એવા પ્રસંગોની નવાઈ નથી કે ટ્રાવેલ-ટુર આયોજકો મુસાફરો પાસેથી પૈસા લીધા પછી પુરતી સુવિધા ન આપે. આવા પ્રસંગોએ મુસાફરોએ જાગૃત રહી, સક્રિયતા દાખવીને કાયદાકીય પગલાં લેવા જોઈએ. તો સારા પરિણામો મળી શકે. મુંબઈમાં આવી જ જાગૃતિના સારા પરિણામો આવ્યા છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં આ અહેવાલ પ્રગટ થયો હતો.
૨૦૨૦ની ઉનાળાની રજાઓમાં ટુર પર જવા મુસાફરોએ કેસરી ટૂર્સને એડવાન્સમાં પૈસા ચૂકવી દીધા હતા. એ પછી કોરોનાને કારણે પ્રવાસ-પર્યટન પર બ્રેક લાગી હતી. એ વખતે ટ્રાવેલ કંપનીએ મુસાફરોને પૈસા પરત આપવાને બદલે નાણાં ક્રેડિટ શેલ્સમાં જમા કરી દીધા હતા. હવે આ પર્યટકોને એમની રકમ પાછી મળવાની આશા જાગી છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટી (સીસીપીએ)એ પોતાના તાજેતરના એક આદેશમાં એક ટ્રાવેલ કંપનીને એના કલાયંટ્સ દ્વારા ચુકવાયેલી સમગ્ર કોસ્ટની ૭૫ ટકા રકમનું રિફંડ આપી દેવા જણાવ્યું છે.
ગ્રાહકોના હક્ક-અધિકાર માટે સક્રિય મુંબઇ ગ્રાહક પંચાયત (એમજીપી) દ્વારા નોંધાવાયેલા એક કેસમાં સીસીપીએએ ૧૮ નવેમ્બરે ચુકાદો આપી કેસરી ટુર્સને ૧૫ દિવસમાં રિફંડ ચુકવી દેવાનો આદેશ આપ્યો હતો. સીસીપીએએ મુંબઇના કલેકટરને કેસરી ટુર્સના એકાઉન્ટ્સ તપાસી પર્યટકોની બાકીની રકમ રિફંડેબલ છે કે નહિં એનો નિર્ણય લેવા એક રિપોર્ટ સુપરત કરવા જણાવ્યું છે.
‘એમજીપીના સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે કેસરી ટુર્સ વિરૃદ્ધ ૧૮૯ બુકિંગ્સ સંબંધમાં ૪૬૧ ગ્રાહકોએ ફરિયાદ નોંધાવી હતી અને કંપનીએ એમની રૃા.૬.૯૬ કરોડની રકમ બ્લેક કરી દીધી હતી. અડધાથી વધુ ગ્રાહકો સિનીયર સિટીઝન્સ હતા, જેમના માટે કંપનીએ એખ પક્ષી રીતે ઓફર કરેલા ક્રેડિટ વાઉચરનો નજીકના ભવિષ્યમાં ઉપયોગ કરવો વ્યવહારૃ કે સલાહભર્યું નહોતું.
જે પર્યટકોના નાણાં અટવાઇ ગયા હતા એમાં ૭૫ વર્ષની જૈફ વયના અમર વ્યવહારકર પણ છે, જેમણે મે, ૨૦૨૦ની યુએસ ટ્રિપ માટે ૨૦૧૯ના મધ્યમાં કેસરી ટુર્સને રૃા.૫૨,૦૦૦ ચુકવ્યા હતા. ‘ટ્રિપ રદ થયા બાદ ટુર ઓપરેટરે રૃા.૨૧૦૦૦ કાપી લીધા હતા એમાં ૯૩૦૦ રૃા.વિસા કોસ્ટરૃપે અને રૃા.૨૩૦૦૦ રિશેડયુલિંગ ચાર્જીસ તરીકે કાપી લેવાયા હતા. જ્યારે બાકીની રકમ ક્રેડિટ શેલમાં ટ્રાંસફર કરી દેવાઇ. આ રકમ ભવિષ્યના પ્રવાસ સામે એડજસ્ટ કરી અપાશે એમ કંપનીએ અમને કહ્યું હતું. પરંતુ અમારા ગુ્રપનો કોઇ સભ્ય હવે કોવિડ મહામારીને લીધે પ્રવાસ કરવા માગતો નથી અમે બધા વરિષ્ઠ નાગરિકો છીએ વળી, એમણે ટુરની કોસ્ટમાં ૨૦ ટકાનો વધારો કરી દીધો છે, એમ વ્યવહારકરે કહ્યુ હતું.
‘બે વર્ષથી મારા નાણાં વગર વ્યાજે એમની પાસે પડયા છે. એમને એરલાઇન્સ તરફથી પુરેપુરુ રિફંડ મળી ગયું છે પણ એમણે એ અમને પહોંચતું નથી કર્યું. અમારુ ૧૭-૧૮ જણાનું ગ્રૂપ ૨૦૦૭થી કેસરી ટુર્સના ગ્રાહકો છીએ પરંતુ અમારી સાથે ટુર આયોજકોનો વ્યવહાર સારો નથી’ એવી ફરિયાદ એમણે કરી હતી.