ગાંધીધામમાં આવેલુ સુપર હોટેલ Quality Inn palmsને મળ્યા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ

Quality Inn Palms

ક્વોલિટી ઈન પામ્સ-quality inn palms ગાંધીધામ બાય ચોઈસ હોટેલ્સે ગુજરાત ટુરિઝમના સહયોગથી તાજેતરમાં યોજાયેલા ટુરિઝમ એવોર્ડ્સ 2020માં ચાર પ્રતિષ્ઠિત એવોર્ડસ હાંસલ કર્યાં હતાં. એનાયત કરાયેલા એવોર્ડ્સમાં, ક્વોલિટી ઈન પામ્સ બેસ્ટ 4 સ્ટાર હોટેલ ઈન અધર સિટી, ઈનસોમિના બેસ્ટ રેસ્ટોરાં ઈન અધર સિટી, વર્ડન્ટ બેસ્ટ મલ્ટિક્યુઝિન રેસ્ટોરાં ઈન અધર સિટી તથા ક્વોલિટી ઈન પામ્સ બેસ્ટ રિસોર્ટ ઈન અધર સિટીનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે બોલતાં ચોઈસ હોટેલ્સ ઈન્ડિયાના સીઈઓ શ્રી વિલાસ પવારે જણાવ્યું હતું કે”આ પ્રતિષ્ઠિત પુરસ્કારો હાંસલ કરીને અમે ખરેખર અત્યંત ગર્વની લાગણી અનુભવી રહ્યાં છીએ. આ પ્રકારના સન્માનથી અમને અમારી સેવાઓને વધુ બહેતર બનાવવાની પ્રેરણા મળે છે. 

ટુરિઝમ એવોર્ડ્સ એ ઉત્કૃષ્ટતા અને સંશોધનાત્મકતાની ઉજવણી છે જે ઉદ્યોગમાં શ્રેષ્ઠને ઓળખ ઉપલબ્ધ બનાવે છે જે ગુજરાતના ટુરિઝમ ક્ષેત્રના ભાવિ નેતૃત્વને પ્રોત્સાહિત કરી શકે. ટુરિઝમ સમિટ એન્ડ એવોર્ડ્સ 2020 એ એક આગવી બિઝનેસ સમિટ છે, જે ભારતના ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગમાં કારોબાર અને રોકાણની તકો માટે મંચ ઉપલબ્ધ બનાવે છે.

ચોઈસ હોટેલ્સ ઇન્ડિયાએ વિશ્વભરમાં 7000થી વધુ હોટલો સાથે વિશ્વની સૌથી મોટી અને વ્યાપક લોજિંગ ફ્રેન્ચાઇઝર પૈકીની એક ચોઈસ હોટેલ્સ ઇન્ટરનેશનલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. સીએચઆઈ હાલમાં ભારતભરના મહત્વપૂર્ણ વ્યવસાય અને પ્રવાસન શહેરોમાં આયોજન હેઠળની  સહિત 38 હોટલોનું સંચાલન કરે છે. ચોઈસ હોટેલ્સ ઇન્ડિયા મિડ માર્કેટ સેગમેન્ટમાં રહેલી તકનો લાભ લેવા રૂમની સંખ્યા વર્તમાન 2200થી વધારીને 3500 કરશે.

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *