‘મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ’ દ્વારા દર બે વર્ષે ગુજરાતી પત્રકારોને વિવિધ કેટગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. 2017માં આ એવોર્ડની શરૃઆત થઈ. 2019માં એવોર્ડનો બીજો પ્રસંગ હતો. અગાઉ જ્યારે એવોર્ડના નોમિનેશનની જાહેરાત થઈ ત્યારે મેં ફોર્મ ભર્યું હતું. બીજા ઘણા મિત્રોને પણ ફોર્મ ભરવા વિગતો મોકલી હતી.
એ વાતને તો ઘણો સમય થયા પછી એવોર્ડ અને ટ્રસ્ટના સંચાલક અંકિતભાઈ હિંગુનો ફોન આવ્યો કે તમે પણ વિજેતા છો. એ વખતે હું બહાર (કાશ્મીરના અંતરિયાળ વિસ્તારમાં) હતો. વધારે વાત ન થઈ. સમય જતાં એવોર્ડની તારીખ અને સમાહોરની વિગત મળી.
એવોર્ડ માટે સ્ટેજ પરથી મિત્ર અને એ કાર્યક્રમ પૂરતા એનાઉન્સર હિતાંશ જૈને મારું નામ રજૂ કર્યું. મને ‘બેસ્ટ કોલમિસ્ટ’ તરીકેનું સન્માન મળ્યું. કોઈ પણ પ્રકારનું સન્માન મળે તેનો આનંદ થાય, મને પણ થયો. વિશેષ આનંદ એ વાતે થયો કે 2007માં પત્રકારત્વમાં પ્રવેશ કર્યો ત્યારથી કોલમ લખું છું. કુલ મળીને 21 એવોર્ડ અપાયા, તેની વિગત પણ અહીં રજૂ કરી છે.
નિર્ણાયકો પ્રવીણ લહેરી, ડો.શિરિષ કાશિકર, ડો.સોનલબેન પંડ્યાએ મારા કોલમ-લેખનને ધ્યાને લીધું એ માટે તેમનો વિશેષ આભાર. મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ અને તેના સંચાલક અંકિતભાઈનો પણ આભાર કેમ કે તેમણે આ સરાહનિય પહેલ શરૃ કરી છે.
ફોર્મ ભરતી વખતે મેં સમાચારના થોડા કટિંગ અને કોલમ મોકલી હતી. એ કોલમ પણ અહીં મૂકી છે. એવોર્ડ વિશે ગુજરાત મીડિયા એવોર્ડની સાઈટ પર વધુ વિગત પણ આપી છે.