ભારતીયો આપણા પોતાના દેશ, પોતાની વિવિધતા, પોતાની સંસ્કૃતિ, વારસા અને વાનગીઓથી પર્યાપ્ત પરિચિત નથી એ નવાઈ લાગે એવી વાતનો ખુલાસો મહિન્દ્રા હોલિડેઝ દ્વારા નવા પ્રકાશિત થયેલા સંશોધનમાં થયો છે. હળવી શૈલીમાં તૈયાર થયેલા ‘ઇન્ડિયન ક્વોશન્ટ’[1] અભ્યાસમાં જણાવ્યા મુજબ, 60 ટકા ઉત્તરદાતાઓએ સ્વીકાર્યું છે કે, તેઓ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ/સ્થળો, પ્રકૃતિ, વિવિધ વાનગીઓ વિશે બહુ જાણકારી ધરાવતા નથી. સંશોધન મહિન્દ્રા હોલિડેઝની 25મી વર્ષગાંઠની સીમાચિહ્નની ઉજવણી સ્વરૂપે હાથ ધરવામાં આવ્યું હતું તથા સમગ્ર દેશના સ્થાનિક પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ઉપલબ્ધ ઊંડાણપૂર્વકના ભારતીય અનુભવો વિશે જાણકારી આપે છે.
ઇન્ડિયન ક્વોશન્ટ ભારતના વિવિધ પાસાંઓની જાણકારી આપે છે અને એના વિશે જાગૃતિ લાવે છે. આ સંશોધનમાં ભારતીયોને ભોજન સાથે સંબંધિત વિવિધ બાબતોની સૌથી ઓછી જાણકારી છે. હકીકતમાં ત્રીજા ભાગથી ઓછા ઉત્તરદાતા (31 ટકા)ને ખબર નહોતી કે, ભારતમાં ક્યારે કોફી લાવવામાં આવી હતી અને કૂર્ગમાં એના પ્રથમ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું.
અભ્યાસમાં વેકેશન દરમિયાન પરિવાર સાથે રજા માણવા પાછળના આશયો વિશે કેટલીક રસપ્રદ જાણકારી પણ મળી હતીઃ
- 27%ઉત્તરદાતાઓએ દાવો કર્યો છે કે, ફેમિલી વેકેશન માણવાનું સૌથી મોટું કારણ પરિવારજનો સાથે સંબંધને મજબૂત કરવાનો છે.
- દર પાંચ ઉત્તરદાતામાંથી એક ઉત્તરદાતા (21%) ‘એડવેન્ચર’છે, જેઓ તેમના સાહસ અને ક્ષમતાની કસોટી કરે છે.
- 15% ઉત્તરદાતાઓ તેમની ફેમિલી ટ્રિપમાં ‘ફૂડી’ની ભૂમિકા ભજવે છે, જેઓ સ્થાનિક વાનગીઓનો અનુભવ મેળવવા અને પ્રયોગ કરવા ઇચ્છે છે તથા આ વિશે તેમના પરિવારજનોને સલાહ આપે છે
અમારા સંશોધનમાં ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસા વિશે લોકોની ઓછા જાણકારીનો ખુલાસો પણ થયો હતો. ઉદાહરણ તરીકે, અડધાથી વધારે ઉત્તરદાતાઓ (55 ટકા)ને એ પણ ખબર નહોતી કે, આઇપન ઉત્તરાખંડની પરંપરાગત કળા છે, ત્રીજા ભાગથી વધારે ઉત્તરદાતાઓ (39 ટકા)ને ખબર નહોતી કે, ખજૂરાહો ઉત્સવની ઉજવણી મધ્યપ્રદેશમાં થાય છે અને લગભગ ત્રીજા ભાગના (32 ટકા) ઉત્તરદાતાઓને ખબર નહોતી કે, પૈઠણી સાડી ખરીદવાનું આદર્શ સ્થળ મહારાષ્ટ્ર છે.
