પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી અઠવાડિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન જેને 24 નવેમ્બર, 2022 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 22 ડિસેમ્બર 2022 થી 26 જાન્યુઆપી 2023 સુધી કુલ 12 ફેરા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ
· ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ કુલ 12 ટ્રિપ
ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરૂચ્ચિરાપલ્લી સ્પેશિયલ 22 ડિસેમ્બર 2022 થી 26 જાન્યુઆરી 2023 સુધી દરેક ગુરૂવારે અમદાવાદથી 09.30 કલાકે ઉપડીને ત્રીજા દિવસે 03.45 કલાકે તિરૂચ્ચિરાપલ્લી પહોંચશે. આ જ રીત ટ્રેન નંબર 09420 તિરૂચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ 25 ડિસેમ્બર 2022 થી 29 જાન્યુઆરી 2023 સુધી દરેક રવિવારે તિરૂચ્ચિરાપલ્લી થી 05.45 કલાકે ઉપડીને બીજા દિવસે 21.15 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પૂણે, સોલાપુર, કલપબુરગિ, વાડી, રાયચૂર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેણિગુંટા, અરાકોણમ, પેરંબૂર, ચેન્નઈ, એગમોર, તામ્બરમ, ચેંગલપટ્ટૂ, વિલ્લુપુરમ, કડલુર પોર્ટ, ચિદમ્બરમ, શીરકષિ, વૈદ્દીસ્વરન, કોઇલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાશમ અને તંજાવૂર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટિયરનો એક કોચ, એસી 3 ટિયરના 5 કોચ અને સ્લીપર ક્લાસના 12 કોચ તેમજ જનરલ ક્લાસના 4 કોચ રહેશે.
ટ્રેન નંબર 09419 ના વિસ્તારિત ફેરાનું બુકિંગ 09 ડિસેમ્બર, 2022 થી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.