
ગીરમાં જતા પ્રવાસીઓને જંગલ જોવા ઉપરાંત શાંતિથી રહેવું એ પણ મોટી જરૃરિયાત હોય છે. જો શાંતિ અને કાઠિયાવાડી મહેમાનગતીની મજા જોઈતી હોય તો પછી સ્ટેગ (stag) વીલા તરફ ગાડીનું સ્ટિયરિંગ ફેરવવું રહ્યું.
એશિયામાં માત્ર ગીરમાં જ સિંહો જોવા મળે છે. એ ઉપરાંત પણ ગીરમાં ઘણું બધું જોવા જેવું છે. એટલે ભારતના સૌથી વધુ પ્રવાસીઓ આકર્ષતા સ્થળોમાં ગીરનો સમાવેશ થાય છે. ગીર ટોપ-પ્રાયોરિટીનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. એટલે અહીં નાની-મોટા અને તમામ બજેટના અનેક હોટેલ્સ-રિસોર્ટ બન્યા છે. એ બધા વચ્ચેથી આપણે ઉતારા-ઓરડા માટે ક્યુ સ્થળ પસંદ કરવું એ મુંઝવણ ઘણી વખત થતી હોય છે.

ઘણા મોટા રિસોર્ટ ગીરમાં આવેલા છે, જેનો સ્ટાફ-સંચાલકો ગીર બહારના હોય છે. એટલે એમની ગીર વિશેની સમજણ પણ મર્યાદિત હોય એવી પુરી શક્યતા છે. પણ સ્ટેગ વિલા (stag villa) ના સંચાલત તન્વીર બલોચ પોતે ગીરના જ છે. એટલે ત્યાં ઉતરતા પ્રવાસીઓને ગીર વિશે માહિતી જોઈતી હોય કે ઈચ્છા મુજબનું પ્રવાસ આયોજન કરવું હોય.. એમાં પુરતી મદદ અહીંથી મળી રહે છે. સ્ટેગનો અર્થ થાય નર હરણ (સાબર). અહીં બાંધકામમાં પણ સાબરના શીંગડાની ડિઝાઈન ક્યાંક ક્યાંક વપરાઈ છે. વળી જંગલમાં એકલો નર હરણ ઉભો હોય એમ આ રિસોર્ટ ઉભો છે.


લોકેશન
આ સ્થળ સાસણ લાયન સફારીથી 2 કિલોમીટરના જ અંતરે છે. સોમનાથ અહીંથી અંદાજે 40 કિલોમીટર, જ્યારે દીવ 50 કિલોમીટર દૂર છે. સાસણથી જામવાળા ગીર રોડ પર આ જગ્યા આવેલી છે.

જતાં પહેલા જાણી લો
- પ્રવાસીઓના ઉતારા માટે ટ્વિન ગામઠી કોટેચ, વોચ ટાવર પ્રકારનું ઊંચુ મકાન અને વ્હાઈટ હાઉસ એવા ત્રણ એકબીજાથી અલગ-અલગ બાંધકામો છે.
- ઘણી રસોઈ ચુલા પર બનતી હોવાથી દેશી સ્વાદ માણવા મળે છે.
- ઓરડાનો દેખાવ અંદરથી એકદમ ગામઠી રખાયો છે. જોઈને જ કોઈ પણને ગમી જાય એવુ ઈન્ટિરિયર છે.
- સ્વીમિંગ પુલ, એર કન્ડિશનર, ગીઝર, રેસ્ટોરાં, ટીવી.. વગેરે જરૃરી સુવિધાઓ ઉપલબ્ધ છે.
- પ્રવાસીઓ અહીં ઘોડે સવારી, છકડો રીક્ષાની સવારી, રાઈફલ શૂટિંગ, બળગદાડાની સવારી, સીદીઓનું ધમાલ નૃત્ય, કાઠિયાવાડી રાસ-નૃત્ય અને બેશક લાયન સફારી સહિતની જંગલ યાત્રાનો આનંદ માણી શકે છે.
- શહેરી જીવનમાં આપણે આકાશ તરફ જોવાનું ભૂલી ગયા છીએ. આ રિસોર્ટ એવી જગ્યા છે, જ્યાં આસપાસમાં કોઈ ખાસ બાંધકામો જ નથી. એટલે સાંજ પડ્યે આકાશ દર્શનનો ભવ્ય લાભ મળે છે. આકાશી તારા-ગ્રહોની સમજણ ન હોય તો પણ કુદરતનો એ ભવ્ય ચંદરવો જોવા મળે એ કંઈ જેવી-તેવી મજા નથી.
- આસપાસનો વિસ્તાર ખાલી હોવાથી ગમે તે દિશામાં ચાલતા જઈને ગીરની પ્રાકૃતિક રચનાનો નજીકથી પરિચય મેળવી શકાય છે.
- વધુ માહિતી https://www.stagvilla.com/ પરથી મળી રહેશે. એ ઉપરાંત 9824298352 અને 8849335281 સંપર્ક કરી શકાય છે.

