અગ્રણી વૈશ્વિક ટ્રાવેલ વિતરણ પ્લેટફોર્મ પૈકીના એક ટીબીઓ ટેક લિમિટેડ (ટીબીઓ) કે જે TravelBoutiqueOnline.com પોર્ટલ ચલાવે છે, તેણે તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ (બોર્ડ)માં ચાર સ્વતંત્ર ડાયરેક્ટર્સની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. રવિન્દ્ર ધારીવાલ, રાહુલ ભટનાગર, ભાસ્કર પ્રમાણિક અને અનુરંજીતા કુમાર ટીબીઓના સ્વતંત્ર ડાયરેક્ટર્સ તરીકે 24 નવેમ્બર, 2021થી બોર્ડમાં જોડાયા છે.
આ નિમણૂંક અંગે પ્રતિક્રિયા આપતાં ટીબીઓના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અંકુશ નિઝાવને કહ્યું હતું કે, “ટીબીઓ ખાતે અમે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં રવિન્દ્ર ધારીવાલ, રાહુલ ભટનાગર, ભાસ્કર પ્રમાણિક અને અનુરંજીતા કુમાર એમ ચાર ખાસ વ્યક્તિઓનું સ્વાગત કરતાં ખુશી અનુભવીએ છીએ. અમને વિશ્વાસ છે કે તેમનો સમૃદ્ધ અનુભવ, ઉંડાણપૂર્વકનું જ્ઞાન અને કાર્યદક્ષતા કંપનીના મૂલ્યમાં વધારો કરશે કારણકે અમે વૃદ્ધિના આગામી તબક્કાની શરૂઆત કરી રહ્યાં છીએ.”
ટીબીઓના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ગૌરવ ભટનાગરે કહ્યું હતું કે, “અમે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સ્વાગત કરતાં ગૌરવ અનુભવીએ છીએ. અમારા વ્યવસાય અને ગવર્નન્સ માટે જરૂરી તમામ ક્ષેત્રો માટે પ્રત્યેક વ્યક્તિ નોંધપાત્ર અનુભવ, સમજણ અને દ્રષ્ટિકોણ લાવે છે.”
રવિન્દ્ર ધારીવાલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, કાનપુરમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ટેક્નોલોજીમાં બેચલર્સની ડિગ્રી તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકત્તામાંથી પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ ધરાવે છે. તેઓ સાગાસિટો ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડના ચેરપર્સન છે. તેઓ પેપ્સીકો ઇન્ટરનેશનલ ખાતે દક્ષિણ પૂર્વ એશિયા માટે ફ્રેન્ચાઇઝીના વાઇસ પ્રેસિડેન્ટ હતાં. તેમની 24 નવેમ્બર, 2021થી ટીબીઓના ચેરમેન અને સ્વતંત્ર ડાયરેક્ટર્સ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
રાહુલ ભટનાગર યુનિવર્સિટી ઓફ દિલ્હીમાંથી આર્ટ્સમાં બેચલર્સની ડિગ્રી તેમજ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, વ્હાર્ટન સ્કૂલમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના એસોસિયેટ મેમ્બર પણ છે. તેઓ ભારતી એન્ટરપ્રાઇઝ અને પેપ્સીકો ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા રહ્યાં છે.
ભાસ્કર પ્રમાણિક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, કાનપુરમાંથી ટેક્નોલોજીમાં બેચલર્સ ડિગ્રી ધરાવે છે. તેઓ ટેક્નોલોજી ઉદ્યોગમાં અનુભવ ધરાવે છે. હાલમાં તેઓ યોર્ક યુનિવર્સિટીની ધ સુલિચ સ્કૂલ ઓફ બિઝનેસના ભારતીય સલાહકાર બોર્ડમાં તેમજ ગ્રેટર નોઇડામાં બેનેટ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં છે.. તેઓ પલક્કડમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સલાહકાર સમીતિમાં તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સેન્ટ્રલ બોર્ડમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. આ પહેલાં તેઓ ચેરમેન અને એરિયા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે માઇક્રોસોફ્ટ કોર્પોરેશન (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ તેમજ નેશનલ રેડિયો એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કંપની લિમિટેડમાં ડિવિઝનલ મેનેજર – બિઝનેસ સિસ્ટમ્સ ડિવિઝન સાથે જોડાયેલા હતાં.
અનુરંજીતા કુમાર યુનિવર્સિટી ઓફ દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમનમાંથી સાઇકોલોજીમાં આર્ટ્સની બેચલર્સ ડિગ્રી તેમજ જમશેદપુરમાં એક્સએલઆરઆઇમાં ડિપ્લોમા ઇન પર્સોનલ મેનેજમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવે છે. આ પહેલાં તેમણે રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ સાથે કામ કર્યું છે તથા તેઓ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન માટે સલાહકાર સમીતિનો હિસ્સો હતાં. તેઓ વુમન ઇન ટેક્નોલોજી (ડબલ્યુઆઇટી), ઇન્ડિયા ફોરમના સ્થાપક, ચેરપર્સન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પણ છે.