World Heritage: હેરિટેજ એટલે ધરોહર અથવા વારસો. જે આપણને આપણા સમૃદ્ધ ભૂતકાળને યાદ અપાવે છે. વિશ્વભરમાં આવા અનેક સ્થળો આવેલા છે. વિશ્વ સંસ્થા યુનેસ્કો દ્વારા દુનિયાભરના આવા ખાસ સ્થળોની ઓળખ કરીને તેમને વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવે છે. જેને આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખીએ છીએ. આવું કરવા પાછળનો હેતુ આ સ્થળોની જાળવણી અને તેની સાથે જોડાયેલી સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવાનો હોય છે. વિવિધતાથી ભરેલા ભારતમાં પણ આવા સ્થળોની યાદી ઘણી લાંબી છે. ભારતમાં આવી વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદી ઘણી લાંબી છે. અત્યાર સુધીમાં યુનેસ્કો દ્વારા ભારતના કુલ 40 સ્થળોને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યા છે, જેમાં બે શહેરનો પણ સમાવેશ થાય છે.
વર્લ્ડ હેરિટેજ સાઇટ (જાહેર કર્યાનું વર્ષ) સરનામું
ચંદીગઢ
1. લી કાર્બુઝિયરના વાસ્તુશિલ્પ (2016), ચંદીગઢ
હિમાચલ પ્રદેશ
2. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક (2014), કુલુ
ઉત્તરાખંડ
3. નંદાદેવી નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર (1988/2005), ચમોલી
દિલ્હી
4. હુમાયુનો મકબરો (1993), દિલ્હી
5. કુતુબ મિનાર (1993), દિલ્હી
6. લાલ કિલ્લો (2007), દિલ્હી
ઉત્તર પ્રદેશ
7. આગ્રાનો કિલ્લો (1983), આગ્રા
8. તાજ મહેલ (1983), આગ્રા
9. ફતેહપુર સિકરી (1986), આગ્રા
બિહાર
10. મહાબોધિ મંદિર (2002), ગયા
11. નાલંદા મહાવિદ્યાલય (2016), નાલંદા
સિક્કિમ
12. કંચનજંગા નેશનલ પાર્ક (2016), સિક્કિમ
અસામ
13. કાજીરંગા નેશનલ પાર્ક (1985), ગોલાઘાટ, કાર્બી આંગલોંગ, નગાઁવ
14. માનસ નેશનલ પાર્ક (1985), ચિરાંગ, બાક્સા
પશ્ચિમ બંગાળ
15. સુંદરવન નેશનલ પાર્ક (1987), દક્ષિણ 24 પરગણા
ઓડિશા
16. કોણાર્કનું સૂર્યમંદિર (1984), પુરી
તામિલનાડુ
17. મહાબલિપુરમના સ્મારક સમુહ (1984), ચંગલપટ્ટુ
18. મહાન ચોલ મંદિર (1987), તંજાવુર, અરિયાલૂર
19. રામપ્પા મંદિર (2021), મુલુગુ
કર્ણાટક
20. હમ્પીના સ્મારકો (1986), વિજયનગર
21. પટ્ટાકલના સ્મારકો (1987), બાગલકોટ
ગોવા
22. ગોવાના ચર્ચ અને કોન્વેન્ટ (1986), ગોવા
મહારાષ્ટ્ર
23. અજંતાની ગુફાઓ (1983), ઔરંગાબાદ
24. ઇલોરાની ગુફાઓ (1983), ઔરંગાબાદ
25. એલિફન્ટાની ગુફાઓ (1987), મુંબઇ
26. છત્રપતિ શિવાજી ટર્મિનસ (2004), મુંબઇ
27. વિક્ટોરિયન એન્ડ આર્ટ ડેકો એનસેંબલ (2018), મુંબઇ
ગુજરાત
28. ચાંપાનેર આર્કિયોલોજીકલ પાર્ક (2004), પંચમહાલ
29. રાણકી વાવ (2014), પાટણ
30. અમદાવાદ શહેર (2017), અમદાવાદ
31. ધોળાવીરા (2021), કચ્છ
મધ્ય પ્રદેશ
32. ખજુરાહોના સ્મારકો (1986), છતરપુર
33. સાંચીનો સ્તૂપ (1981), સાંચી
34. ભીમબેટકાની ગુફાઓ (2003), રાયસેન
રાજસ્થાન
35. કેવલાદેવ નેશનલ પાર્ક (1985), ભરતપુર
36. જંતર મંતર (2010), જયપુર
37. રાજસ્થાનના પહાડી કિલ્લાઓ (2013), ચિતોડગઢ, રાજસમંદ, સવાઇ માધોપુર, જેસલમેર, ઝાલાવાડ
38. જયપુર (2019), જયપુર
39. પશ્ચિમી ઘાટ (2012), ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તિલનાડુ, કેરળ
40.પર્વતીય રેલવે (1999/2005/2008), હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