તામરા : Kodaikanalમાં રહેવા જેવો એક ઉત્તમ ઈકો-ફ્રેન્ડલી રિસોર્ટ

હવેનો યુગ ઈકો-ફ્રેન્ડલી બાંધકામનો છે. હોટેલ ઉદ્યોગમાં તો ખાસ ઈકો-રિસોર્ટની સંખ્યા વધી રહી છે. કોડાઈકેનાલ/Kodaikanalમાં આવેલું તામરા રિસોર્ટ દેશના સર્વોત્તમ ઈકો-રિસોર્ટ પૈકીનું એક છે.

તમિલનાડુમાં આવેલું કોડાઈકેનાલ હિલસ્ટેશન દેશના અનેક હિલસ્ટેશનોથી અલગ પડે છે, કેમ કે ત્યાં સામાન્ય સંજોગોમાં ભીડ-ભાડ જોવા મળતી નથી. નજીકમાં જ ઊટી હોવાથી ઘણા પ્રવાસી તેના પર પસંદગી ઉતારે છે, પરિણામે કોડાઈમાં અસાધારણ ભીડ ભાગ્યે જ જોવા મળે છે.

તામરાની સૌથી મોટી વિશેષતા તેનું પર્યાવરણ પ્રત્યેનું ઋણ અદા કરવાની રીત છે. સામાન્ય રીતે જૂનું બાંધકામ તોડીને ત્યાં નવુ બનાવાતું હોય છે. તો વળી કોઈને જૂની ચીજો ઉપયોગ કરવામાં રસ હોય તો જૂના બાંધકામમાંથી નીકળેલી સામગ્રીનો ઉપયોગ નવા બાંધકામમાં કરે. પરંતુ જૂનું બાંધકામ યથાવત રાખી તેનું નવીનીકરણ કર્યું હોય એવા સ્થળો ઓછા જોવા મળે.

જૂના સ્થળનું નવીનીકરણ કરવું એ માથાકૂટભર્યું કામ છે. તામરાએ એ કામ કર્યું છે. આજે જ્યાં તામરા રિસોર્ટ ઉભું છે, ત્યાં એક સમયે ચર્ચ હતું. લગભગ 2 સદી પહેલા ચર્ચ બન્યું હતું. સમય જતાં માલિકી બદલાતી ગઈ અને હવે ત્યાં રિસોર્ટ બનાવાયું છે. પણ રસપ્રદ વાત એ છે કે ચર્ચની દીવાલો જ્યાં હતી ત્યાં યથાવત છે અને તેનો ઉપયોગ આધુનિક બાંધકામના ભાગ તરીકે કરી દેવાયો છે.

તામરા જરા ઊંચાઇ પર આવેલું છે, એટલે કોડાઈનો ઓવરવ્યુ મળી રહે છે.
બાંધકામમાં લાકડાનો ભરપૂર ઉપયોગ થયો છે.
ભવ્ય ઓરડા અને તેમાંથી દેખાતી પ્રકૃત્તિ
જૂની દીવાલ પુરી થાય ત્યાંથી નવી શરૃ થાય, બાંધકામનું આવુ વૈવિધ્ય જોવા મળવું મુશ્કેલ છે.
શોભી ઉઠે એવુ સુશોભન
તામરાના વ્યુ પોઈન્ટ પરથી દેખાતી કોડાઈની ડુંગરમાળા
રિસોર્ટમાં જ જરા ઊંચાઈ પર વ્યુ પોઈન્ટ બનાવાયો છે.

ડાઈનિંગ હોલમાં દોડતી નાનકડી ટ્રેન
ચર્ચના મૂળ બાંધકામમાં તૈયાર કરાયેલો ડાઈનિંગ હોલ
હનીમૂન ડેસ્ટિનેશન તરીકે પ્રખ્યાત થયેલા કોડાઈની સાંજ
વૈવિધ્યપૂર્ણ ઇન્ટિરિયર
કોડાઈમાં એકમાત્ર જગ્યા છે, જ્યાં સ્વિમિંગ પૂલ હોય..
બામ્બૂ શૂટ નામની આ વાનગી અહીંની સ્પેશિયાલિટી છે અને ખાવા જેવી પણ છે.
તામરાનું ટોપ દર્શન

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *