oyo બહુ જાણીતી હોસ્પિટાલિટી કંપની છે, જે વિવિધ શહેરોમાં સસ્તા દરે અને સુવિધાઓ સાથે ઉતારા-રૃમની સગવડ આપે છે. યુવાનોમાં એ સુવિધા ખાસ્સી પોપ્યુલર છે.
કોઈ અજાણ્યા શહેરમાં જવાનું થાય તો સસ્તી પણ સારી હોટેલ શોધવી એ મોટી માથાકૂટ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી OYO Roomsએ ઠેર ઠેર હોટલો સાથે જોડાણ કરીને પ્રવાસીઓને ઉત્તમ સુવિધા આપવાની શરૃઆત કરી છે.
ગ્લોબલ ટ્રાવેલ ટેક્નોલોજી કંપની ઓયો (ઓરાવેલ સ્ટેઝ લિમિટેડ)એ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સમક્ષ આ વર્ષે સપ્ટેમ્બરમાં તેના રૂ. 8,430 કરોડના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું હતું. છેલ્લાં એક વર્ષમાં ઓયોએ તેના કોવિડ-19ને પ્રતિસાદ આપવાની રણનીતિના ભાગરૂપે ઘણાં બધાં પગલાં ભર્યાં છે, જેમાં સંચાલકીય ખર્ચમાં ઘટાડો કરવા માટે ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સના ઝડપી વિકાસ અને સ્વિકાર્યતા સામેલ છે. વધુમાં કંપનીએ દેશથી લઇને પ્રાદેશિ ટીમ સુધી રેવન્યુ મેનેજમેન્ટ, સપ્લાય, હ્યુમન રિસોર્સિસ, લીગલ અને ફાઇનાન્સ સહિતની વ્યૂહાત્મક અને શેર્ટ સર્વિસિસને સુવ્યવસ્થિત કરી છે, જેથી વધુ કાર્યક્ષમતા હાંસલ કરીને ખર્ચમાં ઘટાડો કરી શકાય. કંપની દ્વારા કરાયેલી વિવિધ પહેલોના પરિણામરૂપે તેનો એડજસ્ટેડ ગ્રોસ પ્રોફિટ માર્જિન નાણાકીય વર્ષ 2020ના 9.7 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2021માં 33.2 ટકા થયો છે તેમજ મહામારી વચ્ચે પણ નાણાકીય વર્ષ 2020નું ઇબીઆઇડીટીએ નુકશાન નાણાકીય વર્ષ 2021માં -79 ટકાનો ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક સ્તરે વર્ષ 2020માં ઓયો ત્રીજા ક્રમની સૌથી વધુ ડાઉનલોડ થયેલી ટ્રાવેલ એપ હતી. તેમાંથી 9.2 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ ભારતના છે ત્યારે ઓયો વિઝાર્ડ ભારતમાં ઓનલાઇન હોટલ અને ફૂડ બ્રાન્ડ્સ વચ્ચે સૌથી મોટો લોયલ્ટી પ્રોગ્રામ છે.
ઓયો ભારત તથા વિશ્વભરમાં બીજા અન્ય ટ્રાવેલ ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર ડી2સી પ્લેયર્સની તુલનામાં આશરે 68 ટકા તેના ગ્રાહકોને રિપિટ કરવાની સર્વોચ્ચ ટકાવારી સુનિશ્ચિત કરવામાં સક્ષમ રહ્યું છે. સ્ટોરફ્રન્ટ્સની વિશાળ પસંદગી, વાજબીપણા, ડી2સી ચેનલ ઓફરિંગમાં મજબૂતાઇ સહિતના પરિબળોથી ઓયો ગ્રાહકોના મનમાં વિશ્વાસ પેદા કરી શક્યું છે.
ઓયો તેના પેટ્રોનને તેની ડી2સી ડાયરેક્ટ ચેનલ તેમજ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ દ્વારા ગ્રાહકોના વિશાળ આધારની એક્સેસ સાથે તેમની આવક પ્રાપ્ત કરવાની ક્ષમતામાં વધારો કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. રેડસીર અભ્યાસ મૂજબ ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં ઓયો સ્ટોરફ્રન્ટ્સ કે જેઓ વર્ષ 2018 અને 2019માં પ્લેટફોર્મ સાથે જોડાયા હતાં તેમણે વર્ષ 2019માં સમાન કદની સ્વતંત્ર હોટેલ્સની તુલનામાં સરેરાશ ધોરણે સારું પ્રદર્શન કર્યું છે. ઓયો પ્લેટફોર્મ સાથે જોડાયાના 12 સપ્તાહમાં ઓયો હોટલ સ્ટોરફ્રન્ટ્સે સરેરાશ ધઓરણે 1.5થી 1.9 ગણી વધુ આવક પ્રાપ્ત કરી છે, જે સમાન કદની સ્વતંત્ર હોટલની સરેરાશ અંદાજિત આવકો કરતાં વધુ છે. યુરોપમાં ઓયો હોમ સ્ટોરફ્રન્ટ્સે સરેરાશ 2.4 ગણી વધુ આવક પ્રાપ્ત કરી છે, જે વર્ષ 2019માં સ્વતંત્ર રીતે સંચાલિત હોમની સરેરાશ અંદાજિત આવકોની તુલનામાં વધુ છે.
સંબંધો જાળવી રાખવામાં તથા નવા વિકસાવવાના પ્રયાસરૂપે ઓયોએ મહામારીના સમયમાં સમાન પેટ્રોન પોલીસી રજૂ કરી હતી, સર્વે યોજ્યાં હતાં તેમજ વર્ચ્યુઅલ ટાઉન હોલ કાર્યક્રમ દ્વારા તેના પેટ્રોન સાથેના વિશ્વાસમાં વધારો કર્યો હતો. તેનાથી નાણાકીય વર્ષ 2021માં ટ્રેડ પેબલ્સ ડે ઘટાડીને 105 કરાયા હતાં. તેનાથી નાણાકીય વર્ષ 2021ના ચોથા ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે પેટ્રોન સંતુષ્ટીનો સ્તર વધીને – 77 ટકા નોંધાયો હતો, જેમાં ટેક્નોલોજી, ઝડપી અને સરળ એકાઉન્ટ સમાધાન દ્વારા પ્રશ્નોના ઝડપી ઉકેલો અપાયા હતાં તેમજ અઠવાડિયામાં બે વખત ચૂકવણી થઇ હતી.
કંપની હવે એસેટ લાઇટ બિઝનેસ મોડલ અને લીન કોસ્ટ સ્ટ્રક્ચર ધરાવે છે. 31 માર્ચ, 2021 સુધીમાં કંપનીના 99.9 ટકા સ્ટોરફ્રન્ટ્સ પાસે કંપની તરફથી લઘુત્તમ ગેરંટી અથવા ફિક્સ્ડ પેઆઉટ કટીબદ્ધતાના કોન્ટ્રેક્ટ્સ ન હતાં તેમજ રોકાણ, મૂડી ખર્ચ, સ્ટોરફ્રન્ટના કર્મચારીઓનો ખર્ચ મોટાભાગે પેટ્રોન દ્વારા ઉઠાવાયો હતો. તેનાથી કંપનીને ખર્ચ-કાર્યક્ષમ બનવામાં તથા લઘુત્તમ માર્જિનલ કોસ્ટ સાથે તેના બિઝનેસને આગળ વધારવામાં મદદ મળી છે.
70 ટકાથી વધુ ઓયોપ્રિન્યોર્સ અને મોટાભાગની મુખ્ય એન્જિનિયરીંગ ટીમ ભારતમાં છે ત્યારે ઓયો ભારત અને વિશ્વ માટે બેસ્ટ ઇન ક્લાસ ટેક્નોલોજીસ અને પ્રોડક્ટ્સનું નિર્માણ કરી રહી છે. ઓયો ફ્રેશ શેર્સ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થયેલાં ભંડોળનો ઉપોયગ તેની કેટલીક પેટા કંપનીઓ દ્વારા લેવાયેલા ઋણના આંશિક અથવા પૂર્ણ ચૂકવણી, વૃદ્ધિની ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક પહેલો તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.
તેના રોકાણકારો રિતેશ અગ્રવાલ, લાઇટસ્પીડ વેન્ચર્સ પાર્ટનર્સ, સિક્વેરા કેપિટલ, સ્ટાર વર્ચ્યુ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, ગ્રીનરોક્સ કેપિટલ, એરબીએનબી, એચટી મીડિયા અને માઇક્રોસોફ્ટ તેની શેરહોલ્ડિંગ ઘટાડી રહ્યાં નથી. ઓફર ફોર સેલમાં એસવીએફ ઇન્ડિયા (સોફ્ટ બેંક), એ1 હોલ્ડિંગ ઇન્ક (ગ્રેબ), ચાઇના લોજિંગ અને ગ્લોબલ આઇવીવાય વેન્ચર્સ એલએલપીના શેર્સનો નાનો હિસ્સો સામેલ છે. ઓફરના ગ્લોબલ કો-ઓર્ડિનેટર અને બુક રનિંગ લીડ મેનેજર્સમાં કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સિટી ગ્રૂપ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ આઇસીઆઇસીઆઇ સિક્યુરિટિઝ લિમિટેડ, નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યુરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ અને ડ્યુશ ઇક્વિટિઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામેલ છે.