પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવારો પર યાત્રીઓની માગણી અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરા અને હરિદ્વાર વચ્ચે કુલ ચાર ટ્રિપ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન સ્પેશિયલ ભાડું લઇને ચાલશે. વડોદરા ડિવિઝનના પીઆરઓ શ્રી પ્રદીપ શર્માએ જાહેર કરેલ અખબારી યાદી અનુસાર આ ટ્રેનનું વિસ્તૃત વર્ણન આ મુજબ છે :
09129/09130 વડોદરા-હરિદ્વાર-વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09129 વડોદરા-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ તા. 22 અને 29 ઓક્ટોબર અને 5 તથા 12 નવેમ્બર 2022ના દિવસે (કુલ 4 ટ્રિપ) દર શનિવારે સાંજે 19:00 વાગ્યે વડોદરાથી રવાના થઇને બીજા દિવસે બપોરે 14 :30 વાગ્યે હરિદ્વાર પહોંચશે. પાછા ફરતા ટ્રેન નંબર 09130 હરિદ્વાર-વડોદરા સુપરફાસ્ટ તારીખ 23 અને 30 ઓક્ટોબર સુધી 06 અને 13 નવેમ્બર 2022 (દર રવિવારે) સાંજે 17:20 વાગ્યે હરિદ્વારથી રવાના થઇ બીજા દિવસે સવારે 11:25 વડોદરા પહોંચશે.
- રસ્તામં બંને દિશાઓમાં આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, કોટા, સવાઇ માધોપુર, મથુરા, હઝરત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ, મેરઠ સિટી, મુઝફ્ફરનગર, ટાપરી અને રુડકી સ્ટેશનો પર રોકાશે.
- આ સુપરફાસ્ટ દિવાળી સ્પેશિયલ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.
- ટ્રેન નંબર 09129નું બુકિંગ તારીખ 18 ઓક્ટોબર 2022થી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.
ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગેની વિગતવાર જાણકારી યાત્રીઓ આ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકે છે.