સુંદરવનની સફર-4 : સુંદરવનમાં વાઘ સિવાય શું જોવાનું છે?

સુંદરવન આખા ભારતનું સૌથી અનોખું જંગલ છે. તેની સફરનો ત્રીજો ભાગ વાંચવા અહીં ક્લિક કરો

અમારા પ્રવાસ દરમિયાન ડોબાંકી સુધીમાં અમને થોડા પક્ષી સિવાય કંઈ જોવા ન મળ્યું. ડોબાંકી પછી આગળ અમે નદીના એક વિશાળ પટ સુધી ગયા જ્યાં અમને જાણવા મળ્યું કે એ વિસ્તાર સુંદરવનની માધ્યનો ભાગ છે. જેની એક તરફ ગ્રામીણ વિસ્તાર, બીજી તરફ કોર એરિયા, ત્રીજી બાજુ બફર ઝોન અને ચોથા ખૂણે બાંગ્લાદેશની સરહદ આવેલી છે. ઉપરાંત નદીનો એ પટ પાંચ મોટી નદીઓનું સંગમ સ્થળ પણ છે. ત્યાંથી બીજી તરફ ગોળ ચક્કર મારી અમારે પાછું ફરવાનું હતું. અમે પાછા ફરવા માટેની સફર જ્યારે શરૂ કરી ત્યારે ગરમીમાં વધારો થયો હતો જેના કારણે અમને જાનવર જોવા મળવાની શક્યતા વધુ હતી. વાઘ ઘણી વાર સહપરિવાર નદીના કાંઠે આવેલા કીચડમાં મડબાથ કરતા હોય છે. જે જોવાની મજા પડશે તેવું ગાઈડે જણાવ્યું.

અમારી સફર શરૂ થઈ ત્યારે જ અમને જાણ કરી દેવામાં આવી હતી કે વાઘ ખંધુ પ્રાણી છે માટે તેના દર્શન થાય એની કોઈ ગેરંટી નથી. જોકે સુંદરવન માત્ર વાઘ માટે જ પ્રખ્યાત છે એવું નથી. અહી વસતા અન્ય ઘણા જીવ છે જે રોયલ બેંગાલ ટાઈગર જેટલા જ દુર્લભ છે. જેમા અહી જોવા મળતા સંખ્યાબંધ પક્ષીઓ, ખારા પાણીના મગર, ગેંગેટિક ડોલ્ફિન વગેરે સામેલ છે. આ જીવ પણ ઘણા દુર્લભ છે અને ભારતમાં સુંદરવન સિવાય ક્યાંય જોવા નથી મળતા.

દુર્ભાગ્યવશ તે દિવસે અમારા નસીબમાં વાઘ જોવાનું ન હતું. તેમ છતાં આખા દિવસની સફારી દરમિયાન અમને કેટલાક પક્ષી, મગર, ચિત્તલ અને અમુક સરિસૃપ જોવાનો મોકો મળ્યો. જેની સાથે નદીમાં એક આખો દિવસ નાવડી પર વિતાવવાનો આમરો અનુભવ પણ ઘણો સારો રહ્યો. શહેરી જીવનમાં જ્યા ખુલ્લી હવામાં શ્વાસ લેવો પણ અઘરો બને છે તેવામાં અમને પ્રકૃતિ વચ્ચે ત્રણ દિવસ વિતાવવાનો અદભુત લાહવો મળ્યો. સાંજે સૂર્યાસ્ત બાદ અમે ફરી પાછા રિસોર્ટ આવ્યા ત્યારે એવું લાગ્યું જાણે કોઈ સ્વપનલોક માંથી પાછા ફર્યા હોય. બીજા દિવસે સવારે પણ અમને રિસોર્ટની આસપાસ કેટલાય પક્ષીઓ જોવા મળ્યા. સાથે જ પાસેના ગામડાની સવાર જોવાનો પણ અમને મોકો મળ્યો. એ દિવસે અમારે પાછું ફરવાનું હતું. સવારમાં આવ્યા વાગ્યા ત્યાં સુધીમાં આગલા દિવસની યાદો અને તે દિવસે સવારમાં જોયેલા પક્ષીઓની સુંદરતાને યાદ કરતા બેક તો કલકત્તા !

સુંદરવનની સફરનો ત્રીજો ભાગ અહીં વાંચો

waeaknzw

Gujarati Travel writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *