાની તારીખ – 25મી ડિસેમ્બર, 2021-11-20
  • ઉપડવાનું સ્થળ- સાબરમતી રેલવે સ્ટેશન, અમદાવાદ
  • ઉપડવાનો સમય – સવારના 6.05

સમાવિષ્ટ સ્થળો

  • અયોધ્યા (રામ જન્મભૂમિ, હનુમાનગઢી, સરયુઘાટ)
  • ચિત્રકૂટ (રામધાટ, ભરત-મિલાપ, સતિ અનસૂયા આશ્રમ)
  • માણીકપુર (જ્વાલા દેવી મંદિર, હનુમાન ધારા)
  • નંદીગ્રામ (ભરત-હનુમાન મંદિર, ભરતકુંડ)
  • વારાણસી-કાશી (તુલસી માનસ મંદિર, સંકટ મોચન મંદિર, કાશી વિશ્વનાથ મંદિર)
  • પ્રયાગ (ત્રિવેણી સંગમ. ભારદ્વાજ આશ્રમ, હનુમાન મંદિર)

બોર્ડિંગ-ડિબોર્ડિંગ પોઈન્ટ

  1. સાબરમતી
  2. આણંદ
  3. છાયાપુરી (વડોદરા)
  4. ગોધરા
  5. દાહોદ
  6. રતલામ
  7. નાગદા
  8. ઉજ્જૈન
  9. માક્સી
  10. શુજાપુર

આ બધા સ્થળોએથી ટ્રેનમાં ચડી કે ઉતરી શકાશે. એટલે કે જે લોકો અમદાવાદમાં નથી રહેતા, એ પોતાની નજીકના સ્ટેશનેથી સફરમાં શામેલ થઈ શકશે.

2. SHRI RAMAYANA YATRA

  • મુસાફરીનો સમય – 16 રાત અને 17 દિવસ
  • ભાડુ – 16065
  • ક્લાસનો પ્રકાર – સ્લીપર
  • ઉપડવાની તારીખ – 22મી ફેબ્રુઆરી, 2022
  • ઉપડવાનું સ્થળ- સાબરમતી રેલવે સ્ટેશન, અમદાવાદ
  • ઉપડવાનો સમય – રાતના 1.00

સમાવિષ્ટ સ્થળો

  • અયોધ્યા (રામ જન્મભૂમિ, હનુમાનગઢી, સરયુઘાટ)
  • નંદીગ્રામ (ભરત-હનુમાન મંદિર, ભરતકુંડ)
  • જનકપુર (રામ-જાનકી મંદિર)
  • સિતામઢી (જાનકી મંદિર, પુરાના ધામ)
  • વારાણસી-કાશી (તુલસી માનસ મંદિર, સંકટ મોચન મંદિર, કાશી વિશ્વનાથ મંદિર)
  • સિતા સમાધી સ્થળ (સિતા માતાનું મંદિર)
  • પ્રયાગ (ત્રિવેણી સંગમ. ભારદ્વાજ આશ્રમ, હનુમાન મંદિર)
  • શ્રીંગાવેરપુર (શ્રૃંગી રૃષિની સમાધિ, શાંતા દેવી મંદિર, રામ ચૌરાહા)
  • ચિત્રકૂટ (ગુપ્ત ગોદાવરી, રામઘાટ, ભરત-મિલાપ મંદિર, સતી અનસુયા મંદિર)
  • નાસિક (ત્ર્યંબકેશ્વર મંદિર, પંચવટી, સિતા ગુફા, કાલારામ મંદિર)
  • હમ્પી (અંજનાદરી હીલ, ઋષિમુખ પર્વત, સુગ્રીવ ગુફા, ચિંતામણી મંદિર, માલ્યનાથ મંદિર)
  • રામેશ્વરમ (જ્યોતિર્લિંગ)

આ બીજી ટ્રેનમાં ફરક એટલો છે કે એ છેક દક્ષિણ ભારત સુધી રામેશ્વરમ સહિતના સ્થળોને આવરી લે છે.

બોર્ડિંગ-ડિબોર્ડિંગ પોઈન્ટ

  • સાબરમતી
  • વડોદરા
  • ગોધરા
  • મેઘનગર

(એ ઉપરાંત મધ્ય પ્રદેશના ઘણા સ્ટેશનોનો સમાવેશ થાય છે.)

IRCTC ટ્રેનની વિશેષતા

રેલવે દ્વારા ઉપાડાતી આવી વિવિધ પ્રવાસ ટ્રેનોની કેટલીક વિશેષતા છે. એ જાણી લીધી હોય તો તેમાં સફર કરવી કે નહીં એ નક્કી કરવામાં સરળતા રહે.

  • આવી ટ્રેનની સફર મોટે ભાગે સસ્તી હોય છે. અલબત્ત, સ્પેશિયલ અને એર-ટ્રાવેલ પણ યોજાય છે, જે મોંઘી હોય છે. છતાં પણ સસ્તાં વિકલ્પો ઘણા છે.
  • https://www.irctctourism.com/ પર આગામી સ્પેશિયલ ટ્રેન ક્યાંની છે, કઈ તારીખે ઉપડવાની છે, કેટલો ચાર્જ છે વગેરે વિગતો નિયમિત રીતે મુકાય છે.
  • પાંચ વર્ષથી નાના બાળકની ટિકિટ હોતી નથી. પાંચ વર્ષ ઉપરની ટિકિટ આખી જ ગણાશે.
  • મોટે ભાગે ટ્રેન રાતે મુસાફરી કરે, દિવસે જોવા જેવા સ્થળે ઉભી રહે. એટલે રાતવાસા માટે ટ્રેન સિવાય કોઈ જગ્યા શોધવાની રહેતી નથી.
  • દરેક કોચ સાથે મેનેજર, સુરક્ષા ગાર્ડ, વગેરે અધિકારીઓ હોય છે.
  • દરેક ટ્રેનમાં સાથે જ રસોડાનો ડબ્બો (પેન્ટ્રી કોચ) હોય છે. જે યાત્રીઓની જરૃરિયાત મુજબ ભોજન બનાવી પીરસે છે.
  • ટિકિટમાં સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજની ચા, રાતનું ભોજન શામેલ હોય છે.
  • આવી ટ્રેનો મોડી પડે એવી શક્યતા રહે કેમ કે રેગ્યુલર ટ્રેનો પસાર થાય પછી તેને ક્રોસિંગ કરવા દેવામાં આવતું હોય છે.
  • ટ્રેનનું નિર્ધારિત શેડ્યુલ હોય એમાં ફેરફાર થઈ શકે કેમ કે એ તો આપણે નક્કી કરેલા પ્રવાસમાં પણ ફેરફાર કરવા પડતા હોય છે.
  • ટ્રેનમાંથી ઉતરી નક્કી કરેલી બસ કે અન્ય વાહન દ્વારા ધર્મસ્થળ કે જોવા જેવા સ્થળ સુધી પ્રવાસીઓને લઈ જવામાં આવે છે.
  • પ્રવાસીઓ સામાન્ય રીતે જે-તે સ્થળ નિરાંતે ફરી શકે એટલો સમય ફાળવવામાં આવતો હોય છે. પ્રવાસીઓ ઈચ્છે તો ટાઈમ મેનેજમેન્ટ કરી આસપાસના અન્ય સ્થળો પણ પોતાની રીતે અને ખર્ચે ફરી શકે છે. પરંતુ એમ કરવા જતાં ટ્રેન ઉપડવાના સમય પહેલા સ્ટેશને પરત આવી જવાનું રહે.
  • સામાન્ય રીતે ટ્રેન જોવાના સ્થળે સવારે પહોંચી, રાતે અને રાતવાસો હોય તો બીજા દિવસે સાંજે-રાતે ઉપડતી હોય છે.
  • આવી ટ્રેનો આખા દેશના મહત્વના સ્થળોએથી ઉપડતી હોય છે. દેશના જે ભાગમાંથી ઉપડે એ ભાગના પ્રવાસીઓને દેશનો અન્ય ભાગ દેખાડવો એ મુખ્ય ઉદ્દેશ છે. જેમ કે ગુજરાતથી ઉપડતી ટ્રેન પૂર્વમાં જાય,  ઉત્તરમાં જાય, દક્ષિણમાં જાય. એ રીતે દક્ષિણથી ઉપડતી ટ્રેનો ઉત્તર કે પૂર્વમાં ફરે.  એ ઉપરાંત કેટલીક ટ્રેનો સ્પેશિયલ સર્કિટ પ્રમાણેની હોય છે. જેમ કે રામાયણ યાત્રા.. જેમાં રામ સબંધિત સ્થળો આવરી લેવાય છે. ૨૦૧૭માં ગાંધી સ્પેશિયલ ટ્રેન ઉપડી હતી જે અમદાવાદથી ઉપડી ગાંધીજી સાથે સંકળાયેલા સ્થળોએ ફરી હતી.
  • IRCTC દ્વારા રેલવે ઉપરાંત ક્રૂઝ સફર, એર-ટ્રાવેલ, પરદેશ પ્રવાસ વગેરે સફર પણ યોજાય છે. આવા પ્રવાસો પણ અન્ય ટુર આયોજકો કરતાં સસ્તાં અને વધારે સલામત હોય છે.
  • IRCTCના પ્રવાસો હોવાથી પ્રવાસીઓને સ્વાભાવિક રીતે સલામતીનો અહેસાસ થાય છે. કેમ કે એ આયોજન માટે છેવટની જવાબદારી સરકારની છે.
  • ટિકિટ સાથે વીમો પણ શામેલ હોય છે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *