આસામ તેના જંગલો માટે જાણીતું રાજ્ય છે. હમણાં જ ત્યાંની સરકારે બે નવા નેશનલ પાર્ક રાઈમોના અને દેહિંગની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશ પછી આસામ બીજું રાજ્ય બન્યું છે, જેની ધરતી પર સાત નેશનલ પાર્ક ફેલાયેલા છે.
ઉત્તર-પૂર્વના સાતેય રાજ્યોમાં આસામ અગ્રણી છે અને સૌથી વધુ પ્રવાસીઓને આકર્ષનારા રાજ્યોમાં તેનો સમાવેશ થાય છે. જંગલો, નદી, નાળા, પહાડીઓ, ખીણ, વાઘ-ગેંડા અને બીજા અનેક દુર્લભ સજીવોની સૃષ્ટિ ત્યાંના ઘરેણા છે. આસામમાં પહેલેથી પાંચ નેશનલ પાર્ક છે.
કાઝિરંગા
નામેરિ
ઓરંગ
માનસ
દિબ્રુ-શિકોવા
એ લિસ્ટમાં બે પાર્કનો ઉમેરો થયો છે.
રાઈમોના
દેહિંગ પતકાઈ
કોકરાઝાર જિલ્લામાં આવેલું રાઈમોના નેશનલ પાર્ક 422 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. આસામનું માનસ નેશનલ પાર્ક તેના વન્ય સંરક્ષણ માટે જગ વિખ્યાત થયું છે. માનસ નેચરલ હેરિટેજ સાઈટ પણ છે. આ જંગલ માનસની નજીક જ આવેલું હોવાથી એ પણ ભવિષ્યમાં હેરિટેજ બની શકે એમ છે. રાઈમોનાની ઉતરમાં ભૂતાનનું ફિપ્સૂ જંગલ અને દક્ષિણમાં બક્ષા ટાઈગર રિઝર્વ આવેલું છે. એટલે સમગ્ર વિસ્તાર 2300 ચોરસ કિલોમિટરનો બને છે, જેમાં વન્યજીવો સરળતાથી આવન-જાવન કરી શકશે.
વાઘ
ગોલ્ડન લંગુર
ઈન્ડિયન ગોર
વાઈલ્ડ બફેલો
સ્પોટેડ ડીયર
હોર્નબિલ
170 પ્રજાતિના પક્ષીઓ
380 પ્રકારના છોડ-વેલા
150 પ્રકારના પતંગીયાં
દેહિંગ
આ વન-વિસ્તાર 112 ચોરસ કિલોમીટરનો છે. રાઈમોના આસામના પશ્ચિમ છેડે છે કે દેહિંગ છેક પૂર્વ છેડે છે. દિબ્રુગઢ-તિનસુખીયાથી ત્યાં જઈ શકાય છે.
ચાઈનિઝ પેંગોલિયન
મકાક
હૂલોક ગિબોન
હિમાલયન હરણ
દીપડા
વાઘ
સાંભર
સ્લો લોરિસ (સ્લોથ જેવુ એક પ્રાણી)
આ વિસ્તાર પહેલેથી વાઈલ્ડ લાઈફ સેન્ચુરી તો છે જ. સેન્ચુરીનો વિસ્તાર તો સવા બસ્સો ચોરસ કિલોમીટરથી પણ વધારે છે.
આ બધા વિસ્તારમાં ભારે વરસાદ પડે છે. આ જંગલ વિસ્તાર અગાઉ કોલસાના ગેરકાયદેસર ખાણકામ માટે બદનામ થયો હતો. તેને બચાવવા માટે સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો.
તીનસુખિયા 45 કિલોમીટર દૂર આવેલું સૌથી નજીકનું મોટુ સેન્ટર છે. બાકી દિબ્રુગઢથી જવુ પડે. નાહરકટિયા જંગલથી 8 કિલોમીટર દૂર આવેલું રેલવે સ્ટેશન છે. સપ્ટેમ્બરથી માર્ચ સુધી મુલાકાત લેવાનો ઉત્તમ સમય છે.