ગાંધીનગરથી મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૃ કરી દેવાઈ છે. આ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા મુસાફરો માટે સૌથી મહત્વનો મુદ્દો તેના ટિકિટ દર અંગેનો છે.
આ ટ્રેનમાં માત્ર બે જ ક્લાસ છે, ચેર કાર (CC) અને એક્ઝિક્યુટિવ ક્લાસ (EC). ટ્રેનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના પાટનગર ગાંધીનગરને મહારાષ્ટ્રના પાટનગર મુંબઈને જોડવાનો છે. ગાંધીનગરથી મુસાફરો ઓછાં હોય અને અમદાવાદાથી મુસાફરી કરનારો વર્ગ મોટો હશે. માટે અમદાવાદથી મુંબઈ વચ્ચેનું ભાડું જાણી લઈએ.
- એક્ઝિક્યુટિવ ક્લાસ
- અમદાવાદ-વડોદરા : 955 રૃપિયા
- અમદાવાદ – સુરત : 1410 રૃપિયા
- અમદાવાદ –મુંબઈ : 2505 રૃપિયા
- વડોદરા –સુરત : 1060 રૃપિયા
- વડોદરા – મુંબઈ : 2190 રૃપિયા
- સુરત-મુંબઈ : 1665 રૃપિયા
- ચેર કાર
- અમદાવાદ-વડોદરા : 515 રૃપિયા
- અમદાવાદ – સુરત : 740 રૃપિયા
- અમદાવાદ –મુંબઈ : 1385 રૃપિયા
- વડોદરા –સુરત : 565 રૃપિયા
- વડોદરા – મુંબઈ : 1230 રૃપિયા
- સુરત-મુંબઈ : 950 રૃપિયા
- વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત પરિચાલન 1 ઓક્ટોબર, 2022થી શરૂ થશે.
- આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને રવિવારે નહીં ચાલે.
- ટ્રેન નં. 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 06.10 કલાકે ઉપડશે અને 12.30 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે.
- પરત દિશામાં ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 14.05 કલાકે ઉપડશે અને 20.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
- આ ટ્રેન બંને દિશામાં સુરત, વડોદરા અને અમદાવાદ સ્ટેશનો પર ઉભી રહેશે.
- અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની ઉદઘાટક સેવા ટ્રેન નંબર 09404નું બુકિંગ ખુલ્યું છે જ્યારે ટ્રેન નંબર 20901/20902 માટેનું બુકિંગ 30મી સપ્ટેમ્બર, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.