લગભગ આ જ પ્રકારનો ટ્રેન્ડ આપણા દેશની ભૌગોલિક જાણકારી વિશે ભારતીયોમાં જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, ગીર દુનિયામાં સૌથી વધુ એશિયાટિક સિંહો[2]નું સ્વાભાવિક રહેણાક સ્થળ છે અને ત્રીજા ભાગથી વધારે ઉત્તરદાતાઓ (39 ટકા)ને આ બાબતની જાણકારી નહોતી. એ જ રીતે દર ત્રણમાંથી એક ઉત્તરદાતા (33 ટકા)ને ખબર નહોતી કે, ઉદેપુર ‘સરોવરોના શહેર’ તરીકે જાણીતું છે અને ત્રીજા ભાગથી વધારે ઉત્તરદાતાઓ (35 ટકા)ને જાણ નહોતી કે, ચીનની મહાન દિવાલ પછી બીજી સૌથી લાંબી દિવાલ ધરાવતા કુંભલગઢનો કિલ્લો રાજસ્થાનમાં સ્થિત છે.
Living in a tropical country has its perks! How do you like to celebrate the times when the sun shines with its warmth? Tell us in the comments below. To book your #SunsationalSummersAtClubM visit https://t.co/MlJGN2l0ms pic.twitter.com/aHZrdj8O7F
— Club Mahindra (@clubmahindra) April 16, 2022
મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ કવિન્દર સિંઘે કહ્યું હતું કે,“સ્થાનિક પ્રવાસી મુલાકાતીઓમાં અસાધારણ વધારો થયો છે, જે વર્ષ 2000થી સમગ્ર દેશમાં જોવા મળે છે.[3] જેમ લોકો ભારતમાં પ્રવાસ કરે છે, ભારતીય ઐતિહાસિક સ્મારકો જુએ છે તથા વિવિધ રાજ્યોની વિશિષ્ટ સંસ્કૃતિ અને વાનગીઓનો અનુભવ લઈ રહ્યાં છે, તેમ તેમની અંદર ભારતના અન્ય પાસાંઓ વિશે જાણવાની આતુરતા વધી રહી છે અને તેમના ‘ઇન્ડિયા ક્વોશન્ટ’માં વધારો કરવા ઇચ્છે છે. ઉદાહરણ તરીકે, બે-તૃતિયાંશ ઉત્તરદાતાઓ (66 ટકા) પરિવાર સાથે પ્રવાસ કરતા સમયે સ્થાનિક વાનગીઓનો સ્વાદ માણવા ઇચ્છે છે. જોકે 41 ટકા ઉત્તરદાતાઓને ખબર નહોતી કે, અપ્પમ કેરળની સ્થાનિક વાનગી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “ક્લબ મહિન્દ્રા 25 વર્ષથી ફેમિલી હોલિડેઝ માટે પસંદગીનો વિકલ્પ છે અને અમારા અભિયાન ‘વી કવર ઇન્ડિયા, યુ ડિસ્કવર ઇન્ડિયા’ સાથે અમારો ઉદ્દેશ સમગ્ર ભારતમાં અમારા મહેમાનોને આપણા વિવિધતાસભર દેશના છૂપાં તમામ ખજાનાનો અનુભવ મેળવવામાં મદદરૂપ થવા વધારે રિસોર્ટ ઉમેરવાનો અને વધુને વધુ સ્થાનિક બાબતોનો અનુભવ આપવાનો છે. અમારી દરેક પ્રોપર્ટી રોમાંચક પ્રવૃત્તિઓની બહોળી પસંદગી પૂરી પાડે છે તથા અમને ખાતરી છે કે, તેનાથી અમારા મહેમાનોને આનંદ મળશે અને તેમને ખરાં અર્થમાં યાદગાર ક્ષણોનું સર્જન કરવામાં મદદ મળશે.”