
ઉત્તર ધ્રુવ પાસે રહેતા એસ્કીમો લોકો ઈગ્લુમાં રહે છે, એ વાત તો શાળામાં ભણ્યા હોઈએ. હવે એવી હોટેલનો ભારતમાંય મનાલી ખાતે આરંભ થયો છે.
આપણને દસ-પંદર ડીગ્રી ઠંડી આકરી લાગે પરંતુ, ધરતીનો ઉત્તર અને દક્ષિણ છેડો એવા વિસ્તારો છે, જ્યાં દસ-પંદર ડીગ્રીને ગરમી ગણવામાં આવે છે. ત્યાં તાપમાન સામાન્ય દિવસોમાં પણ શૂન્ય નીચે હોય છે. ત્યાંના રહેવાસીઓ તેનાથી ટેવાયેલા છે.

કેનેડા અને ગ્રીનલેન્ડમાં વસ્તા એસ્કીમો જાતીના લોકો સદીઓથી બરફના બનેલા ઘરમાં રહેતા આવ્યા છે. હવે તો ઈગ્લુ-igloo જોવા-રહેવા માટે પેકેજ ટુર પણ યોજાય છે. પરંતુ ત્યાં સુધી લાંબા થવા માટે સમય અને આર્થિક સગવડ બન્ને જોઈએ.

ભારતમાં ઉત્તર ધ્રુવ જેવી બર્ફિલી સ્થિતિ નથી, એટલે ઈગ્લુ બનાવાની જરૃર નથી પડતી. પણ મજા માટે ઈગ્લુની શરૃઆત મનાલીમાં થોડા વર્ષ પહેલા થઈ છે. મનાવીમાં કેલિંગા નામની કંપનીએ ભારતમાં પ્રથમવાર ઈગ્લુ સ્ટેનો આરંભ કર્યો છે. પ્રવાસીઓ ત્યાં જઈ ઈગ્લુમાં એક-બે રાત રોકાઈ શકે. ન રોકાવવંહ હોય તો દિવસે આંટો મારી શકે છે.

ઈગ્લુમાં અંદર ઠંડી લાગે, એટલી બધી ન લાગે કે રહી ન શકાય. કેમ કે બરફનું કામ જ બહારની ઠંડીને રોકવાનું છે. જોતાં ખબર પડી આવે કે આ ઈગ્લુ બરફના મકાન છે, ઉત્તર ધ્રુવમાં હોય એ ઈગ્લુ જેવા નથી. તો પણ ભારતમાં નવાં-સવાં છે એટલે પ્રવાસીઓને જલસો તો પડે જ.

અત્યારે પ્રવાસીઓ માટે ૩ અલગ અલગ પેકેજ ઉપલબ્ધ છે. પેકેજમાં ઈગ્લુમાં રહેવા-ખાવા ઉપરાંત સ્નો સ્પોર્ટ્સ, એડવેન્ચર એક્ટિવિટી, ટ્રેકિંગ, કેમ્પ ફાયર, સંગીત વગેરેનો સમાવેશ થાય છે. મનાલી નજીક જ કેમ્પ હોવાથી મનાલી બસ-રેલવે સ્ટેશનેથી લેવા-મુકવાની પણ સુવિધા છે.

જોકે ત્યાં સુધી પહોંચવા માટે થોડુ ટ્રેકિંગ અનિવાર્ય છે, વાહન છેક સુધી પહોંચી શકતા નથી. પોતાની કાર લઈને જઈ શકાય છે, પરંતુ એ માટે ફોર વ્હિલ ડ્રાઈવ કાર હોવી જોઈએ અને તેની અગાઉથી પરમિશન લેવી પડે.
Igloo કાફેમાં કેટલો ખર્ચ થાય?
પેકેજ-૧ – ૨ રાત, ત્રણ દિવસ, પ્રતિ વ્યક્તિ રૃપિયા ૭૬૯૯
આ પેકેજમાં બન્ને રાત ઈગ્લુમાં રહેવાની નથી, એક રાત મનાલી હોટેલમાં રોકાવાની હોય છે.
પેકેજ-૨– ૧ દિવસ, ૨ રાત, પ્રતિ વ્યક્તિ ૫૫૦૦ રૃપિયા
પેકેજ-૩ – વન ડે ઈગ્લુ ટ્રીપ ચારેક કલાક ચાલે છે, પ્રતિ વ્યક્તિ ૧૫૦૦
સંપર્ક
- 9459996999, 9816472227
- info.keylinga@gmail.com
- https://www.keylinga.com/