‘રખડે એ રાજા’ વિશે હિતેષ સોંડાગરે લખેલી પોસ્ટ અહીં રજૂ કરી છે.
આ દિવાળીએ રજાઓમાં ક્યાં ફરી આવ્યા? દિવાળીની રજાઓ પછી પૂછાતો આ કોમન પ્રશ્ન છે, જે દર વખતે દરેકની જેમ મને પણ પૂછાતો હોય છે અને મારો પણ હંમેશાં એક જ કોમન જવાબ હોય છે કે આપણે તો જ્યારે કોઇ ના જાય ત્યારે બહાર નીકળવાવાળા. ભીડ આપણને ગમતી નથી માટે જ્યારે લોકો ઘરે રહેવાનું પસંદ કરતા હોય ત્યારે આપણે બહાર નીકળવાનું પસંદ કરીએ છીએ. એટલે દિવાળીએ તો આપણે ઘરે જ હોઇએ… પણ આ દિવાળીએ કંઇક અલગ થયુ. બંગાળનો ઉત્તર છેડો, અલાહાબાદ, કાશી, વર્ધા, જેસલમેર હું ફરી જ આવ્યો. હજી કનકાઇ, મસૂરી, હરિદ્વાર, ગોટ વિલેજ, ચંપારણ, બોદ્ધગયાની ટિકિટ પણ હાથમાં આવી ગઈ છે. બસ બેજ દિવસમાં અહિં પણ ફરી આવીશ…
આટલું વાચ્યા પછી તમારી આંખો વધારે પહોંળી થાય તે પહેલા એક ચોખવટ કરી લવ કે આ સફર શાબ્દિક છે. એક સરસ પુસ્તક ગુજરાતી પત્રકારત્વના “રખડતા રાજાએ” અને મિત્ર એવા લલિત ખંભાયતાએ લખ્યું છે. અને દિવાળીના આગલા દિવસ મને આ પુસ્તક ગિફ્ટમા પણ આપ્યુ. અહિં જેટલી જગ્યાનો મેં ઉલ્લેખ કર્યો છે તે બધી જગ્યાએ લલિતભાઇ ફરી આવ્યા છે. હુ એમ કહું છું કે બરોબર વિશ્લેષણ કરી આવ્યા છે. આમા એક જગ્યાએ તો હું પણ એમની સાથે હતો. સ્થળને સજમવાની તેમની અણથક મથામણ મે અનૂભવી છે, જોઇ છે. આ દરેક જગ્યાનું લલિતભાઇએ અદભુત વર્ણન તો કર્યું જ છે પણ સાથે સાથે માહિતી પણ ખૂબ આપી છે અને એ પણ ખૂબ હળવી અને સરળશૈલીમાં… આ નવા વર્ષમાં ઉપરની જગ્યાઓમાંથી એક પણ જગ્યાએ જવાનું મન થાય તો આ પુસ્તકમાંથી તે જગ્યાનું વર્ણન એકવાર જરૂર વાંચી લેજો…ગૂગલ પર નહિ હોય તેવું કંઇક નવું જરૂર તે સ્થળ વિશે અહિં જાણવા મળશે…
બિજુ કે આપણને ફોટોગ્રાફીનો શોખ છે. જ્યાં જઇએ ત્યાં કઈ સાથે હોય કે ન હોય કમેરા તો સાથે હોય જ…બંગાળ ગયેલા ત્યારે પણ ક્મેરા સાથે જ હતો…ટેવ પ્રમાણે પાડ્યા થોડા ફોટા. મજા પડી, પણ મજા તો ત્યારે આવી જ્યારે આ પુસ્તકના કવર ઉપર મેં ક્લિક કરેલો ફોટો ઉપયોગ થયાની મને જાણ કરવામાં આવી…એ પણ લલિતભાઇએ કહ્યું કે આ તે પાડેલો છે!!! અને વધારે મજા ત્યારે આવી જ્યારે પુસ્તકના બીજા જ પાને મારું નામ પણ જોયુ…ક્રેડિટ લાઇન….આ લલિતભાઇની મિજાજી સ્પષ્ટતા જ છે કે ફોટાની ક્રેડિટ મને આપી. ન આપી હોય તો પણ ચાલેત. પણ તેને સ્પષ્ટ રહેવાની ટેવ છે. મારા તેમની સાથેના અનૂભવથી કહું તો લલિતભાઇની આદત છે કે વાત હંમેશાં સ્પષ્ટ અને તેમને જે સાચી લાગે તે જ કહેવાની. સત્ય કડવું હોય તો પણ તે કહિ જ દે છે. પછી તમારે નક્કી કરવાનું કે તમારે સત્ય પર વિચાર કરવો છે કે કડવું લગાડવું છે. આ મારી સમજ છે. બીજાની સમજ અલગ હોય શકે.!! બાકી…
પ્રવાસ છે તો જીવન છે જેનો મુદ્રલેખ છે, રખડપટ્ટી જેનો ઓક્સિજન છે તેવા મિત્ર લલિત ખંભાયતાને આ સરસ પુસ્તક લખવા બદલ અભિનંદન અને શ્રેષ્ઠ દિવાળી ગિફ્ટ આપવા બદલ આભાર…
દરમિયાન કોઈને ચોપડી ખરીદવાનું મન થાય તો આ રહી લિન્ક